આપણે એક તરફી પ્રેમમાં તેમજ લગ્નજીવન દરમિયાન થતા નાના મોટા ઝઘડાઓને કારણે આપઘાત કરી લેવાના તેમજ સંબંધોની અંદર ખટાશ ઉત્પન્ન થતાં એક બીજાનો જીવ લઈ લેવાના બનાવો સાંભળ્યા છે. પરંતુ હાલ ગાંધીનગરના કલોલમાંથી છુટાછેડા બાદ પણ હેરાનગતિ પહોંચાડતા પતિએ પત્નીની ધોળા દિવસે જાહેરમાં ઘાતકી હત્યા કરી નાંખી છે..
આ બનાવ સામે આવતાની સાથે જ કલોલ પંથકમાં ચકચાર મચી ગયો છે. હકીકતમાં કલોલની દેવી કૃપા સોસાયટી માં હેમા પરમાનંદભાઈ નંદવાણી નામની મહિલા થોડા વર્ષો પહેલા ભાવેશ કેશવાણી નામના યુવકના પ્રેમમાં પડી ગઈ હતી. જોતજોતામાં ભાવેશે હેમાને ફોસલાવીને પ્રેમ લગ્ન પણ કર્યા હતા..
લગ્નજીવન દરમિયાન ભાવેશ અને હેમા વચ્ચે અવાર નવાર નાના મોટા ઝઘડાઓ થવાના શરૂ થઈ ગયા હતા. એક દિવસ એમણે ભાવેશ સાથે છૂટાછેડા લઇ લીધા હતા. હેમાને ભાવેશની બધી જ બાબતોની જાણ થઇ જતાં તેણે તાત્કાલિક છૂટાછેડા લેવાનો નિર્ણય લઈ લીધો હતો.. નાની નાની બાબતમાં થતા ઝઘડાને કારણે હેમા એક દિવસ શંકા ગઈ હતી..
કે નક્કી ભાવેશના જીવનમાં અન્ય કોઈ વ્યક્તિ પણ જોડાયેલી છે. તેને જ્યારે તપાસ કરી તો જણાયું કે હેમાના લગ્ન ભાવેશ સાથે થયા એ પહેલાં ભાવેશ અન્ય એક યુવતી સાથે પરણી ગયેલો છે. જેના થકી તેને એક સંતાન પણ છે. છતાં પણ જે તેની પ્રથમ પત્નીના મૂકીને તેની સાથે લગ્ન કરી રહ્યો હતો..
આ સાથે સાથે તેની પહેલી પત્ની ને તેને તરછોડી નાખી હતી. એટલા માટે તેનું જીવન ખૂબ જ પાગલ બની ગયું હતું. પહેલી પત્નીની આ દશા જોઇને એમણે ભાવેશને છૂટાછેડા આપવાનું નક્કી કરી લીધું હતું. પરંતુ ભાવેશે હેમાના પ્રેમમાં આટલો પાગલ બની ગયો હતો કે તેને અવારનવાર તેની સાથે રહેવા માટે ધમકી આપતો હતો..
છૂટાછેડા બાદ પણ તેણે એમનો પીછો ન મૂક્યો હતો. હેમા છૂટાછેડા આપીને બીજી જગ્યા પર રહેવા જતી રહી હતી. પરંતુ ભાવેશ પોતાના મિત્રો સાથે વિસ્તારમાં ચપુ લઈને આંટાફેરા મારતો હતો. અને એમાંય ધાક ધમકી આપતો હતો કે જો તે ભાવેશ સાથે નહીં રહે તો તેના તમામ પરિવારને ખલાસ કરી નાખશે અને તેને પણ મારી નાખશે..
એક દિવસ હેમા સાંજના સમયે સિટી મોલ પાસે પાસપોર્ટ ની લારી ઊભી હતી. એ સમય દરમ્યાન ભાવેશ ત્યાં છરી લઈને પહોંચ્યો હતો અને હેમાને આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા. અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. 23 વર્ષની હેમાની કરપીણ હત્યા કર્યા બાદ પણ ભાવેશને સહેજ પણ અફસોસ થતો નહીં..
એક તરફી પ્રેમમાં તે અવારનવાર હેમાને કહેતો હતો કે, તું મારી નહીં તો હું બીજા કોઇ પણની તને નહીં થવા દઉં. આવી લાગણીઓ રાખનાર ભાવેશે એક યુવતીની હત્યા કરી નાખી છે. આ ઘટના અંગે પોલીસને તપાસ કરતાં ઘણા બધા વિડીયો અને ઓડિયો ક્લિપ પણ મળી આવી છે. જેમાં ભાવેશ હેમાં નંદવાણીને ખૂબ જ ધમકીઓ આપી રહ્યો છે. પોલીસે આરોપીને પકડી પાડી ને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]