Breaking News

ચારેકોર તબાહી વરસાવવા આવી રહ્યું છે મહાકાય ચક્રવાત બિપરજોય, પવનની આંધી સાથે વરસાદની અપાઈ ભયંકર આગાહી, જાણો..!

ચોમાસુ શરૂ થાય એ પહેલા દરેક વર્ષે અરબી સમુદ્રની અંદર તેમજ બંગાળની ખાડીની અંદર કોઈને કોઈ ચક્રવાતની ક્રિયાઓ સર્જાઈ જતી હોય છે, અને ધીમે ધીમે આ ચક્રવાત જમીન તરફ આગળ વધતાની સાથે જ લોકોના જીવ અધ્ધર તાળે ચોંટી જતા હોય છે, હાલ બીપરજોય નામનુ એક મહાકાય ચક્રવાત અરબી સમુદ્રમાં સર્જાયું છે..

અને તે ધીમે ધીમે જખો બંદર તરફ નજીક આવી રહ્યો છે, આ મહાકાય વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ પર મુકાયું છે. તેમજ એનડીઆરએફની બટાલીયાનોને તહેનાત કરી દેવામાં આવી છે. બીપરજોય વાવાઝોડું હાલ ગુજરાતથી 680 કિલોમીટર દૂર હોવાનું જણાઈ રહ્યું છે..

પરંતુ આ વાવાઝોડાને પગલે કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાના પણ શરૂ થઈ ગયા છે, આ વાવાઝોડાને લઈ આગામી પાંચ દિવસ ગુજરાત માટે ખૂબ જ ભારે સાબિત થવા જઈ રહ્યા છે. કારણકે પાંચ દિવસ દરમિયાન ઘણા બધા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહીઓ આપવામાં આવી છે..

આ ઉપરાંત પવનની ગતિ પણ 80 km થી લઈને 120 કિલોમીટર સુધી મહત્તમ જઈ શકે છે, તેવી આગાહી હવામાન વિભાગના અધિકારીઓએ કરી છે. આ ઉપરાંત ઘણા બધા હવામાન નિષ્ણાતોએ પણ પોતાની આગાહી આપતા જણાવ્યું હતું કે, આ વાવાઝોડું અરબી સમુદ્રની અંદર ધીમે ધીમે આગળ વધી રહ્યું છે..

પરંતુ ગઈકાલ સુધી તેની દિશા પાકિસ્તાન તરફની હતી, પરંતુ આજે સવારથી જ આ વાવાઝોડાએ પોતાની દિશા બદલીને ગુજરાત તરફની કરી નાખી હોવાને કારણે હવે આવા વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો સાથે ટકરાઈને દૂર જતું રહેશે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી છે..

વાવાઝોડા અને પગલે કોઈ અણઇચ્છનીય ઘટનાનો બને એટલા માટે એનડીઆરએફની ટીમને તહેનાત કરી દેવામાં આવી છે, આ ઉપરાંત દરેક બંદરોમાં સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યા છે. દરિયા કિનારાના વિસ્તારોમાં રહેતા ગામોને પણ હાઈ એલર્ટ ઉપર મુકાયા છે. NDRFની ટીમોને હેડ ક્વોટરમાંથી મેસેજ આવતાની સાથે જ બે ટીમોને પોરબંદર તેમજ વલસાડ અને ગીર સોમનાથ જિલ્લામાં રવાના કરી દેવામાં આવી છે..

જે સાંજ સુધીમાં ત્યાં પહોંચી જશે, ત્યારબાદ હેડ ક્વોટરમાંથી મળતા આદેશ તેમજ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જરૂરી સાધનો સાથે ટીમને રવાના કરી દેવામાં આવશે, હાલ ગુજરાતના કુલ 22 જેટલા વિસ્તારો ઉપર આ ચક્રવાતનો ખતરો ખૂબ જ વધારે પ્રમાણમાં હોય તેવી શક્યતાઓ રહેલી છે..

આ વાવાઝોડાને લઈને કોઈ પણ પ્રકારની જાનહાની ન સર્જાય એટલા માટે દરેક જિલ્લાના વહીવટી તંત્રને પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તેમજ દરેક બંદરોએ પણ સિગ્નલ લગાવી દેવાયા છે, આ વાવાઝોડાનો ખતરો વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે તેના પર રહેલું છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *