Breaking News

ક્રિકેટર હાર્દિક પંડ્યાના લગ્નના ફોટા જોઈને તમે પણ આંખો ફાડી જશો, આવા ભવ્ય લગ્ન તમે બીજે ક્યાય નહી જોયા હોઈ.. જુવો ફોટા..!

ક્રિકેટ જગતમાં ખૂબ જ મોટું નામ ધરાવતા હાર્દિક પંડ્યાના લગ્નના ફોટા હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. એ દિવસે હાર્દિક પંડ્યા પણ સફેદ રંગની શેરવાનીમાં નજરે ચડ્યો હતો, આ લગ્ન દરમિયાન વરમાળા માટે નતાશા લાલ રંગના ઘૂંઘટના સ્ટેજ સુધી આવી પહોંચી અને ત્યારબાદ હાર્દિક પણ સ્ટેજ ઉપર ડાન્સ કરવા લાગ્યો હતો..

ખૂબ જ જૂની પુરાણી કારની અંદર તેનો વરઘોડો પણ નીકળ્યો હતો. ડીજેના સાઉન્ડ ઉપર હાર્દિક પંડ્યા અને તેનો ભાઈ કૃણાલ પંડ્યા બંને ખૂબ જ જોરદાર ડાન્સ પણ કર્યો હતો અને ત્યાર પછી તેઓએ સાથ ફેરા લીધા અને અગ્નિની સમક્ષ તમામ વિધિઓ પણ પૂર્ણ કરી હતી. આ રોયલ વેડિંગની અંદર ખૂબ જ મોટા મોટા મહેમાનોએ પણ હાજરી આપી હતી..

જેમાં આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા અંબાણી, મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી ધોની, ઇન્ડિયન ક્રિકેટર દિનેશ કાર્તિક, ઈશાન કિશન, શુભમન ગીલ, પૂર્વ ક્રિકેટર અજય જાડેજા, વીવીએસ લક્ષ્મણ, ઉદ્ધવ ઠાકરેના દીકરા તેજસ સહિતના લોકો પણ અહીં આવી પહોંચ્યા હતા.

આ ઉપરાંત કેજીએફ ફિલ્મના મુખ્ય એક્ટર યશે પણ આ લગ્નની અંદર હાજરી આપી હતી. આ લગ્ન ઉદયપુરના ઉદય સાગર તળાવ ની વચ્ચે આવેલી ફાઇસટાર હોટલ રેફલ્સમાં યોજવામાં આવ્યા હતા. નતાશા સ્ટેનકો વીકનો જન્મ સર્બિયામાં થયો હતો. તેણે બોલીવુડમાં પણ કામ કર્યું છે..

જેમાં સત્યાગ્રહ ફિલ્મની અંદર તેણે રોલ નિભાવ્યો છે. આ સાથે સાથે તે બિગ બોસની સિઝન આઠ, નચબેલીઓની સીઝન નંબર 9માં, પણ તેણે સારું પરફોર્મન્સ આપ્યું હતું. તે ડીજે વાલે બાબુ નામના ગીત ઉપર કરેલા ડાન્સથી ખૂબ જ ફેમસ થઈ ગઈ હતી અને ત્યાર પછી તેણે હાર્દિક પંડ્યા સાથે એક નાઈટ ક્લબની અંદર મુલાકાત કરી હતી..

જ્યાંથી બંનેની લવ સ્ટોરીની પણ શરૂઆત થઈ ગઈ હતી. તો બીજી બાજુ હાર્દિક પંડ્યા 2016માં ટીમ ઇન્ડિયા માટે તેણે ડેબ્યૂ કર્યું હતું. અને અત્યારે તે ટીમ ઇન્ડિયાના એકદમ સ્ટાર ઓલ રાઉન્ડર છે. તેણે પોતાના એકલા દમ ઉપર ઘણી બધી મેચ પણ જીતાડી છે અને અત્યારે તેને ઇન્ડિયન ટીમની કેપ્ટનશીપ પણ સોંપી દેવામાં આવી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *