દરેક વ્યક્તિના સ્વભાવ જુદા-જુદા હોય છે, કોઈનો સ્વભાવ સરળ અને હસ્તો ખેલતો હોય છે. તો કોઈ વ્યક્તિને નાની નાની બાબતોમાં પણ ખૂબ જ વધારે ગુસ્સો આવી જતો હોય છે. કડક સ્વભાવના વ્યક્તિત્વ ધરાવનારા લોકોને જીવનની અંદર ઘણી બધી વાર કડવો અનુભવ પણ થતો હોય છે..
અત્યારે ખૂબ જ ગુસ્સાવાળા અને માથાફરી ગયેલા એક પતિએ ગુસ્સે ભરાઈને પોતાની જ પત્નીને સાથે એવું કરી નાખ્યું હતું કે, બિચારીનો ખૂબ જ દર્દનાક રીતે મૃત્યુ થયું છે. આ ઘટનાને જાણ્યા બાદ દરેક પરિવાર હચમચી ઉઠ્યો છે કે, આખરે એટલી નાની વાતની અંદર કોઈ પતિ કેવી રીતે ગુસ્સે ભરાઈને પોતાની પત્નીને જ મોતને ઘાટ ઉતારી શકે છે..
આ ઘટના સોપાળાની ખાડી પાસેથી સામે આવી છે. અહીં આવેલી ગોવિંદ પાર્ક સોસાયટીમાં એક પરિવાર વસવાટ કરે છે, પરિવારમાં પરિવારના મોભી ગુણવંતભાઈ તેમની પત્ની રસીલાબેન તેમજ તેમના બંને દીકરાનો પણ સમાવેશ થતો હતો. ગુણવંતભાઈ સ્વભાવના ખૂબ જ કડક વ્યક્તિ હતા..
તેઓને નાની નાની બાબતોમાં પણ ખૂબ જ માઠુ લાગી જતું અને મગજનો પિત્તો ફાટી જતા તેઓ હોશ ગુમાવી બેસીને શું કરી બેસે તેનું નક્કી હોતું નહોતું, પરિવારમાંથી કોઈ પણ સભ્ય ગુણવંતભાઈને વધારે પડતા બોલાવતા નહીં તેમને ચૂપચાપ બેસવા દેવામાં આવતા હતા, એક દિવસ સવારના સમયે ગુણવંતભાઈ તેની પત્નીને કહ્યું કે..
તેને ચણાનું શાક ખાવાની ઈચ્છા થઈ છે. એટલા માટે તાત્કાલિક ધોરણે આ શાક બનાવી આપે, તેની પત્ની રસીલાબેનએ જણાવ્યું કે અત્યારે તેમને ઘરના ઘણા બધા કામકાજો બાકી છે. કપડા ધોવાથી માંડીને ઘરની સાફ સફાઈ તેમજ બંને બાળકોને શાળાએ મૂકવા સહિતના કામકાજો માં ખૂબ જ ઉતાવળ રાખવી પડે તેમ છે..
એટલા માટે અત્યારે આ શક્ય બનશે નહીં, તેમને બપોરના સમયે જરૂર ચણાનું શાક બનાવી દેવામાં આવશે, પરંતુ મગજ વગરના આ પતિએ આ નાનકડી બાબતને લઈને એટલું બધું ગુસ્સે ભરાઈ ગયો કે તેને પોતાની પત્નીને ઢોર મારવાનું પણ શરૂ કરી દીધું હતું. તે પોતાની પત્નીને ઢોર મારતો મારતો રસોડામાં પહોંચ્યો હતો..
અને ત્યાં તેના હાથમાં દસ્તો આવી જતાં તેને પોતાની પત્નીને માથાના ભાગે દસ્તાના ઘા મારીને ખાંડી નાખી હતી, રસોડાની અંદર જ્યારે કોઈ લોહીના ફુવારા છૂટી ગયા હતા અને ઘટના સ્થળે જ રસીલાબેન નીચે ઢળી પડ્યા કારણ કે, તેમના માથામાંથી ઘણું બધું લોહી વહી ગયું હતું છતાં પણ મગજ ફરેલો તેનો પતિ એક પણ વાર અંચકાયો નહીં..
અને વારંવાર દસ્તાના ઘા મારતો રહ્યો હતો, તેમના પડોશમાં રહેતા વ્યક્તિને જ્યારે રસીલાબેન ની ચીખો સંભળાય ત્યારે તેઓ પણ આ ઘરે આવી પહોંચી હતી અને તેઓએ ગુણવંતભાઈના હાથમાં લોહી લુહાણ થયેલો દસ્તાવો જોયો હતો અને તેઓ વારંવાર રસીલાબેન ના માથા ઉપર વાર કરતા હતા..
આ દ્રશ્ય જોઈને તેમના પણ કાળજા ફાટી ગયા હતા, શરૂઆતમાં તો તેમને પણ આ ઘટનાને રોકાવા માટે હિંમત ચાલી નહીં. પરંતુ હેમખેમ કરીને તેઓએ ગુણવંતભાઈને તેમની પત્નીને દસ્તાના ઘા મારતા રોક્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો ખૂબ જ મોડું થઈ ગયું અને રસીલાબેનનું રસોડાની અંદર જ મૃત્યુ થઈ ગયું હતું..
આ ઘટના બની તેના દસ મિનિટ બાદ ગુણવંતભાઈનો ગુસ્સો શાંત પડ્યો હતો અને તેણે જોયું તો તેની પત્ની રસોડાની અંદર મૃત્યુ હાલતમાં ઢળેલી પડી હતી. ત્યારબાદ તેમને ખૂબ જ પસ્તાવો થવો લાગ્યો કે, તેમનાથી એ ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. અને તેઓએ તેમની પત્નીનો જીવ લઈ લીધો છે..
પરંતુ એવા સમયે તો બધું હાથમાંથી નીકળી ગયું હતું, તેઓ એટલા બધા ગુસ્સામાં આવી ગયા કે, તેઓએ શું કરી નાખ્યું તેની પણ તેમને જાણ રહી નહીં. આસપાસના પડોશીઓએ રસીલાબેનને હોસ્પિટલે સારા માટે પણ લઈ જવાનું વિચાર્યું તેઓ હોસ્પિટલે પણ પહોંચ્યા પરંતુ ડોક્ટરે પણ જણાવી દીધું કે, માથામાં વધારે પડતા ઊંડા ઘા વાગવા ને કારણે તેમની ખોપડી ફાટી ગઈ છે..
અને તેમનું દર્દનાક રીતે મૃત્યુ થઈ ગયું છે, ઘટનાના સમાચાર પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચાડવામાં આવ્યા હતા. પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો રસીલાબેનને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા, તો બીજી બાજુ ગુણવંતભાઈને ધરપકડ કરી લેવામાં આવી હતી, જ્યારે રસીલાબેનના બંને બાળકો શાળાએથી ઘરે આવ્યા ત્યારે..
પોતાની માતાના મૃત્યુના સમાચાર સાંભળતા તેઓ પણ ભાંગી પડ્યા હતા અને વારંવાર રડવા લાગ્યા હતા, તો બીજી બાજુ ગુણવંતભાઈ ને પણ હવે ખૂબ જ પછતાવો થવા લાગ્યો હતો, પરંતુ તેઓએ જ તેમની પત્નીને મોતને ઘાટ ઉતારી નાખી હતી. રસીલાના સગા માતા-પિતાને ક્યારે ખબર પડી ત્યારે તેઓ પણ વતનથી અહીં આવી પહોંચ્યા હતા..
દરેક લોકો ગુણવંતભાઈને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે, કારણ કે આવા માથા ફરેલા લોકોને પાગલખાનામાં મોકલવી દેવા જોઈએ અને જ્યાં સુધી તેમનું મગજ કે અકલ ઠેકાણે ન આવે ત્યાં સુધી તેમને જાહેર જીવનની અંદર રહેવાનો કોઈ અધિકાર નથી કારણ કે, આવા મગજ ભરેલા લોકો આવતીકાલે કોઈ અન્ય વ્યક્તિ સાથે પણ આવી દર્દનાક ઘટના રચાવી શકે છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]