શહેરમાં મહિલાઓ માટે શરૂ થયેલી અભયમ હેલ્પ લાઇનમાં ઘરેલુ કંકાસ તેમજ સાસરિયા પક્ષના ત્રાસના કારણે તેમજ પ્રેમલગ્નને પ્રેમમાં દગો મળવાને કારણે મહિલાઓને થતી માનસિક સતામણી ફરિયાદો ખૂબ વધારે માત્રામાં નોંધાઇ રહી છે. હાલ અમદાવાદ શહેરના એક વિસ્તારમાંથી દીકરીની ફરિયાદ આવી છે.
દીકરીએ અભિયમ હેલ્પલાઇન પર કોલ કરીને જણાવ્યું હતું કે તે પોતે કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. પરંતુ તેનો પરિવાર તેને અભ્યાસ કરવાની મનાઈ કરીને બળજબરીપૂર્વક તેના લગ્ન કરાવવા માંગે છે. આ બાબતની જાણ થતાની સાથે જ સભ્યોની ટીમ આ દીકરીના ઘરે પહોંચી ગઇ હતી..
અને તેનું કાઉન્સિલિંગ શરૂ કર્યું હતું. યુવતીએ જણાવ્યું કે તેના પિતા થોડાંક વરસ પહેલાં જ મૃત્યુ પામ્યા છે. હાલ તેની માતા તેમજ તેના ભાઈ ભાભી સાથે રહે છે. તે જ્યારે કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. ત્યારે પરિવારની વિરુદ્ધ જઈને અયોગ્ય કામ કર્યું હતું. જેના કારણે પરિવારે તેને અભ્યાસ છોડાવીને ઘરે બેસાડી દીધી હતી.
આ ભૂલ તેને થોડા સમય બાદ સમજાઈ ગઈ હતી. એટલા માટે તે અવારનવાર માતા તેમજ ભાઈ ભાભીની માફી માંગી હતી. છતાં પણ તેનો પરિવાર અભ્યાસ કરાવવા માટે રાજી હતો નહીં. દીકરીની માતા અને તેનો ભાઈ તેને અઠવાડિયા સુધી એક રૂમમાં પૂરી રાખતો હતો. અને જમવાનું પણ આપવામાં આવતું હતું નહીં.
આ સાથે સાથે તેને મારપીટ પણ કરવામાં આવતી હતી. અને તેની માતા કહેતી હતી કે તારા કરતાં તો મારા પેટ પરથી પથ્થર જન્મ્યો હોત તો સારું હોત. આવી બધી બાબતો કહીને તેને ત્યાં પહોંચાડતા હતા. અને ઘરને બહાર પણ કાઢી મૂકવાની ધમકીઓ આપતા હતા. આજથી થોડા દિવસ પહેલા તેના ભાઈ અને તેની માતાએ તેને ગળુ દબાવીને મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી..
અને કહ્યું હતું કે દસ જ દિવસમાં તારા લગ્ન કરાવી દેવાના છે. અભયમ ટીમ પરિવારને પણ કાઉન્સિલિંગ માં જોડાયા હતા. અને તેમને અભ્યાસનું મહત્વ સમજાવ્યું હતું. અને ત્યારબાદ તેઓએ દીકરી પર કરેલા અત્યાચારથી ગુનો નોંધયો છે. સાથે સાથે પરિવાર પણ અભિયમની ટીમ સામે સીધોદોર બની ગયો હતો..
તેમણે જણાવ્યું હતું કે તેઓ દીકરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવશે તેમજ તેનું બાકીનો અભ્યાસ પણ પૂર્ણ કરાવશે. અને જ્યાં સુધી દીકરીની ઈચ્છા ન હોય ત્યાં સુધી તેને લગ્ન કરવાનું દબાણ પણ નહીં આપે. આ તમામ બાબતોની જાણકારી પરિવારે લેખિતમાં પણ આપી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]