Breaking News

CNG અને PNG ગેસના ભાવમાં થયો મોટો વધારો, જાણો હાલના નવા ભાવ અને ક્યારે ઘટશે ભાવ…

પેટ્રોળ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારાઓ બાદ હવે CNG અને PNG ગેસના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો છે. અત્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ થોડા ઘણા સ્થાયી થયા હોઈ તેવું લાગી રહ્યું છે. ત્યારે ગેસમાં ઓક્ટોબરમાં સતત ચાર વખત વધારો કર્યા બાદ પાંચમી વખત વધારો થયો છે.

પેટ્રોલ–ડીઝલનો વિકલ્પ શોધતા વાહનચાલકો પર વર્ષના અંતમાં આર્થિક બોજ પડયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાના કારણે લોકો CNG અને ઇલેક્ટ્રિક કાર તરફ વળ્યા હતા પરંતુ CNG ના ભાવ પણ આસમાનની ઊંચાઈઓ ને અડકી જતા લોકો ભારે મુશકેલીઓ માં મુકાયા છે.

CNGના ભાવની વાત કરીએ તો અદાણી ગેસે રૂ.2નો વધારો ઝીંક્યો છે. નવો ભાવ રૂ.67.59ને આંબી ગયો છે. સાથે સાથે પીએનજીમાં પણ રૂ.67.20 સુધીનો વધારો કર્યો છે. આ ભાવ વધારાને જોઈને ગુજરાત ગેસ કંપની પણ ગેસના ભાવ મોટો વધારો કરે તેવી શક્યતા જણાઈ રહી છે.

અદાણી ગેસ દ્વારા તા.19–12થી અમલમાં આવે તે રીતે સીએનજીમાં પ્રતિ કિલો દીઠ રૂ.2નો વધારો કરવામાં આવ્યો છે. જૂનો ભાવ રૂ.65.59 હતો તે હવે વધીને રૂ.67.59 થયો છે.  અદાણી ગેસે સીએનજીમાં ડિસેમ્બર માસમાં ત્રીજી વખત વધારો કર્યો છે. સીએનજીમાં ભાવ વધવાના કારણે પેટ્રોલ–ડીઝલ છોડીને વૈક્લ્પિક ઈંધણ શોધતા વાહનચાલકો પર આર્થિક બોજ વધ્યો છે.

અદાણી ગેસે પીએનજીમાં પણ વધારો કર્યો છે. 1.60 એમએમબીટીયુ સુધીનો વપરાશ હોય તો હવે રૂ.1,145.20નો ભાવ લાગુ થશે. જે રૂ.56નો ભાવ વધારો સૂચવે છે. જ્યારે 1.60 એમએમબીટીયુથી વધુ વપરાશ હોય તો રૂ.1,374.24નો ભાવ લાગુ થશે. જે રૂ.67.20નો ભાવ વધારો સૂચવે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *