Breaking News

ચોરી કરેલી બેગમાં કશું નથી એમ માની નદીમાં ફેંકી દીધી, બીજે દિવસે સવારે છાપું વાંચી ત્યારે ખબર પડી કે બેગ માં તો….

દિવસ ઉગતાની સાથે લોકો પોત-પોતાના કામ ધંધા સાથે જોડાતા હોય છે પરંતુ આપણી વચ્ચે જ અમુક લોકો એવા પણ છે કે જે દરેક માટે મુશ્કેલીઓ ઉભી કરતા હોઈ છે. દિવસ રાત લોકો તનતોડ મહેનત કરીને ઘર પરિવાર સંસાર ચલાવે છે અને રાજી ખુશીથી જીવન જીવે છે પરતું અમુક લોકોની કાળી કરતૂતોને કારણે સામાન્ય વ્યક્તિની પરસેવાની કમાણી વેડફાય જતી હોઈ છે.

ક્યારેક ક્યારેક તો મનમાં વિચાર પણ આવવા લાગે કે અન્ય વ્યક્તિની સફળતા સહન ન થવાને કારણે શા માટે લોકો એકબીજાને પગ પકડીને ખેંચ તાણ કરવામાં લાગી ગયા છે.? મૂળ જશાપર ગામના વાતની અને છેલ્લા કેટલાક સમયથી શહેરમાં રેહતા જગમોહન ભાઈ તિરુમાલા વિસ્તારમાં આવેલી પંચધામ સોસાયટીમાં રહે છે.

જગમોહનભાઈ હીરાનો ખુબ જ મોટો વેપાર કરે છે. તેઓ એક દિવસ સાંજના સમયે ઓફિસેથી ઘરે આવ્યા ત્યારે તેમની સાથે ઓફીસમાં રહેલા 15 લાખ રૂપિયાના કુલ 13 હીરા અને એક લેપટોપ એક નાનકડા બેગની અંદર મૂકીને લાવ્યા હતા. તેઓ તેમની પાસે રહેલું જોખમ લોકરમાં મુકતા હતા.

પરતું આ જોખમને સાચવવા માટે તેઓ ઘરે લાવ્યા અને બીજે જ દિવસે માથે હાથ મૂકીને રોવાનો વારો આવી ગયો હતો.  તેમણે આ  હીરા અને લેપટોપ ભરેલી બેગ બેડરૂમમાં મૂકી હતી. અને ભોજન કર્યા બાદ સુઈ ગયા હતા. સાંજના સમયે હવાની અવરજવર થાય એટલા માટે તેઓએ બેડરૂમની બારી ખુલી રાખી હતી.

અને આ વાતનો મોકો ઉઠાવીને ચોર લુંટારા તેમની સોસાયટીમાં દાખલ થઈ ગયા હતા. અને આ બેગ લઈને ભાગી ગયા હતા. બેગમાંથી ચોરોએ ચેકબુક અને પાસપોર્ટ ઘરની પાસે જ ફેંકી દીધાં હતા. અને ત્યારબાદ આ બેગ લઈને ભાગવા લાગ્યા હતા, બીજે દિવસે સવારે પરિવારને જ્યારે ખબર પડી કે બારીમાંથી ચોર ચોરી કરીને બેગને લઈને જતા રહ્યા છે ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા..

જગમોહન ભાઈએ રડતા રડતા પોલીસ પાસે જઈને 15 લાખ રૂપિયાના હીરા તેમજ લેપટોપ અને ઓફીસનો ફોન મળીને કુલ 15.45 લાખ રૂપિયાની ચોરીની થયાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ક્રાઈમ બ્રાંચને બાતમી મળી ગઈ હતી કે આ ચોરીની ઘટના પાછળ રંગા રામજી નામના ચોરનો હાથ છે.

અને આ ઘટનામાં મુકેશ મુખી નામના વ્યક્તિએ પણ તેને સાથ આપ્યો છે.  આ બંને ચોર ત્યાં નજીકના જ વિસ્તારના રહેવાસી છે, એટલા માટે જાળ બીછાવીને બંનેને પકડી પાડવામાં આવ્યા હતા. આ ચોરોને જયારે વધુ તપાસ માટે પોલીસની સામે બેસારવામાં આવ્યા ત્યારે ચોરોએ જે કબુલાત કરી તેનાથી પોલીસ અધિકારી પણ ચોંકી ઉઠ્યા હતા…

આ બંને ચોરોએ કહ્યું કે તેમને જાણકારી ન હતી કે આ બેગની અંદર લાખો રૂપિયાના હીરા છે. તેમણે આ બેગની અંદરથી મોબાઈલ અને લેપટોપ કાઢી લીધા બાદ આ બેગને નદીના પુલ ઉપરથી નીચે ફેંકી દીધું હતું. જ્યારે ત્રીજા દિવસે સવારમાં અખબાર વાંચ્યું ત્યારે તેઓને ખબર પડી કે આ બેગની અંદર ખુબ જ મોટો માલ સામાન હતો..

પરતું તેઓને જાણ કારી ન રેહતા આ બેગને તેઓએ નદીમાં ફેંકી દીધું હતું. ચોરો એ ચોરી તો કરી પણ ચોરી કરેલી સાચી અમાનતને સાચવી શક્યા નહિ એટલા માટે આ હીરા નદીના પાણીમાં પડેલા બેગમાં વહી ગયા હતા. આ ઘટનાની અંદર પકડાયેલા રીઢા ચોરો અગાઉ પણ પોલીસની હાથે ચડી ગયેલા છે.

આ વખતે તેમની કડક પૂછપરછ અને નિયમોથી ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓએ નદીમાં જે બેગ ફેંકી દીધી હતી તેમાં 15 લાખના હીરા હતા, કિંમત ખબ જ વધુ હોવાને કારણે પોલીસને મળેલી માહિતી મુજબ તેઓ ચોરો દ્વારા ફેંકાયેલી આ હીરાની બેગ શોધી રહી છે. હજુ સુધી નદીના પાણીમાંથી બેગનો કોઇપણ પુરાવો તેમને મળ્યો નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *