Breaking News

કોરોનાની તારાજી : 24 કલાકમાં નવા 37000 કેસ નોંધાયા તો 648ના મોત, આ વિસ્તારમાં તો કેસોનો રાફડો ફાટી નીકળ્યો…

કોરોના વેશ્વિક મહામારીએ સૌ કોઈ દેશોની આર્થિક કમર કસી નાખી છે. આ મહામારીથી ભારત દેશમાં અત્યાર સુધીમાં કુલ 3 કરોડ 25 લાખ અને 12 હજાર લોકોને ચેપ લાગી ચુક્યો છે અને કેસ પોસિટીવ પણ આવી ચુક્યા છે. ગઈ કાલના રીપોર્ટ મુજબ દેશમાં અત્યારે રોજ રોજ કોરોનાના કેસોમાં વધારો દેખાઈ રહ્યો છે. શું ત્રીજી લહેર આવી ગઈ છે?

ભારત પર કોરોનાની ત્રીજી લહેરનો ખતરો હજુ પણ મડરાય રહ્યો છે.દેશમાં ફરીવાર કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. દેશના આરોગ્ય મંત્રાલય વારંવાર કેસોના લેટેસ્ટ આકડાઓ જાહેર કરતા હોઈ છે. છેલ્લા આકડાઓ જે જાહેર કાર્ય હતા એ મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 38 હજાર નવા કેસો દાખલ થયા છે અને ૬૫૦ જેટલા કોરોના દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ આંકડાઓ ખુબ જ ચોંકાવનારા સાબિત થઈ શકે છે કારણકે કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

કોરોના મહામારી જ્યારથી શરુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં કુલ 3,25,12,000 કેસો સામે આવી ચુક્યા છે. જેમાંથી 4,35,758 લોકોના મોત નીપજ્યા છે. દેશમાં હાલ એક્ટીવ કેસોની સંખ્યા 3 લાખ કરતા વધારે છે. મહત્વના સંચાર એ છે કે અત્યાર સુધીમાં કુલ 3,17,54,000 લોકો સાજા થયા છે.

કેરળમાં કેસોનો રાફડો ફાટી નીકળ્યો : ભારતના દક્ષીણ ભાગમાં આવેલા કેરળ રાજ્યમાં કોરોનાના કેસોમાં મહત્વ પૂર્ણ ઉછાળો નોંધાયો છે. કેરળ રાજ્યમાં બુધવારે કોરોનાના ૨૪,300 નવા કેસો સામે આવ્યા છે જેથી તેની કુલ સંખ્યા વધીને 38 લાખને પાર પહોચી ગઈ છે. તેની સાથે સાથે જ ૧૭૩ દર્દીઓના મોત થતા મૃત્યુનો કુલ અંક વધીને 19 હજારએ પાર પહોચી ગયો છે. કેરળમાં 26 મે પછી આ બીજી વખત છે જ્યારે એક દિવસમાં નોંધાયેલા ચેપના નવા કેસોની સંખ્યા 24 હજારને વટાવી ગઈ છે. 26 મેના રોજ કોરોના વાયરસના ચેપના 28,798 નવા કેસ નોંધાયા હતા.

વેકસિનેશનમાં પુર ઝડપ : કેન્દ્રીય આરોગ્ય મંત્રી એ જણાવ્યું છે કે ૨૪ તારીખ સધી દેશમાં કોરોનાની રસીના કુલ 59 કરોડ જેટલા ડોઝ આપી દેવામાં આવ્યા છે. દેશમાં પુર ઝડપે વેક્સીનેશન કાર્યક્રમ હાલી રહ્યો છે તેવું લાગી રહ્યું છે. આ અંગે લોકો પણ જાગૃત થઈને વેક્સીનના ડોઝ લેવ લાગ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર અત્યાર સુધીમાં 51 કરોડ 11 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા દિવસે લગભગ 17.92 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે.

દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.34 ટકા છે જ્યારે રિકવરી રેટ 97.68 ટકા છે. એક્ટિવ કેસ 0.98 ટકા છે. કોરોના એક્ટિવ કેસની દ્રષ્ટિએ ભારત હવે વિશ્વમાં 10 મા સ્થાને છે. સંક્રમિતોની કુલ સંખ્યાના સંદર્ભમાં ભારત બીજા ક્રમે છે. જ્યારે અમેરિકા પછી બ્રાઝિલમાં ભારતમાં સૌથી વધુ મોત થયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ફેક્ટરીમાં સફાઈ કરતી 3 બાળકોની વિધવા માતાનો દુપ્પટો મશીનમાં ફસાઈ જતા ધડ કચડાયું, મોત નીપજતા પરિવારજનો હોશ ખોઈ બેઠા..!

કેટલાક ધંધાઓમાં ખુબ જ રિસ્ક રહેલું હોઈ છે પરતું પરિવારનું પાલન પોષણ કરવા માટે એવા …

Leave a Reply

Your email address will not be published.