Breaking News

સિવિલ હોસ્પિટલના ડોકટરે વિધવા મહિલાને ૫૦ ફૂટ જેટલી ઘસેડી – શું મહિલાને યોગ્ય ન્યાય મળશે? જાણો!

કોરોનાના સમયમાં લોકો આર્થિક રીતે કંગાળ બની ગયા છે. ત્યારે સૌ કોઈ પોતાના પરિવારના ગુજરાન ચલાવવા માટે ટનતોડ મેહનતથી કામ-ધંધો કરતા હોઈ છે. પોતાના બાળકોને સારું શિક્ષણ મળી રહે, આરોગ્યની સારી સેવાઓ મળી રહે તેવી સૌ કોઈની ઈચ્છા હોઈ છે અને લોકો તેના માટે પુરતા પ્રયાસો પણ કરતા હોઈ છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જે વાંચીને તમારું પણ હદય કંપી ઉઠશે. જી હા મિત્રો અમે વાત કરી કર્યા છીએ એક વિધવા મહિલા સાથે થયેલા દુર્વ્યવહારની. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કેમ્પસ વિસ્તારમાં એક મહિલા પાથરણું પાથરીને પોતાના નિરાધાર પરિવારનું ગુજરા ચલાવવા માટે હાથ રૂમાલ વેચતી હતી.

સિવિલ હોસ્પિટલના એક ડોકટરે અ મહિલા સાથે એ પ્રકારનું ગેરવર્તણુક કરી કે જેનો વિડીયો સોસીયલ મીડિયા પર વાયરલ થતા લોકો એ ડોકટર પર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. તમે એ વિડીયો જોશો તો તમને પણ ડાયા આવી જશે આ મહિલા પર. વિડીયો તમે નીચે નિહાળી શકો છો. સમગ્ર બાબત જાણવા માટે અમારી સાથે આ લેખ વાચતા રહો.

ડોકટરે મહિલાને ૫૦ ફૂટ જેટલી જમીન પર ઘસડી નાખી : ગાંધીનગરમાં કાચા પતરાવાળા મકાનમાં રેહતી એક વિધવા બહેન કે જેનું નામ ઝરીના સુભાન કટિયા છે. તેઓ રોજ હાથ રૂમાલ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ દરરોજની જેમ જ એ દિવસે પણ હાથ રૂમાલ વેચી રહ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં કોઈપણ પ્રકારનો વેપાર ધંધો કરવાની મનાઈ હોઈ છે. તેથી સિવિલ હોસ્પિટલના હેડ ડોક્ટર વીકી પરીખ ત્યાં આવીને મહિલા સાથે માથાકૂટ કરીને મહિલાની હાથમાં રહેલો થેલો ફેકી દેવાની કોશિશ કરે છે.

મહિલા ઝરીના બહેન એ થેલાને પકડી રાખે છે તો ડોકટરે મહિલાને એ થેલાની સાથે સાથે ૫૦ ફૂટ જેટલા અંતરમાં ઘસેડી નાખી હતી. તેથી તેઓને શરીરે ઘસવાથી નોર્મલ ઈજા થઈ હતી. પરતું કોઇપણ નિરાધાર મહિલાની સાથે આ પ્રકારની વર્તણુક કેટલી હદે યોગ્ય? આ એક ચર્ચાનો પ્રશ્ન છે.

ડોકટર સાહેબનું આ કૃત્ય વર્તન જોઈને ત્યાં ઉભેલા લોકોને પણ ડોક્ટર પ્રત્યે મતભેદો જન્મી ગયા હતા. આ વિડીયો વાયરલ થતા સિવિલ પ્રસાશન પણ એક્શન મોડમાં આવી ગયુ છે. સિવિલ પ્રસાશન એ ડોકટર વીકી પરીખનું નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથે ધરશે એવી જાણવા મળી રહ્યું છે.

ઝરીના બહેને વ્યક્ત કર્યુ પોતાનું દુઃખ : મહિલા ઝરીના બહેને જણાવ્યું કે હું રોજ વેપાર કરવા માટે બેસું છું પરતું વરસાદના કારણે હું ગેટની નીચે બેઠી હતી તો ડોક્ટર સાહેબ આવીને માને ગાળો બોલવા લાગ્યા તેમજ મારો સમાન ઉપાડીને ફેકવા લાગ્યા. મેં સમાનને પકડી રાખ્યો અને મને સમાન ની સાથે સાથે ૫૦ ફીટ જેટલી જમીન સાથે ઘસડી નાખી.

ડોકટર સાહેબની આ ખરાબ હરકતોનો વિડીયો થઈ ગયો વાયરલ : સિવિલ હોસ્પિટલમાં બનેલી આ અમાનવીય અને સાવ નીચલી કક્ષાની પ્રવુતિને એક જાગૃત અને સમજદાર નાગરિકે પટના કેમેરામાં કેદ કરી લીધી હતી. જેનો વિડીયો સોસીયલ મીડિયા મારફતે વાયરલ કરવામાં આવ્યો હતો. વિડીયો વાયરલ થતાની સ્તાહે જ લકો ડોકટર પ્રત્યે બળાપો વ્યક્ત કરી રહ્યા છે. વિધવા મહિલા ઝરીના બહેને ડોક્ટરની વિરુદ્ધ અરજી આપી હતી.

સિવિલ પ્રશાશને ડોક્ટરનું નિવેદન લીધું : સિવિલ હોસ્પિટલના પ્રેસિડેન્ટ નિયતિ બહેને જણાવ્યું હતું કે વીકી પરીખ પાસે તે મહિલાને ઘસડી નાખવાની કોઈ સત્તા રહેલી નથી. તેથી અમે કમિટી બનાવીને ડો.વીકી પરીખનું નિવેદન લીધું છે. અને નિવેદનને કમિટી સુધી મોકલી આપ્યું છે. હવે તે કમિટી પોતાના નિર્ણયો મુજબ ડોકટર સામે કાર્યવાહી કરશે તેવી જાણવા મળી રહ્યું છે.

video source by : Zee 24 kalak

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *