Breaking News

ચોકલેટની લાલચ આપીને 68 વર્ષના દુકાનદારે સગીરાને દુકાનની અંદર બોલાવી શારીરિક અડપલાં કર્યા, વાંચી રુંવાડા બેઠા થઈ જશે..!

ગુજરાતમાં ગુનાખોરીએ દિવસેને દિવસે વધી રહી છે આ ઉપરાંત પણ નાની દીકરીઓને લાલચ આપીને ફોસલાવી લેવાની આવડતથી નરાધમ યુવકો બાળકીની જિંદગી ખરાબ કરી નાખવાના કિસ્સાઓ દીન પ્રતિ દીન વધ્યા જ કરે છે. ગુજરાતમાં દુ.ષ્ક.ર્મ. શારીરિક અડપલા, હત્યા, આત્મહત્યા તેમજ લૂંટફાટના કેસો નોંધાતાની સાથે જ આપણા પણ મગજમાં એક ઘૃણા ઉદ્ધભવતી જ હોય છે.

કારણ કે સમગ્ર રાજ્યની જો વાત કરવામાં આવે તો ગુનાખોરીએ તો માઝા જ મૂકી દીધી હોય એવું લાગી રહ્યું છે. જુદા જુદા પ્રકારના ગુનાઓ કરતા આરોપીમાં પોલીસનો ડર ધીમે ધીમેથી સાવ ખતમ થઈ જતો હોય તેવું પણ લાગી રહ્યું છે, આ કિસ્સાઓ પર હંમેશા ને માટે રોક લગાવવા માટે પોલીસ ખડેપગે બધી જ મહેનતો કરે છે. છતાં પણ આ નરાધમ યુવક સુધરવાનું નામ નથી લઈ રહ્યા.

હાલમાં એવી જે ઘટનાને ફરી વખત પુનરાવર્તન કરતો કિસ્સો સામે આવ્યો છે જેની વિસ્તાર વાત કરવામાં આવે તો વાપી તાલુકામાં આવેલા ડુંગરા પોલીસ મથક વિસ્તારમાં આવેલી એક દુકાનમાં 11 વર્ષની સગીરા દુકાનમાં સામાનની ખરીદી કરવા માટે ગઈ હતી સગીરા પોતાના ઘર વખરી ઉપયોગી સામાન લેવા માટે દુકાને આવી હતી આ દુકાનના સંચાલક અસારઅલી ખાન પોતે હતા.

સગીરા જયારે વસ્તુઓ લેવા આવી ત્યારે અસારઅલી ખાનની સગીરા ઉપર નજર બગડતા ની સાથે ખરાબ વિચારો ઉભા થયા અને તેને એક યુક્તિ વિચારી ને કામ પાર પાડવા વિચાર્યું યુક્તિ મુજબ ચોકલેટ આપવાની લાલચ આપીને દુકાનની અંદર ના ભાગમાં બોલાવી અને તેની સાથે ખરાબ રીતે અડપલા કર્યા હતા સગીરાએ તરત જ વિરોધ કરતાં તેને ચોકલેટ આપી ને સમજાવી ફોસલાવીને શારીરિક અડપલા તો ચાલુ જ રાખ્યા.

આ વાત સગીરાએ તેના પરિવારને કે કોઇને જાણ ન કરવા દુકાનદારે ધમકાવી અને એક ચોકલેટ આપીને તેને ઘરે પાછી મોકલી દીધી હતી.આ ઉપરાંત વધુ વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લાના વાપી ના ડુંગરા વિસ્તારમાં વૃદ્ધ દુકાનદાર દ્વારા તેની પૌત્રની ઉંમરની સગીરા સાથે અડપલા કરતા આજુબાજુના વિસ્તારોમાં પણ ચકચાર મચી જવા પામ્યો હતો.

ચોકલેટ આપી અને ઘરે મોકલી દીધી સગીરા પણ કોઈનાથી ડરે તેવી ન હતી દુકાનદારે તો તેને ધમકાવી હતી કે આ વાત કોઈને ઘરે ના કહેતી પરંતુ આ સગીરા કોઈના કહેવામાં આવે એમ નથી તે નિર્ભય બનીને ઘરે પહોંચી ગઇ હતી અને તેની સાથે બનેલી તમામ ઘટના ની વાત માતા-પિતાને પણ જણાવી હતી માતા-પિતા સાથે તેને સમગ્ર ઘટનાની જાણ કરી સગીરાના પરિવારના સભ્યોએ પણ કોઈપણ પ્રકારનું મોડું કર્યા વિના,

તાત્કાલિક ધોરણે જ ડુંગરા પોલીસ મથકે પહોંચી ગયા હતા અને તેમની દીકરી સાથે કરવામાં આવેલ અડપલા ની વાત પોલીસને કરી હતી આ ઉપરાંત દુકાનના સંચાલક અસાર અલી ખાન વિરુદ્ધ પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી હતી અને ત્યાર પછી તો દુકાનના સંચાલકની પોલીસ દ્વારા તાબડતોડ ધોરણે ધરપકડ પણ કરવામાં આવી હતી સમગ્ર ઘટનાની માહિતી મેળવ્યા બાદ પોલીસ દ્વારા પણ આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *