Breaking News

સીટી બસના ડ્રાઈવરને ખેંચ આવતા ચાલુ બસ પુરઝડપે કારને ટક્કર મારીને હોટેલમાં ઘુસી ગઈ, મચી ગઈ અફરાતફરી..!

દરેક શહેરોના ભીડવાળા વિસ્તારોમાં અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. પરંતુ જો કોઈ ભારે વાહન અકસ્માત સર્જી જો તેનો આ બનાવ ખૂબ જ ચર્ચામાં આવતો હોય છે. સુરતમાં સીટી બસની સેવા ખૂબ સારી રીતે ચાલે છે. સુરતના દરેક લોકો સિટી બસનો ઉપયોગ કરે છે..

પરંતુ હાલ સીટી બસને લઈને ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. અવારનવાર સમાચાર સામે આવતા હોય છે કે સીટી બસની સર્વિસ ના થવાને કારણે સિટી બસમાંથી કાળા ધુમાડા નીકળે છે. છતા પણ તંત્ર ઊંઘતું રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અને હાલ સિટી બસના ડ્રાઇવરને ચાલુ બસે ખેંચ આવી જતા બસના સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી હતું..

અને બસ એક કારને ટક્કર મારીને હોટલમાં ઘુસી ગઈ હતી. આ બનાવો સુરતમાં ચાલતી 126 નંબરની સીટી બસ સાથે બની છે. આ બસ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીથી રેલવે સ્ટેશન તરફ આવે છે. દિલ્હી ગેટ સ્ટેશન વિસ્તાર પાસે સીટી બસ પહોંચી ત્યારે ડ્રાઇવર ને અચાનક જ ખેંચ આવી ગઈ હતી.

અને તે બેભાન થઈ ગયો હતો. એવામાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધું હતું. અને સીટી બસ પૂરઝડપે નજીકમાં આવેલી એક હોટલના એન્ટ્રી ગેટ પર જઈને ટકરાઈ હતી. જ્યાં બસનો આગળનો ભાગ કુચા બોલીને હોટલ માં ઘુસી ગયો હતો. ત્યારે તેની પાસે પડેલી એક વેગેનાર કારને ધડાકાભેર અથડાઈ હતી. કારના પણ પડીકા વાળી દીધા હતા.

અકસ્માત સર્જાતાની સાથે લોકોનું ટોળુ એકઠુ થઇ ગયુ હતું. અને જોતજોતામાં તો બંને બાજુના રસ્તા ઉપર એટલા બધા લોકો દોડી આવ્યા હતા કે, જેના પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો. ઘણા બધા લોકો ઘટના સ્થળેથી પસાર થતાં પુલ ઉપર ચડીને પણ આ દ્રશ્ય જોવા લાગ્યા હતા..

તાબડતોબ મહા મહેનતે ડ્રાઈવરને બેભાન અવસ્થામાં બસમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. અને તાત્કાલિક ધોરણે ૧૦૮ને બોલાવી ને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બસમાં સવાર તમામ પેસેન્જરો વારાફરતી એક પછી એક નીચે ઉતારવામાં આવ્યા હતા..

સદનસીબે પેસેન્જર માંથી કોઈપણ વ્યક્તિને જાનહાની થઈ નથી. બસના કંડક્ટરે જણાવ્યું છે કે, બસના ડ્રાઇવરને એકાએક ખેંચ આવી હતી. જેના પગલે આ અકસ્માત સર્જાયો છે. પરંતુ ભગવાનની દયાથી હાલ એક પણ વ્યક્તિને ખરોચ આવી નથી. આ હોટેલની નજીક વેગેનાર કાર પાર્ક કરી હતી.

જે સીટી બસની અડફેટે આવી જતા કારણે ખૂબ જ નુકસાન થયું છે. ઘરમાં પણ કોઈપણ વ્યક્તિ બેસેલુ ન હોવાથી કોઈ ખરાબ સમાચાર સામે આવ્યા નથી. આ ઘટનાને લઇને 108 ની સાથે સાથે પોલીસની ગાડીઓ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. સિટી બસના ડ્રાઇવરને બેભાન હાલતમાં જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે..

આ બનાવ દિલ્હી ગેટ સ્ટેશન વિસ્તાર પાસે બન્યો છે. અકસ્માતનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. જેને જોયા બાદ સૌ કોઈ લોકો હચમચી ગયા છે. આ ભયંકર અકસ્માતમાં અડફેટે જો કોઈ વ્યક્તિ આવી ગયો હોત તો આજે કંઈક જુદો જ બનાવ સામે આવ્યો હોત પરંતુ ભગવાનની દયાથી હાલ કોઈ પણ પ્રકારની જાનહાનિનો મામલો સામે આવ્યો નથી.. પરંતુ આ અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *