Breaking News

ચોમાસું જતા જતા ભારેથી અતિભારે વરસશે તેવી અંબાલાલની આગાહી, વાંચો ક્યા દેખાશે મેઘરાજાના પરછમ..!

ગુજરાતમાં હાલ તો ઠંડુ અને ધોધમાર વરસાદ પડે તેવું વાદળછાયું વાતાવરણ જામેલું છે. આ વાતાવરણને જોતા એવું લાગે છે કે વરસાદની સિઝન પૂરી થાય એ પહેલા મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરીને વિદાય લેશે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આ વર્ષનું ચોમાસું 6 કે 7 તારીખ આજુબાજુ વિદાય લેશે.

એવું જણાવ્યું છે તેમજ વધુમાં કહ્યું છે કે 6 કે 7 તરીકે વિદાય લીધા બાદ પણ સંપૂર્ણ રીતે વરસાદ નહીં જાય. પરંતુ જુદા જુદા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ધીમો ધીમો વરસતો રહેશે. તો બીજી બાજુ નવરાત્રી નજીક આવતા જ ખેલૈયાઓને બીક છે કે વરસાદ નવરાત્રિ નો બગાડે કારણકે છેલ્લા બે વર્ષથી ખેલૈયાઓ ગરબે ઘૂમી શક્યા નથી.

તેથી આ વર્ષે તેઓ પાછળના બે વરસ નું સાટું વાળવા માટે ખૂબ જ ઉત્સાહી છે. હવામાન વિભાગે જણાવી દીધું છે કે નવરાત્રિનો તહેવાર દરમિયાન કોઇ સિસ્ટમ સક્રિય થવાની નથી. તેથી વરસાદ આવવાની કોઇ પણ આશા રહેલી નથી. પરંતુ નવરાત્રી પહેલા વરસાદ એનો પરચો બતાવી દેશે તેવું જણાઈ રહ્યું છે.

દર વર્ષે જ્યારે મેઘરાજા વિદાય લે છે ત્યારે કડાકા-ભડાકા સાથે સાંબેલાધાર વરસાદને વિદાય લેતા હોય છે. તેવી જ રીતે આ વર્ષે પણ વિદાય લેશે. ગઈકાલે ભાવનગર જિલ્લાના ઘણા તાલુકાઓમાં અતિભારે વરસાદ વરસ્યો હતો.

તેમજ ભરૃચ જિલ્લામાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. તેમજ ધારી, રાજુલા તેમજ સાવરકુંડલાના ઘણા બધા ગામોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. ત્યારબાદ હળવો થી ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં એક પણ બનાવ બન્યો હતો.

સાવરકુંડલા ના ગોરડકા ગામે ખેતરમાં વીજળી પડતાં એક બળદનું મોત નિપજયું હતું. જેના કારણે ખેડૂત પરિવાર ચિંતામાં મુકાઇ ગયો છે. ગઈકાલે મધ્ય ગુજરાત ના છોટાઉદેપુર બોડેલી પંથકમાં પણ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેથી બોડેલી, ઢોકલીયા, અલીપુરા તેમજ તેની આસપાસના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગ અને ગુજરાતના હવામાન નિષ્ણાતો ના મત મુજબ મેઘરાજા વિદાય લે તે પહેલા દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી,ડાંગ, ભરૂચ અને નર્મદામાં મધ્યમ વરસાદ વરસશે..

જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી ઝાપટાઓ પડશે. તેમજ પવન ફૂંકાશે. તો મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, પંચમહાલ, નડિયાદ તેમજ વડોદરામાં ભારે વરસાદની આગાહી કરી છે…. ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા હળવો થી મધ્યમ વરસાદ પડશે તેવી શક્યતાઓ રહેલી છે..

આપણે આશા રાખીએ કે હવામાન વિભાગના જણાવ્યા મુજબ 6 કે 7 તારીખ આસપાસ મેઘરાજા વિદાય લઈ લેશે અને ખેલૈયાઓ ફુલ મોજ થી નવરાત્રીમાં દાંડિયા ખેલી શકે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *