ગુજરાતમાં ઠંડીનો ચમકારો બન્યો તેજ, શરીર ધ્રુજાવે તેવી ઠંડીની આ જીલ્લામાં થઈ શરૂઆત.. વાંચો.

હાલ ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે. સવારમાં ગુલાબી ઠંડીનો ચમકારો દેખાય છે તેમજ મોડી રાત્રે પણ બર્ફીલી હવાનો અહેસાસ થાય છે. ગુજરાતમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. તેમજ હિમાલય ,ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં બરફ પડવાને લીધે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાના સંકેતો પણ મળી રહ્યા છે..

ત્યારે ગુજરાત રાજ્યના કેટલાક શહેરોમાં તો શિયાળાની શરીર ધ્રુજાવે તેવી ઠંડીનું આગમન થઇ ગયું છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં બે દિવસથી લઘુત્તમ તાપમાનનો પારો નીચો ગબડતા લોકો ઠંડીથી ધ્રૂજી ઊઠયા છે. ગાંધીનગરમાં આજનું તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું.

જ્યારે વધુમાં વધુ તાપમાન 30 ડિગ્રી નોંધાયું હતું. બીજી તરફ અમદાવાદ શહેર નું તાપમાન ઘટીને 21 ડિગ્રી નોંધાયું હતું. તેથી અમદાવાદી ઓ પણ ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યા હોય તેમ જણાવ્યું છે. અત્યારે ગુજરાતના ગાંધીનગર તેમજ નલિયા આ બંને સ્થળે જ ઓછામાં ઓછુ તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું છે.

જ્યારે અન્ય શહેરોમાં ૨૦ ડિગ્રી કરતાં ઉપર નોંધાયું છે. તેમજ કચ્છના ભુજ માં ૨૦ ડિગ્રી મહુવામાં 21 ડિગ્રી, તેમજ જૂનાગઢના કેશોદમાં પણ 21 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આવનારા દિવસોમાં બર્ફીલી હવા ફૂંકાશે. જેના લીધે રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી કરતાં પણ ઓછું નોંધાય તેવી શક્યતાઓ રહેલી છે.

તેમજ આ વર્ષે ઉનાળામાં ખૂબ વધારે ગરમી પડી છે. તેમજ ચોમાસામાં ખૂબ વધારે વરસાદ વરસ્યો છે. તેથી શિયાળામાં પણ અતિશય ભારે ઠંડી પડશે તેવી પુરેપુરી શક્યતાઓ રહેલી છે. ઠંડી વધવાની સાથે સાથે અરબ સાગરમાં નવા ચક્રવાતો જન્મ છે.

જેના લીધે દરિયા કિનારાના વિસ્તારોમાં તેમજ ઠંડી આબોહવા વાળા વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની શક્યતાઓ રહેલી છે. ગુજરાતમાં જેમ જેમ દિવાળી નજીક આવતી જશે તેમ તેમ ઠંડીનો માહોલ જામતો જશે. તેમજ ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ ઠંડી વેગીલી બની જશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment