Breaking News

છાપો મારતા અગાસી ઉપર ખુફિયા રૂમનો દરવાજો મળ્યો, અંદર પ્રવેશતા જ મળ્યું એવું કે પોલીસને પણ ધોળે દિવસે આવી ગયા અંધારા..!

અમુક ગણ્યા ગાંઠિયા લોકો એવું ભેજુ દોડાવે છે કે, તેમની કાળી કરતૂતોને પકડવા માટે તપાસ ચલાવનાર અધિકારીઓના પણ મગજ ચકરાવે ચડી જતા હોય છે. અત્યારે છાપા મારતી વખતે પોલીસને એવી ચીજ વસ્તુઓ મળી છે કે જે જોતાની સાથે ધોળા દિવસે તેમને આંખે અંધારા આવી ગયા હતા.

આ ઘટના ઉત્તર પ્રદેશના ઓરિયાની છે. અહીં મીના નગર આવાસ પાસે એક મકાન ઉપર પોલીસે છાપો માર્યો હતો. આ સોસાયટીની આસપાસ રહેતા કેટલાક લોકોએ પોલીસમાં ફરિયાદ આપી હતી કે, બાલચંદ ભાઈના મકાનની અંદર કાળા કારનામા ચાલી રહ્યા છે. આ બાતમી અનુસાર પોલીસે શરૂઆતમાં રેકી કરવાની શરૂ કરી દીધું હતું..

અને ત્યાર પછી એક અઠવાડિયાની અંદર અહીં છાપો મારી દીધો હતો. છાપો મારતી વખતે મકાનના નીચેના માળેથી તપાસ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે ધીમે ધીમે અગાસી ઉપર ગયા ત્યારે પોલીસે જોયું તો અગાસીની અંદર એક ખુફિયા રૂમ બનાવવામાં આવી હતી. આ રૂમ ની અંદર પ્રવેશ કરવા માટે જાળી પણ હતી.

આ રૂમને નીચેના માળની અંદર ભેળવી દેવામાં આવી હતી, જેથી કરીને અન્ય કોઈ વ્યક્તિને ખબર પડે નહીં. આ ઝાળી ઉપર નજર પડતાની સાથે જ પોલીસે જાળીને ખોલીને અંદર પ્રવેશવાનો કોશિશ કરી હતી. ત્યારે અંદરથી જે ચીજ વસ્તુઓ મળી આવી છે, તે જોઈને સૌ કોઈ લોકો ચોંકી ઉઠ્યા છે..

બાલચંદભાઈના આ ખુફિયા રૂમની અંદરથી પાંચ થી સાત કોથળા ભરીને નશાકારક ચીજ વસ્તુઓ મળી આવી હતી. બાલચંદભાઈ અને તેનો દીકરો ગેરકાયદેસર રીતે આ તમામ ચીજ વસ્તુઓનું વેચાણ કરતો હતો. તેની આ કામગીરીને કારણે આજકાલના યુવાવર્ગ નશાકારક ચીજ વસ્તુઓના રવાડે ચડી ગયો છે..

પોલીસે તાત્કાલિક ધોરણે આ તમામ જથ્થો એકત્ર કરીને તેને નાબૂદ કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી, તો બીજી બાજુ બાલચંદ ભાઈ અને તેના દીકરાને શોધવા માટે પણ સૂત્રોને ગતિમાન કરી દીધા હતા. બાલચંદભાઈ નામનો આ યુવક એટલો બધો કે તેણે પોતાના અગાસી ઉપર એવી રીતે આ ખુફિયા રૂમ બનાવી હતી કે, તેના વિશે કોઈપણ વ્યક્તિને ખબર પડે નહીં..

પરંતુ પોલીસની સુજ તેમજ કર્મનિષ્ઠતાને આધારે આજે આ ઘટનાનો પરદાફાશ થઈ ચૂક્યો છે. આ રૂમની જાળી ખુલતાની સાથે જ નીચે દાદર ગોઠવવામાં આવ્યા હતા. લાકડાના દાદર પરથી નીચે ઉતારીયા બાદ એક અંધકારમય ઓરડો તૈયાર કરવામાં આવ્યો હતો અને આ ઓરડાની અંદર આ તમામ સાધન સામગ્રીઓ એક લોખંડની પેટીની અંદર મૂકવામાં આવી હતી..

આ ઉપરાંત ત્યાંથી ઘણા બધા કાગળિયા અને લખાણ પણ મળી આવ્યા છે. આ લખાણને આધારે પોલીસ તપાસ ચલાવી રહી છે કે, બાલચંદ નામનો આ વ્યક્તિ તેના દીકરા સાથે મળીને કોને કોને આ તમામ ચીજ વસ્તુઓ વેચી રહ્યો હતો..? તેમજ અહીંથી આ ચીજ વસ્તુઓની હેરાફેરી કઈ જગ્યા પર થતી હતી, વગેરે જેવી માહિતીઓ મળ્યા બાદ ઘટનાની અંદર સંડોવાયેલા તમામ લોકોને પકડી પાડવામાં આવશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *