સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા 10 દિવસથી અનેક જિલ્લાઓ અને પંથકોમાં વધુથી થી ઓછા પ્રમાણ માં વરસાદ થઈ ચુક્યો છે રાજ્યમાં મોડા વરસાદ ના આગમન બાદ સૌપ્રથમ સૌરાષ્ટ્રમાં ખુબ વધુ માત્રામાં વરસાદ થઈ ચુક્યો છે જામનગર અને રાજકોટના સમગ્ર પંથકમાં શરૂવાતી વરસાદે જ ઘણી આફતો નોતરી દીધી હતી,
જામનગર અને રાજકોટ પંથક વરસાદ વધુ પ્રમાણ માં થયા બાદ હવે છેલ્લા ત્રણ થી ચાર દિવસોમાં દક્ષિણ ગુજરાત ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે જેમાં છેલ્લા કેટલાક દિવસો થી પડતા વરસાદ ને કારણે ગ્રામજનો પણ મુશ્કેલીમાં મુકાય ચુક્યા છે તંત્ર પણ દોડતું થયું છે જેમાં વાત કરવામાં આવે તો,
દક્ષિણગુજરાતના કપરાડામાં ૮.૫૬ અને ધરમપુરમાં ૫.૨૪ ઇંચ વરસાદથી મુશ્કેલી વધી રહી છે તદ્દઉપરાંત નિલુંગી નદી પરનો અને દમણગંગા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થવા પામ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વલસાડના કૈલાસરોડ પરની ઔરંગા નદીના પાણી પુલની લગોલગ પહોંચી ગયા હતા.
જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ કપરાડામાં ૮.૫૬ ઇંચ, ધરમપુરમાં ૫.૨૪ ઇંચ, પારડીમાં ૩.૦૮ ઇંચ, ઉંમરગામ ૨.૨ ઇંચ, વાપી ૧.૮ ઇંચ અને વલસાડમાં ૧.૦ ઇંચ વરસાદ ખાબક્યો છે. વલસાડ જિલ્લામાં ખાસ કરીને કપરાડા અને ધરમપુર તાલુકામાં તેમજ બંને તાલુકાઓમાં ઉપરવાસના જંગલ વિસ્તારમાં મંગળવારે સાંજથી ભારે વરસાદ પડી રહ્યો છે.
કપરાડા તાલુકામાં ૩૦થી ૩૫ ગામોમાં જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા છે. નદી-નાળા બે કાંઠે વહેતા હોવાથી મોટાભાગના કોઝવે બંધ થઇ જતા, આશરે ૨૦થી ૨૨,૦૦૦ લોકો સંપર્ક વિહોણા બની ગયાં છે. વાલવેરી અને ગિરનારા મુખ્ય માર્ગ ઉપર આવેલી નિલુંગી નદીના મોટા કોઝવે પર પાણી ફરી વળતા, હોમગાર્ડ જવાનોને નદી પાસે તૈનાત કરાયા છે.
જૂદા જૂદા ગામોમાં આવેલા કોઝવે, નદી-નાળા તેમજ કોલક નદી, પાર નદી ઉપરના કોઝવે ઉપરાંત દમણગંગા નદી પરનો સૌથી મોટો કોઝવે વરસાદી પાણીમાં ગરકાવ થઇ જતા, ૩૦થી ૩૫ જેટલા ગામોના શિક્ષકો, વિદ્યાર્થીઓ શાળાએ જઇ શક્યા ન હતા. ધરમપુર તાલુકામાં પણ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે જૂદા જૂદા ૧૩ માર્ગો બંધ કરાવી દેવાયા છે.
હિંમતનગર સાબરકાંઠા ના જિલ્લામાં બુધવારે વહેલી સવારે ૩ થી ૧૦ વાગ્યા દરમ્યાન ૭ કલાકમાં પોશીના પંથકમાં લગભગ ૪ ઈંચ વરસાદ એકસાથે ખાબકતા પોશીના પાસેથી પસાર થતી પનારી નદીમાં ચાલુ ચોમાસામાં પ્રથમ વખત પાણી આવ્યુ હતુ. તાલુકાના અન્ય સ્થળે મોડી રાત્રે અને વહેલી પરોઢે પડેલા વરસાદને લઈને ડુંગરાળ વિસ્તારમાં પાણીના ઝરણાં જીવંત બની ગયા છે.
બનાસ નદીમાં પ્રવાહ વધતા ફસાયેલા વૃદ્ધ દંપતીને ચાર કલાક બાદ બહાર કઢાયું પાલનપુર રાજસ્થાનમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે આબુરોડ નજીકથી પસાર થતી બનાસ નદીના કિનારે ઝંુપડુ બાંધીને રહેતુ વૃધ્ધ દંપત્તિ પાણીના પ્રવાહમાં ફસાઈ જતાં તેઓ એક ટેકરી પર ચડી ગયા હતાં.જે અંગે સ્થાનિક લોકોને જાણ થતાં નાવડીને દોરડા સાથે બાંધી અને તેમને નાવડામાં બહાર કાઢયા હતા.
મોડાસા પંથકમાં બે ઈંચ વરસાદ, ઠેરઠેર પાણી ભરાયાં, ગરમીથી રાહત મળી મોડાસા અરવલ્લીમાં છુટો છવાયો વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ મોડાસા પંથકમાં થયો હતો. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ધનસુરા, બાયડ અને ભિલોડા પંથકમાં પણ અડધો-અડધો ઈંચ વરસાદ થયો હતો.
હિંમતનગર ના સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ વિજયનગર તાલુકામાં પડયો છે. દરમ્યાન મંગળવારે રાત્રે ઈડર તાલુકાના જાદર પંથકમાં અચાનક વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ દોઢ કલાકમાં ૩ ઈંચ વરસાદ ખાબકતા સીમાડામાં આવેલા ખેતરો પાણીથી તરબતર થઈ ગયા હતા. અને જાદર પાસેની ડેભોલ નદીમાં નવા નીર આવતા આ વિસ્તારના ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી છે. સમગ્ર વરસાદી પરિણામો જોવામાં આવે તો હાલ તો રહેણાંક વિસ્તારના લોકો માટે આ વરસાદ મુશ્કેલી માં ફેરવાય ચુક્યો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]