Breaking News

કિશન ભરવાડ કેસમાં નવો વળાંક, કનેક્શન પાકિસ્તાનથી નીકળ્યું, ગુજરાતના અનેક યુવાનો હતા ટાર્ગેટ પર…! વાંચો..!

ધંધુકાના માલધારી યુવક કિશન ભરવાડની હત્યા બાદ પોલીસ દિવસ રાત એક કરીને ઘટના પાછળના અસલી આરોપીના કનેકશનને પકડી પાડવા દમ લગાવી રહ્યા છે. ગુજરાતના પોલીસ ખાતાએ ઘણા આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે તેમજ તેમના રિમાન્ડ મંજુર કરીને સમગ્ર પોલ ખુલી કરવાની તૈયારી કરી રહી છે..

ત્યારે ગુજરાતની ATS ટીમે દિલ્હીથી ધરપકડ કરેલા મૌલાનાની પૂછતાછ કરતા ઘટનામાં કઈક નવો જ વળાંક સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં મુકેલી પોસ્ટના લીધેથી શબ્બીર ચોપડા અત્રે ઈમ્તિયાઝ નામના બે વિધર્મીઓએ કિશનને ગોળી મારીને હત્યા કરી નાખી હતી. તો જાણવા મળ્યું છે કે હત્યામાં વપરાયેલી રિવોલ્વર સહિતની તમામ સામગ્રીની વ્યવસ્થા અમદાવાદનાં મૌલવીએ કરી આપી હતી.

આ હત્યા માટે વપરાયેલી બાઇક ઈમ્તિયાઝ પઠાણ નામનો યુવક ચલાવતો હતો તેવું સામે આવ્યું છે. ઈમ્તિયાઝને હત્યા માટેના હથિયાર જમાલપુરના મૌલાના ઐયુબએ આપ્યા હતા. મોલાના ઐયુબએ આસિફ સમા નામના યુવક પાસેથી આ હથિયાર મેળવ્યા હતા. મૌલાના કમરગનીને શબ્બીર સોશિયલ મીડિયામાં ફોલોવ કરતો હતો.

કમરગનીએ એ ઐયુબનો સંપર્ક કરાવ્યો હતો. અગાઉ તેણે પણ સાજન ઓડેદરા નામના યુવક પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. કમરગની ઉસ્માની અમદાવાદ કેટલી વાર આવ્યો તેની પણ તપાસ ચાલી રહી છે. એક વાર દિલ્હી અને મુંબઇમાં શબ્બીર કમરગનીને મળ્યો હતો.

કમરગનીએ શબ્બીરને અમદાવાદના ઐયુબ જાવરાવાલા નામના મૌલાનાને સંપર્ક કરવા કહ્યું હતું. જો કે એટીએસ એસપીએ આ અંગે જણાવ્યું કે, હજી અનેક મૌલાનાઓની આ કેસમાં સંડોવણી સામે આવી શકે છે. હાલ આ અંગે તપાસ ચાલી રહી છે. જેમ જેમ નામ સામે આવશે તેમ સ્થાનિક પોલીસ સાથે સંકલન સાધીને હજી અનેક લોકોની ધરપકડ થઇ શકે છે.

આ માત્ર ગુજરાત નહી પરંતુ આંતરરાજ્ય ષડયંત્ર છે. જેમાં અલગ અલગ રાજ્યોનાં અનેક યુવાનોનું બ્રેઇનવોશ કરીને અનેક યુવાનોની હત્યા કરવાનું ષડયંત્ર છે. કમરગનીએ પુછતાછ દરમિયાન જણાવ્યું છે કે તે પાકિસ્તાનના અમુક સંગઠનો સાથે જોડાયેલો હતો. તેની સાથે તે વાતચિત કરતો હતો અને ભારતમાં જ ભારત વિરોધી પ્રોપેગેન્ડા ચલાવતો હતો..

આ ચોંકાવનારો ખુલાસો થતા જ હવે આ કેસના મુળિયા પાકિસ્તાન તરફ જતા હોઈ તેવું લાગી રહ્યું છે. ATSની ટીમ આ કેસની તપાસ ખુબ ઊંડાણ પૂર્વક કરીને કેસણા મુળિયાને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. થોડા જ સમયમાં આ કેસ અંગે કોઈ બીગ બ્રેકીંગ સમાચાર મળે તેવી આશંકાઓ છે.

આ સમાચાર કોઈપણ ધર્મ કે કોઈપણ સંપ્રદાય ને નીચા બતાવવા માટે નથી તમામ ધર્મ ને સંપ્રદાય એક બીજા નું સમ્માન કરે છે તમામ વચ્ચે પરસ્પર એકતાની ભાવના બની રહે કોઈપણ પ્રકારની જાતીય વિષમતા ફેલાવી એવી પોસ્ટ થી દૂર રહેવા વિનંતી અમારો પ્રયાસ આપને સત્ય ને સચોટ સમાચાર પોંહચાડવાનો છે

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *