નિયાભરમાં કોવિડ-19 મહામારીથી બચવા માટે વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં હવે વેક્સિનેશનમાં મદદ માટે ગૂગલ પણ આગળ આવ્યું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, તેઓ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનની સાથે મળીને ગૂગલ મેપ્સ પર વેક્સિનેશન સેન્ટરની જાણકારી આપશે.
ગૂગલે જણાવ્યું કે, આવનારા થોડા સપ્તાહમાં વેક્સિનેશન સેન્ટર સંબંધિત જાણકારી સાથે ફિચર રોલઆઉટ કરવામાં આવશે. કોવિશીલ્ડ અને કોવેક્સિનને મંજૂરી મળ્યા બાદ 16 જાન્યુઆરીથી દેશમાં વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. અત્યાર સુધી 2.6 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે.
મહામારીથી બચવું એ આપણા બધાની જવાબદારી : ગૂગલ ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે, કોરોના સતત આપણી કમ્યુનિટીને પડકાર આપી રહ્યો છે. આવી સ્થિતિમાં મહામારીથી બચવા માટે દેશની હેલ્થ એજન્સીની સાથે આપણા બધાની પણ જવાબદારી છે. અમે મેપ્સમાં એવું ફિચર રોલઆઉટ કરવાના છીએ જેનાથી વેક્સિનેશન માટે મદદ મળી શકે છે. હવે દરેક વ્યક્તિ માટે સામાન્ય સ્થિતિમાં પાછા આવવું જરૂરી છે.
વેક્સિનેશન સંબંધિત ખોટી સૂચનાઓ પર પ્રતિબંધ : કંપનીના જણાવ્યા મુજબ, તેઓ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયમાં રેપિડ રિસ્ક રિસ્પોન્સ ટીમની સાથે મળીને કામ કરી રહ્યા છે. તે સમગ્ર ક્ષેત્ર અને ભાષાઓમાં સોશિયલ મીડિયા લિસનિંગ ટૂલનો ઉપયોગ કરીને ખોટી માહિતી પર નજર રાખી રહ્યા છે. એકંદરે, તે વેક્સિનેશન અને મહામારીને લઈને આવનાર રિએક્શન પર સાયન્સ બેસ્ડ મેસેજને અટકાવે છે.
વેક્સિનેશન સંબંધિત જરૂરી જાણકારી જણાવશે : વેક્સિનેશનનો પહેલો તબક્કો શરૂ થયાના થોડા સમય બાદ કંપનીએ ગૂગલ સર્ચમાં નોલેજ પેનલ તૈયાર કરી હતી. તે કોવિડ વેક્સિન સાથે સંબંધિત તમામ પ્રકારની જાણકારી આપી રહી હતી. આ પેનલ બંને વેક્સિન, સુરક્ષા, ડિસ્ટ્રિબ્યુશન, સાઈડ ઈફેક્ટ્સ જેવી તમામ જાણકારીઓ આપી રહી હતી. જાણકારીઓ અંગ્રેજીની સાથે 8 ભારતીય ભાષાઓ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, મરાઠી, ગુજરાતી અને બંગાળીમાં જણાવવામાં આવી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.