Breaking News

પત્ની પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ, છૂટા-છેડા માંગવા ગયેલા પતિ સાથે થયું એવું કે….

પ્રેમ પ્રકરણમાં ઘણા લોકોની જીંદગી બરબાદ થતી હોઈ છે તો ઘણા લોકોની સુખે થી પસાર થતી હોઈ છે. પરંતુ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પ્રેમ પ્રકરણમાં બરબાદીનો ભોગ બનવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા હોઈ છે. વધારે એક એવો કિસ્સો સુરતના ડિંડોલી વિસ્તારમાં સામે આવ્યો છે.

ડીંડોલી વિસ્તારમાં રહેતા યુવકની પત્ની તેના પ્રેમી સાથે ભાગી છૂટ્યા બાદ ત્રણ મહિના પછી પતિ પત્ની પાસેથી છૂટાછેડા માંગવા ગયો હતો. આ સમયે પત્નીના પ્રેમીએ પતિ પર હુમલો કરવા માટેનો પ્રયાસ કર્યો હતો તે સમયે પતિનો નાનો ભાઈ વચ્ચે આવી જતા તેના માથામાં ગંભીર ઈજા થઈ હતી.

તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું કરૂણ મોત થયું છે. પરિવારે પોલીસ મથકે પહોંચી ન્યાયની માંગણી સાથે હંગામો મચાવ્યો હતો. સુરતના ડિંડોલી વિસ્તારમાં વધુ એક હ,ત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા હળપતિવાસમાં રહેતા સાગર નામના યુવકના પ્રિયા નામની યુવતી સાથે લગ્ન થયા હતા.

પતિ પત્ની પહેલાં તો રાજી ખુશીથી રહેતા હતા પણ પ્રિયાને અન્ય એક યુવક અમિત સાથે આંખ મળી જતાં ત્રણ મહિના પહેલા તે અમિત સાથે ભાગી પોતાનો અલગ સંસાર શરૂ કર્યો હતો. પતિ સાગર પત્ની પાસે પહોંચ્યોઆ વાતને પત્ની પ્રિયાએ તેના પ્રેમી અમિતને કહેતા આ મામલો ગરમાયો હતો.

અમિત ઘાતક હથિયાર સાથે સાગર પર હુમલો કરવા પહોંચી ગયો હતો. જોકે સાગર પર હુમલો થાય તે પહેલા જ ત્યાંથી ભાગી છૂટ્યો હતો એ દરમિયાન સાગરનો નાનો ભાઈ અજય વચ્ચે પડ્યો હતો. મારા ભાઇ પર હુમલો કેમ કરે છે તેવું પૂછવા જતા તે સમયે સાગરે નાના ભાઇ અજયના માથામાં પ્રહાર કર્યો હતો.

જેને લઈને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણે તે ત્યાં જ ઘવાઈને પડી ગયો હતો. ત્યાના સ્થાનિક લોકોએ દોડી આવીને અજયને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. અજયનું સારવાર દરમિયાન કરૂણ મોત થયું હતું. આ મામલે ડીંડોલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી અને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

સમયે અજય અને સાગરનો પરિવાર પોલીસ સ્ટેશન પહોંચીને અમારા પરિવારના દીકરાની હત્યા મામલે ન્યાય આપો અને આરોપીની ધરપકડ કરો એમ કહી હંગામો મચાવ્યો હતો. હતો અને પોતાને છૂટાછેડા આપવા માટે કહ્યું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *