Breaking News

ચોરી કરવા ગયેલા ચોર ઉપર ACનું મશીન પડતા મોત ..! કુદરતે આપ્યો કમકમાટી ભર્યો જવાબ..!.. વાંચો..

કહેવાઈ છે કે હાથના કરેલા હૈયે વાગે પરતું આ કેસ માં હાથના કરેલા હૈયે નહી માથે વાગ્યા અને યુવકનું મોત નીપજ્યું છે. આજકાલ ચોરી અને લુંટ ફાટના ગુનાઓએ વેગ પકડયો છે. રોજ ન્યુઝ પેપર ખોલતા જ 5 જેટલા કેસો તો દેખાઈ આવે જ ..!

સુરતના રાંદેર વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે જે વાંચીને તમને પણ એવું થશે કે આ યુવકના નસીબ જ નથી. તેમજ તેની હરકતો જોઈને ખુદ ભગવાને તેને સજા આપી દીધી છે.

સુરતમાં ચોરીની અજીબો ગરીબ ઘટના સામે આવી છે. જેના વિષે સાંભળીને તમે પણ હસવા લાગશો. સુરતના રાંદેર વિસ્તારમાં ચોરીની ઘટનાને લઇને હાલ ચકચાર મચી ગયો છે. અહીંયા એક પતિ અને પત્ની રાંદેરમાં આવેલ ભેરૂનાથ જ્વેલર્સમાં સાથે ચોરી કરવા ઘસિ આવ્યા હતા.

ચોરએ તે જ્વેલર્સમાંથી એસીનું વજનદાર મશીન ચોરી કરીને બહાર કાઢતો હતો.એ સમયે તેણે ઉંચકેલા વજનદાર મશીનને લીધે ચોર એક પગથિયું ચૂકી જતાં મશીન તેની ઉપર પડ્યું હતું. ચોર મશીનની નીચે દબાઈ ગયો હોવાથી ત્યાં જ તેનું મોત નીપજ્યું હતું.

આ જ્વેલર્સ પાસેના કમ્પાઉન્ડમાં તેનો મૃતદેહ મળી આવતાં ત્યાંના લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે CCTV ચેક કરીને તપાસ શરૂ કરી હતી.

પોલીસે CCTV ચેક કરતાં ચોરી કરવા આવેલો મૃતક આકાશ સલામ શેખ જ્વેલર્સની દુકાનની છત પરથી એસીનું આઉટડોર મશીન ચોરીને પગથિયા ઉતરતો દેખાયો હતો. આ દરમિયાન તે પગથિયું ચૂકી જતાં મશીન તેની ઉપર પડ્યું હતું અને તે મશીન નીચે દબાઈ જતાં તેનું મોત થયું હતું.

આ ઘટનાથી પોલીસ પણ આશ્ચર્યચક્તિ થઈ ગઈ હતી. 22મીની રાત્રે અંદાજે 2 વાગ્યે ચોર સામાન ચોરીને નીકળતો હોવાનું CCTVમાં કેદ થયું છે.

મૃતક ચોર ફૂલવાડી નહેરુનગરનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. હાલ મૃતદેહ સિવિલના પોસ્ટ મોર્ટમ રૂમમાં મૂકી પૂછપરછ હાથ ધરાઈ છે. આકાશની પત્નીને હાલ અટકમાં લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

આ ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર ભારે મજાક મસ્તી કરી રહ્યા છે અને વિવિધ પ્રકારની ટીપ્પણીઓ પણ કરી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *