Breaking News

કોન્સ્ટેબલ ફોન કરીને રોફ જમાવતા અને હપ્તા માંગતા જ ફરીયાદી યુવકે મેથીપાક ચખાડવા ભર્યું આ પગલું, કોન્સ્ટેબલ પણ થઈ ગયો સીધો દોર.. વાંચો..!

રાજ્યના મોટાભાગના પોલીસકર્મીઓ પોલીસખાતામાં ખૂબ જ મહેનત ઈમાનદારી અને પ્રમાણિકથી ફરજ બજાવે છે. દિવસ હોય કે રાત હોય પરંતુ તેઓ હંમેશા શહેરના નાગરિકોની સેવામાં હાજર રહેતા હોય છે. હકીકતમાં તેમની આ સેવાને સલામ છે.  પરંતુ અમુક પોલીસકર્મીઓ મારા કારણે સમગ્ર પોલીસ ખાતાની છબી નબળી પડી રહી છે..

એવા ઘણા બધા પોલીસકર્મીઓ લાંચ લેતા તેમજ દારૂ અને ડ્રગ્સ જેવા નશાનો કારોબાર સાથે સંકળાયેલા પણ પકડાઇ ચૂક્યા છે. અને તેઓને સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. જ્યારે હવે જામનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી એક કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે.

થોડા દિવસ પહેલા રાજકોટ શહેરના એક યુવક સામે એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી નોંધાવી હતી. જેને લઇને પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અર્જુન ડાંગરએ યુવકને જણાવ્યું હતું કે, જો તારે પોલીસના અટકાયતી પગલાં તેમજ મારપીટ થી હેરાન થવું ન હોય તો તારે 6000 રૂપિયા આપવા પડશે..

યુવકે પણ આ તમામ બાબતોથી દૂર રહેવા માટે કોન્સ્ટેબલને 6000 રૂપિયા આપી દેવાની વાતને સ્વીકારી લીધી હતી. એ મુજબ તેણે 3500 રૂપિયા કોન્સ્ટેબલને આપી દીધા હતા. કોન્સ્ટેબલ હસતા મુખે 3500 રૂપિયા પોતાના ખીચામાં નાખી દીધા હતા. અને થોડા દિવસમાં બીજા 2500 રૂપિયા લેવાની વાત કોન્સ્ટેબલ અર્જુન ડાંગરે કરી હતી.

આ 2500 રૂપિયાની રકમને લઈને કોન્સ્ટેબલને યુવકને ફોન કર્યો હતો. અને આ પૈસા આપી જવા માટે કહ્યું હતું. આ પૈસા આપવા માટે ખંભાળિયા ચોકી નજીક આ યુવકને બોલાવ્યો હતો. યુવક કોન્સ્ટેબલને લાંચના પૈસા આપવા માટે જાય એ પહેલાં જ તેણે એન્ટીકરપશન બ્યુરોમાં જાણ કરી દીધી હતી..

આ જાણ મળતાની સાથે જ એસીબીની ટીમે ખંભાળિયા ચોકી નજીક નજર ગોઠવી હતી અને હેડ કોન્સ્ટેબલ અર્જુન ડાંગર પણ નજર રાખવામાં આવી રહી હતી. જ્યારે યુવક 2500 રૂપિયા આ કોન્સ્ટેબલને આપવા માટે આવ્યો જ્યારે એસીબીની ટીમે જોયું કે લાંચના રૂપિયા કોન્સ્ટેબલ પોતાના ખીચામાં નાખી રહ્યો છે.

આ જોતાની સાથે જ એસીબીની ટીમે આ કોન્સ્ટેબલને પકડી પાડયો હતો અને ભ્રષ્ટાચારના અધિનિયમ મુજબ તેની સામે ફરિયાદ પણ દાખલ કરી દીધી છે. અને ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે પોલીસખાતામાં જાણ થઈ કે એક પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાઈ ગયો છે.

ત્યારે આ બાબતને લઈને દરેક પોલીસ ચોકીઓમાં ચકચાર મચી ગયો હતો. એસીબીની ટીમે ટ્રેપ ગોઠવીને આ હેડ કોન્સ્ટેબલને રંગેહાથે ઝડપી પાડતા કોન્સ્ટેબલની કાળી કરતૂતો સામે આવી ગઈ હતી. હકીકતમાં જે લોકો પાસે પોલીસકર્મી કે કોઈ સરકારી અધિકારીઓ લાંચ માંગે છે તો તેવા અધિકારીઓ સામે ACB ( એન્ટી કરપ્શન બ્યુરો ) માં ફરિયાદ જરૂર નોંધાવી જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *