Breaking News

ચા ની લારી ચલાવતા યુવકે ફૂલ જેવી દીકરીને ચોકલેટની લાલચ આપીને આચર્યું દુષ્કર્મ, હચમચાવી દે તેવી ઘટના..!

નાની દીકરીઓને લાલચ આપીને ફોસલાવી લેવાની આવડતથી નરાધમ યુવકો બાળકીની જિંદગી ખરાબ કરી નાખવાના કિસ્સાઓ દીન પ્રતિ દીન વધ્યા જ કરે છે. આ કિસ્સાઓ રોક લગાવવા માટે પોલીસ ખડેપગે બધી જ મહેનતો કરે છે. છતાં પણ આ નરાધમ યુવક સુધરવાનું નામ નથી લઈ રહ્યા..

સુરત, અમદવાદ અને રાજકોટમાં આ પ્રકારના બનાવ વધારે બનતા જણાઈ છે. અત્યારે પણ રાજકોટના ઉપલેટામાં આવો જ એક બનાવ સામે આવ્યો છે જેમાં 12 વર્ષની દીકરીને ચા ની લારી પર કામ કરતા યુવકે ચોકલેટની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું છે. આ નરાધમ યુવકનું નામ મુકેશ ભરતભાઈ સોલંકી છે.

આ અંગેની ફરિયાદ ઉપલેટા પોલીસ મથકમાં નોંધાઇ છે. આ કેસમાં પોલીસે 22 વર્ષના યુવક મુકેશને ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી મુકેશ વડલી ચોક નજીક ચાની હોટલમાં કામ કરે છે. જ્યાં કામ કરતા તેની નજર 12 વર્ષની બાળકી પર બગડી હતી.

બાળકીને પોતાની વાતોમાં ફસાવીને તેની સાથે મિત્રતા કેળવી હતી. તે બાળકીને ચોકલેટ, નાસ્તો કરાવતો હતો. જેથી બાળકી આ નરાધમની વાતોમાં આવીને તેના પરિવારનો મોબાઇલ નંબર લઇને તેની સાથે સંપર્કમાં રહેતો હતો. આ દીકરી ટ્યુશનમાં જાય તો ત્યાં પણ તેને મળતો હતો. બાળકી ગઇકાલે સાંજે ચારથી છ ટ્યુશનમાં ગઇ હતી પરંતુ ત્યાંથી ઘરે સમયસર પાછી આવી ન હતી.

જેના કારણે પરિવારજનો ચિંતામાં આવી જઇને બાળકીને શોધવા લાગ્યા હતા. જે બાદ દીકરી ન મળતા પોલીસમાં પણ જાણ કરી હતી. જે બાદ રાતે 9 વાગ્યાની આસપાસ આરોપી મુકેશ બાળકીને બાઇક પર તેના ઘર પાસે મુકીને ભાગી ગયો હતો. દીકરીને જોતા પરિવારને હાશકારો થયો હતો.

જે બાદ દીકરીને પૂછયું કે કેમ મોડું થયું. ત્યારે દીકરી રડી પડી હતી અને આપવીતી સંભળાવી હતી. જે સાંભળતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. પરંતુ પરિવારે હિંમત રાખીને આ અંગેની પોલીસમાં જાણ કરી હતી.

પોલીસને જાણ કરાતા ઘટનાની ગંભીરતા જોઇને આ અંગેનો ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડ્યો હતો. જે બાદ કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપીના રિમાન્ડ લેવાની પણ તજવીજ હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *