Breaking News

પડોશી મહિલાએ આપેલી ચોકલેટ ખાતા જ એકના એક દીકરાનો રીબાઈને જીવ ગયો, બાળકોને આવી ઘટનાઓથી બચાવજો નહીતો…

પરિવારના બાળકો સાથે ક્યારે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. માતા-પિતાનું ધ્યાન ન રહેતા બાળકો સાથે જીવલેણ ઘટનાઓ બની રહી છે. બાળકોને અજાણ્યા લોકો ચોકલેટ અથવા તો કોઈ રમકડાની લાલચ આપે તો બાળકો ભોળવાઈને તેની પાસે જતા રહે છે, જેના કારણે બનેલી એક ઘટના હાલમાં સામે આવી છે.

આ ઘટના ભોજપુર જિલ્લાના ઉદવંતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સોનપુરા ગામમાં બની હતી. પરિવારના દીકરા સાથે જીવલેણ ઘટના બની જતાં પરિવાર આઘાતમાં આવી ગયું હતું. સોનપુરા ગામમાં એક પરિવારમાં માતા-પિતા તેમનો દીકરો અને તેમની બે દીકરીઓ રહે છે. પિતાનું નામ સંતોષ શાહ છે.

અને તેમના દીકરાનું નામ શુભમ કુમાર હતું. તેમની ઉંમર 12 વર્ષની હતી. શુભમની માતાનું નામ બેબી દેવી છે. શુભમની એક બહેનનું નામ ખુશ્બુ કુમારી અને બીજી બહેનનું નામ દુર્ગા કુમારી હતું. તે પોતાના જ ગામમાં આવેલી શાળામાં અભ્યાસ કરવા જતો હતો. શુભમ 7 માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. અને તે ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતો.

જેના કારણે તે ક્લાસનો હોશિયાર વિદ્યાર્થી ગણાતો અને શુભમ તેના મિત્રો સાથે ગામમાં રમવા અને શાળાએ જતો હતો, શુભમને ગામમાં ઘણા બધા મિત્રો હતા, જેમાંથી સુદામાની માતા કરિયાણાની દુકાન ચલાવી રહી છે. આ મિત્ર શુભમ સાથે ખૂબ જ હળીમળીને રહેતો હતો. થોડા દિવસો પહેલા શુભમ તેના મિત્રો સાથે ગામમાં રમવા ગયો હતો.

તે સમયે સુદામા સાથે શુભમનો ઝઘડો થયો હતો, કોઈ રમતને લઈને ઝઘડાને કારણે કરિયાણાની દુકાન ચલાવી રહેલી માતાએ શુભમને ઠપકો આપ્યો અને ઘરે આવીને શુભમના પિતા સંતોષકુમારને પણ તેમના દીકરાને સમજાવવા અંગે કહી દીધું હતું. જેના કારણે શુભમ રડી રહ્યો હતો. થોડા દિવસો જતાં સુદામાની માતાએ શુભમ તેના સુદામાને રમવા બોલાવવા માટે દુકાને ગયો હતો.

ત્યારે ચોકલેટ આપી હતી, જેના કારણે શુભમ ખૂબ જ ખુશ થઈ ગયો અને શુભમ ચોકલેટ ખાઈને તેના ઘરે ગયો ત્યારબાદ ઘરે જઈને અચાનક તબિયત બગડી હતી. પરિવારે શુભમને પૂછ્યું કે, તેણે કંઈ પણ ખાધું છે, ત્યારે જણાવ્યું હતું કે તેમનો મિત્ર સુદામાની માતાએ તેને ચોકલેટ ખાવા માટે આપી હતી. ચોકલેટ ખાતા જ શુભમની તબિયત ખૂબ જ બગડી હતી.

ત્યારબાદ પરિવારના લોકો તરત જ શુભમના જણાવ્યા મુજબ મિત્રની માતાને પૂછવા માટે દુકાને ગયા ત્યારે જોયું તો દુકાન બંધ હતી. જેના કારણે પરિવારના લોકો અને ગામના બે-ત્રણ વ્યક્તિઓ મળીને શુભમને સારવાર માટે સદર હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ત્યાં લઈ જવાતા સમયે જ રસ્તામાં બાળકનું મૃત્યુ થઈ ગયું હતું.

શુભમનું અચાનક મૃત્યુ થઈ જતા પરિવારના લોકો આઘાતમાં આવી ગયા ત્યારબાદ પરિવારના લોકોએ ટાઉન પોલીસ સ્ટેશનને જઈને સુદામા શાહની માતા સામે ફરિયાદ નોંધાવી હતી. અચાનક પરિવારના એકને એક દીકરાએ પોતાના જીવ ગુમાવતા પરિવાર અઘાતમાં સરી પડ્યું હતું. મિત્રની માતાએ પોતાના દીકરાનો બદલો લેવા માટે શુભમ સાથે આવી ઘટના કરી હોવાનો આરોપ શુભમના પિતાએ લગાવ્યો હતો.

જેના કારણે પોલીસ આગળની તપાસ કરી રહી હતી. પરિવારમાં પણ બે બહેનોએ પોતાના એકના એક ભાઈને ગુમાવ્યો હોવાને કારણે બહેનો પણ ખૂબ જ રડી રહી હતી. અને શુભમની માતા બેબી દેવી પણ પોતાના દીકરાને યાદ કરીને ખૂબ જ રડી રહી હતી. રડી રડીને તેની હાલત પણ ખરાબ થઈ હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *