Breaking News

કોરોનાની કોલર ટ્યૂનથી કંટાળી ગયા છો ? આ સરળ રીતે હટાવો આજે જ ..!

નમસ્કાર , નયા સાલ કોવીડ 19 વેક્સીન કે રૂપમેં આશા કી નયી કિરણ લેકે આયા હૈ.. આ સાંભળતાની સાથે જ કેટલાય લોકો પિત્તો ગુમાવી દેતા હોઈ છે. હવે લોકો ખુબ જ કંટાળી ગયા છે. જેને પણ કોલ કરે 1.30 મિનીટ જેટલો સમય તો આ કેસટ સાંભળવામા જ ચાલ્યો જાય છે. હવે લોકો એટલી હદે પરેશાન થઈ ચુક્યા છે કે આ કોલાર ટયુનથી છુટકારો મેળવવા માંગે છે. તો ચાલો આપડે જુદી જુદી ટેલીકોમ કંપની મુજબ જોઈએ કે, કેવી રીતે કોલાર ટયુનને હટાવી શકાય?

જ્યારથી કોરોના મેસેજની કોલર ટ્યૂન શરૂ કરવામાં આવી છે ત્યારથી જ લોકો તેનાથી કંટાળી ગયા છે. એજ કારણ છે કે લોકોએ રેગ્યુલર કોલને છોડીને વોટ્સએપ કોલ કરવાનું શરૂ કરી દીધુ છે. ગત વર્ષથી જ આપણે કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છીએ. આ વાયરસે ઘણા બધા લોકોનો ભોગ લીધો છે. વર્તમાનમાં કોરોનાના કેસ તો ઘટી ગયા છે પરંતુ ખતરો હજી પણ છે.

લોકો કોરોનાથી જેટલા હેરાન થયા છે એટલા જ હેરાન લોકો એક અન્ય વસ્તુથી થયા છે અને તે છે કોરોનાની કોલર ટ્યૂન. તમને ફોન કરનાર લોકોને તમે સારી કોલર ટ્યૂન સંભળાવવા માંગો છો પરંતુ છેલ્લા દોઢ વર્ષથી આપણને એક મહિલાની જ અવાજમાં કોલર ટ્યૂન સાંભળવા મળી રહી છે જેનાથી દરેક લોકો પરેશાન છે.

વચ્ચે તો બોલીવૂડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચનના અવાજમાં પણ કોલર ટ્યૂન સાંભળવા મળી રહી હતી પરંતુ બાદમાં તેને હટાવી દેવાઇ હતી. કેટલાક લોકો તેને જાગૃતતા માટેનું પગલુ ગણાવે છે તો કેટલાક લોકો તેને બંધ કરવાના ઉપાયો શોધી રહ્યા છે. તેવામાં જો તમે પણ હેરાન થઇ ગયા છો તો આજે અમે તમારા માટે એક એવી ટ્રીક લઇને આવ્યા છીએ કે જેની મદદથી તમે આ ટ્યૂનને બંધ કરાવી શકો છો.

BSNLના યુઝર્સ આવી રીતે કરી શકે છે કલર ટયુન બંધ : ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL ના પ્રીપેડ અને પોસ્ટપેટ યૂઝર્સ કોરોના વાયરલ મેસેજને પોતાના નંબર પર બંધ કરાવી શકે છે. તેના માટે તમારે UNSUB લખીને 56700 અથવા તો 56799 પર મેસેજ કરવાનો છે.

જીયો કંપનીના યુઝર્સ આવી રીતે કરો કોલાર ટયુન બંધ : જીયો યૂઝર્સ પોતાના નંબર પરથી STOP લખીને 155223 નંબર પર મેસેજ કરી શકે છે. કન્ફર્મેશન બાદ તમારા નંબર પર આ કોલર ટ્યૂન બંધ થઇ જશે.

એરટેલના યૂઝર્સ કોલર ટયુન હટાવવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ ને :  એરટેલ યૂઝર્સ આ કોલર ટ્યૂનને હટાવવા માટે 144 પર CANCT મેસેજ સેન્ડ કરી શકે છે. આ વાતની પુષ્ટી કરવા માટે કંપની તરફથી તમારા નંબર પર મેસેજ પણ આવશે.

જ્યારથી કોરોના મેસેજની કોલર ટ્યૂન શરૂ કરવામાં આવી છે ત્યારથી જ લોકો તેનાથી કંટાળી ગયા છે. એજ કારણ છે કે લોકોએ રેગ્યુલર કોલને છોડીને વોટ્સએપ કોલ કરવાનું શરૂ કરી દીધુ છે. જ્યારે કોઇ વ્યક્તિને તાત્કાલિક કોઇને ફોન કરવો હોય છે અને ત્યારે આ કોલર ટ્યૂન વાગે છે તો માણસ તેનાથી કંટાળી જાય છે. કોરાનાનો મેસેજ ફેલાવવા કરતા વધુ આ કોરોના કોલર ટ્યૂન લોકોને ઇરીટેટ કરી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *