ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ અનિયમિત રીતે અતિભારે રહ્યું છે. શરૂઆતમાં ઝાપટાં રૂપી વરસાદ પડ્યો હતો. જેમાં ખેડૂતોએ બિ વાવી દીધા હતા. અને સારા વરસાદની રાહ જોઇ રહ્યા હતા. પરંતુ એક મહિના સુધી વરસાદે ડોકયુ પણ ન કર્યું હતું. ઠેકાણે ઠેકાણે દુકાન એંધાણ વરતાય રહ્યા હતા.
ત્યારે અચાનક જ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ધનાધન વરસાદ વરસવા લાગ્યો હતો અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પાણી પાણી કરી મૂકયું હતું. તેમજ રાજ્યના મોટાભાગના જળાશયો પણ ભરી દીધા હતા. ગુજરાતમાં મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાત માં મધ્યમ વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો સાંબેલાધાર વરસ્યો છે. તેમજ કચ્છમાં નહિવત વરસ્યો છે.
હવે ગુજરાતમાં ચોમાસુ પૂર્ણ થવાના આરે છે. ત્યારે હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું છે કે ગુજરાતમાં 6 ઓક્ટોબરથી ચોમાસુ વિદાય લઇ લેશે. પરંતુ વિદાય લેતા લેતા આગામી પાંચ દિવસ સુધી નહિવત વરસાદ વરસી ને જશે.
અત્યારે ગુજરાતમાં અતિ ભારે વરસાદી માહોલ બન્યો છે ગુલાબ વાવાઝોડાના કારણે રાજ્યભરમાં સારો વરસાદ વરસ્યો છે. જોકે અતિભારે વરસાદ વરસતા ખેતીમાં ભારે નુકસાન દેખાઈ રહ્યું છે, તેમજ વાવાઝોડું શાહીન ગુજરાતના દરિયાકાંઠે ટરાવવાનું છે. જેના લીધે નુકશાન આંકડાઓ હજુ પણ વધશે તેવી આશંકાઓ છે.
શાહીન વાવાઝોડું ગુજરાતમાં દરિયાકાંઠેથી 400 કિલોમીટર દૂર છે વાવાઝોડું પસાર થઇ ગયા બાદ 6 તારીખથી ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઇ રહ્યું છે. ત્યારે તે પોતાનો અંતિમ પરચો નહિવત વરસાદ વરસી ને બતાવશે કેવું હવામાન વિભાગે જણાવ્યું છે.
ગુજરાતમાં ચોમાસુ પૂર્ણ થવાની તારીખ હવામાન વિભાગે જણાવ્યું એટલે રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર રૂપે માની શકાય છે. કારણ કે આ વર્ષના વરસાદ માં ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે. કપાસ, મગફળી ના પાકોમાં લાખોથી કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે.
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાએ મન મુકીને વરસ્યા છે જેથી મોસમનો સરેરાશ 94% વરસાદ નોંધાઈ ગયો છે. જ્યારે જૂન મહિનાથી લઈને ઓગસ્ટ મહિના સુધી માત્ર ૧૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. જેથી વરસાદી પાણીની ખૂબ જ પડશે તેવું લાગી રહ્યું હતું પરંતુ વરસાદ એટલો બધો પડ્યો કે તેની ઘટ નહીં પણ હવે તો બધી પડ્યો છે.
આગામી 5 દિવસ માટે ગુજરાતમાં શાહીન વાવાઝોડાને પગલે મોટી આગાહી આપવામાં આવી છે. જે હવામન વિભાગ અને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા જીલ્લામાં ભારે વરસાદ જયારે મધ્ય ગુજરાતના વડોદરા,અમદવાદ, આણંદમાં મધ્યમ વરસાદ નોંધાશે.
તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસશે. જેમાં ખાસ કરીને રાજકોટ અને જુનાગઢનો સમાવેશ થાય છે. રાજકોટમાં અ વર્ષે સૌહી વધારે વરસાદ પડ્યો છે. તેમજ દક્ષીણ ગુજરાતના વલસાડ અને સુરતમાં પણ ખુબ જ વધારે વરસાદ પડ્યો છે. સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]