Breaking News

ચોમાસાને લઈને આવી મોટી આગાહી, ગ્રહના વર્તારા પરથી ચોમાસાની સચોટ આગાહી, ખેડૂતો ખાસ વાંચે..!

ગુજરાતના ખેડૂતો માટે ખેતીની સિઝન ખૂબ જ મુશ્કેલ ભરી રહી છે. કારણ કે શિયાળો હોય કે ઉનાળો માવઠું, વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેડૂતનો સાથ મૂક્યો નથી. ચોમાસામાં પણ જે જગ્યાએ વરસાદ પડે તે જગ્યા પર વરસાદનો ઢગલો થઈ જતો હતો અને અમુક જગ્યાએ માત્ર ઝાપટાં રૂપે વરસાદ પડતો હતો..

એટલે કે ચોમાસું એકદમ અનિયમિત રહ્યું હતું. પરંતુ આ વર્ષનું ચોમાસું કેવું રહેશે..? તે અંગે ખૂબ મોટી આગાહી આવી ગઈ છે. આગાહી આવતાની સાથે જ ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. કારણકે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસુ ખેડૂતોને રડાવવા જઈ રહ્યું છે. એટલે કે સમગ્ર દેશમાં ચોમાસુ સારુ રહેશે પરંતુ ગુજરાતમાં ચોમાસું નબળું રહેવાની શક્યતાઓ રહેલી છે.

આગાહી મુજબ જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષનું ચોમાસુ ગુજરાતમાં ત્રણ તબક્કામાં રહેશે. જેમાં જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી ૩૫ ટકાથી લઈ ૬૦ ટકા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. પાછળના બે વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓછો વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી આપી છે..

જો આ વર્ષે વરસાદ નું પ્રમાણ ઓછું હશે તો ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી સહન કરવી પડશે. કારણ કે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના પણ અમુક અમુક જિલ્લાઓમાં પાણીના જળસ્તર નીચે જવા લાગ્યા છે. તેમજ અંતરિયાળ ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યાઓ પણ સામે આવી છે.

ચેકડેમ તળાવ અને નદીઓમાં પાણી સુકાઇ જતાં પીવાના પાણી તેમજ ઘર વપરાશના પાણી માટે પણ વલખા મારવાની પરિસ્થિતિઓ સામે આવી ગઈ છે. એમાં પણ જો આ વર્ષે વરસાદ ઓછો થશે તો ફરી એકવાર પીવાના પાણીની સમસ્યા ઊભી થશે. આ સાથે જ અત્યારે ઉનાળો ગરમીના ગરમ અગનગોળા વરસાવી રહ્યો છે. છતાં પણ આ વર્ષનું ચોમાસું નબળું જવાની શક્યતાઓ રહેલી છે.

હાલ રાજ્યમાં ભયંકર ગરમી અનુભવાઇ રહી છે. જેમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સાથે સાથે મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થઈ ગયો છે. હજુ આગામી દિવસોમાં પણ આ કાળઝાળ ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે..

તેમજ વરસાદના ઓછા પ્રમાણને લીધે ભૂગર્ભ જળ ની સપાટીમાં પણ લાંબો ટુકો ફેરફાર જોવા મળશે. જો વરસાદ ઓછો થશે તો તેની સીધી અસર ખેતીના પાકો ઉપર પડશે. કારણ કે ઓછા વરસાદને પગલે ખેતરમાં પાકને જરૂરી પાણી મળી રહેતું નથી. આ ઉપરાંત નદી, તળાવ, કુવા અને બોરવેલમાં પણ પાણીનો જથ્થો ઓછો હોવાને કારણે સિંચાઈમાં પણ પ્રશ્નો ઉભા થશે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તર ભારત દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના રાજ્યોમાં ચોમાસું સારું વર્ષમાં જઈ રહ્યું છે. જ્યારે પશ્ચિમ ભારતના રાજ્યો એટલેકે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરેમાં ચોમાસું એકંદરે નબળું દેખાશે એટલે કે પાછળના બે વર્ષની સરખામણીમાં ઓછો વરસાદ થશે.. ત્યારે માવઠા કમોસમી વરસાદ અને વાવાઝોડાના પ્રમાણ વધારે રહેશે એટલે કે ખેડૂતોને ફરી એકવાર મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *