Breaking News

ચોર લુંટારાઓની એટલી હિંમત કે ખુદ IPSના ઘરે પડેલી ગાડીઓમાંથી પેટ્રોલ બુચ મારી ગયા, અને પછી તો જે થયું તે જાણીને હોશ ઉડી જશે..!

જે લોકોને ભગવાને હાથ, પગ, આંખ અને બુદ્ધિ આપી છે. તેવા લોકોમાંથી અમુક લોકો સારો નોકરી ધંધો કરવાની બદલે એવા રવાડે ચડી જતા હોય છે કે, જે ઘટના તેમના પરિવારજનો માટે ખૂબ જ ચોંકાવનારી સાબિત થઈ જતી હોય છે. અત્યારે મધ્યપ્રદેશના સતનામાંથી એક એવી હચમચાવી દેતી ઘટના સાબિત થઈ ગઈ છે કે, આ ઘટના બન્યા બાદ સૌ કોઈ લોકો કહેવા લાગ્યા છે કે..

જો રક્ષકના ઘરે જ બરાબર સુરક્ષા ન હોય તો અન્ય નાગરિકોનું રક્ષણ કરનાર આ અધિકારીઓ કેવી રીતે શહેરની સુરક્ષા પૂરી પાડશે.. સતના વિસ્તારના રાજેન્દ્રનગરમાં આવેલી ગલી નંબર ત્રણમાં IPS અને SP મુરેના આશુતોષ બાગરીનો બંગલો આવેલો છે. તેઓ રાતના લગભગ સવા એક વાગ્યા આસપાસ સૂઈ ગયા હતા…

ત્યારબાદ તેમના બંગલા ઉપર ચોર ત્રાટકી પડ્યા હતા. તેમના ઘરના પાર્કિંગની અંદર ચારથી પાંચ બાઈક પડી હતી. જેમાંથી દરેક બાઇકની અંદરથી અંદાજે ચાર લીટર જેટલું પેટ્રોલ ચોરીને ચોર દિવાલ કૂદીને ભાગી ગયા છે. આ તમામ ઘટના જ્યારે બીજા દિવસે તેઓ બાઈક ચાલુ કરતા હતા. ત્યારે જોયું તો પેટ્રોલની નળી તૂટેલી હતી..

અને બાઈકની અંદરથી પેટ્રોલ પણ ગાયબ હતું. એટલે તરત જ તેઓએ તેમની પાર્કિંગમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ત્યારે તેની અંદર ચોર લુટારા દેખાયા હતા કે, જે તેમના પાર્કિંગમાં પડેલી ચારથી પાંચ બાઇકમાંથી પેટ્રોલ ચોરીને ભાગી રહ્યા છે. ત્યારબાદ તેઓએ આ ચોર લુંટારાને પકડવા માટે ટીમો બનાવી દીધી હતી અને કોઈપણ કાળે આ લૂંટારા ને પકડી પાડી તેને બરાબરનું મેથીપાક ચખાડીને ક્યારેય પણ અન્ય વ્યક્તિ સાથે આવી ઘટના ન બને એ માટેની કામગીરી શરૂ કરી દીધી હતી..

આ સીસીટીવી વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં આશુતોષ બાગરીના ઘરેથી ચોર પેટ્રોલ ચોરી કરીને જતો રહે છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, આ ચોર લૂંટારાની હિંમત કેટલી બધી હશે કે, તે આઈપીએસ અધિકારીના ઘરેથી ચોરી કરવામાં સફળ થયો છે..

અને તેને સહેજ પણ ડર કે ભયનો માહોલ લાગ્યો નથી, આવા ચોર લૂંટારાઓના મનોબળને તોડવા માટે પોલીસ અધિકારીએ તેને બરાબરનો મેથીપાક ચખાડવો જોઈએ. જેથી કરી શહેરના અન્ય નાગરિકો સુખ ચેનથી જિંદગી જીવી શકે અને આવા ચોર લૂંટારાઓથી રક્ષણ મેળવી શકે…

આગળ પણ એક ચોરીની ખૂબ જ હચમચાવી દેતી ઘટના સામે આવી હતી કે, જેમાં પોલીસ અધિકારીના ઘરે સુરંગ ખોદીને ચોર ઘુસી આવ્યા હતા અને અંદર રહેલા કીમતી દાગીના તેમજ રોકડ રૂપિયા ચોરીને ગાયબ થઈ ગયા હતા. હાલ આ પેટ્રોલ ચોરનારા ચોર લૂંટારાઓની શોધખોળ કરવા માટે પોલીસનો કાફલો કામે લાગી ગયો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *