ચાલુ ટ્રેને ઉતરવા જતી યુવતીનો પગ લપસતા શરીર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફીટ થઈ ગયું, યુવતીના બુમ-બરાડા સાંભળી હચમચી જશો..!

રોજબરોજ હજારો લાખોની સંખ્યામાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ રેલવેની મારફતે પરિવહન કરે છે. જેમાં સૌથી વધારે આકસ્મિક દ્રશ્યો પણ સામે આવે છે. રોજ ઘણા બધા વ્યક્તિઓનો જીવ આ ટ્રાફિક અને ભીડમાં જતો રહેતો હોય છે. કોઈ પરિવારના દીકરા કે દીકરીનું મૃત્યુ થાય છે. તો કોઈ પરિવારના મોભીનું પણ મૃત્યુ થઈ જતું હોય છે..

હાલમાં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ પાસે આવેલા દુવાડા રેલવે સ્ટેશન ઉપર ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. કારણ કે અહીં રાયગઢ એક્સપ્રેસ નામની ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે એક વિદ્યાર્થીની ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ચૂકી છે. ચાલતી ટ્રેનમાંથી આ વિદ્યાર્થીની સ્ટેશન આવતા જ નીચે ઉતારવા લાગી હતી..

જેમાં તેનો પગ લપસી ગયો અને તેનું શરીર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં ફસાઈ ગયું હતું. આ વિદ્યાર્થીનીનો જીવતો સદનસીબે બચી ગયો છે, પરંતુ તેનું શરીર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જગ્યામાં એવી રીતે ફીટ થઈ ગયું છે કે, તેમાંથી તેને બહાર કાઢવા માટે દિવાલ પણ તોડી નાખવી પડી હતી. જ્યારે તે આ જગ્યાની અંદર સલવાઈ ગઈ હતી..

ત્યારે તે ખૂબ જ વધારે પ્રમાણમાં દુઃખ અને દર્દનો અહેસાસ કરતી હતી. ત્યાં ઉભેલા કેટલાક લોકો તેને બચાવવામાં લાગી પડ્યા હતા તો કેટલાક લોકો પોતાના મોબાઈલ ફોનમાં આ ઘટનાનો વિડીયો ઉતારી રહ્યા હતા. જે સોશિયલ મીડિયા ઉપર અત્યારે વાયરલ થઈ રહ્યો છે. પ્લેટફોર્મ તોડીને આ યુવતીને બહાર કાઢવામાં આવી છે..

જ્યારે આ યુવતીને બહાર કાઢવામાં આવી ત્યારે તે ખૂબ જ રડવા લાગી હતી. આ ઘટના જ્યારે બની ત્યારે જીઆરપી આરપીએફ અને રેલવેના એન્જિનિયર લોકો પણ ત્યાં પહોંચી ગયા હતા. આ યુવતીને પગ, પેટ અને હાથના ભાગે ઈજા પણ પહોંચી છે. એટલા માટે તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ યુવતીનું નામ શશીકલા હોવાનું સામે આવ્યું છે. જેની ઉંમર 23 વર્ષની છે. અને તે એન્જિનિયરિંગની સ્ટુડન્ટ છે. તે રોજ આ ટ્રેનથી જ વિશાખાપટ્ટનમ સુધી પોતાની કોલેજ અભ્યાસ કરવા માટે જતી હતી. પરંતુ આજે માથે કાળ બેસી ગયો હોય તેવી રીતે આ દુર્ઘટનાનો સામનો કરવાની ફરજ પડી છે.

જ્યારે આ યુવતી ટ્રેનની વચ્ચે ફસાઈ ચૂકી હતી. ત્યારે તેને બહાર કાઢવા માટે અંદાજે એક કલાક સુધી લોકોએ મહેનત અને મથામણ કરી હતી. ત્યાં સુધી પાછળની તમામ ટ્રેનો લેટ ચાલવા લાગી છે. આ ઘટનાથી દરેક લોકોને ભારે અગવડતા ઉભી થઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment