જો કોઇ પરિવારના સભ્યોનું અચાનક જ મોત થઈ જતું હોય તો એ દુઃખને સહન કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. કારણ કે જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બિમારીથી પીડાતો હોય અને તેનું મૃત્યુ થાય તો પરિવારજનોને એટલો બધો આઘાત લાગતો નથી. પરંતુ માત્ર પાંચ થી દસ મિનિટ પહેલાં તમારી સામે જે ચહેરો હોય અને દસ મિનિટ બાદ તે મૃત્યુ પામી જાય તો આ દુખને સહન કરવું મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન બને છે..
આવું જ એક દુઃખ સહન કરવાનો વારો રાજકોટમાં એક પરિવારને આવ્યો છે. વિષ્ણુ પ્રસાદ પંડ્યાને સંતાનમાં બે દીકરીઓ હતી. જેમાંથી મોટી દીકરી ચાર્મીબેન દેસાણીના લગ્ન રાજકોટ જિલ્લામાં રહેતા શિવદાસ બટુકદાસ દેસાણી નામના યુવક સાથે કરવામાં આવ્યા હતા. શિવદાસ પોતે ટ્યુશન ક્લાસીસ ચલાવતો હતો અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો..
જ્યારે ચારમીબેન દેસાણી પણ રાજકોટ શહેરની ખૂબ જ જાણીતી શાળા વિરાણી હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. ચાર્મી બહેન બાળકોને અંગ્રેજી વિષય ભણાવતી હતી. આ સાથે સાથે સંગીતની તાલીમ પણ આપતી હતી. ચાર્મીબેનના સાનિધ્ય હેઠળ વિરાણી હાઈસ્કૂલના તમામ બાળકો સંગીત વિષયમાં ખૂબ જ રસ દાખવી રહ્યા હતા..
તેમજ તેઓને આ સ્કૂલને સંગીતમાં ખૂબ જ આગળ વધારી હતી. અને રાજ્યકક્ષા તેમજ ઇન્ટરનેશનલ ક્ષેત્રે પણ સારી એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરાવી હતી. રોજની જેમ ચાર્મીબેન દેસાણી નોકરીએ જતા હતા. તેઓ કોઠારીયા રોડ ઉપર હુડકો કવોટરમાં રહેતા હતા. તેઓની ઉંમર 32 વર્ષની હતી. તેઓ શનિવારના દિવસે શાળામાં બાળકોને ભણાવવા માટે ગયા હતા..
તેઓ જ્યારે શાળાઓના વર્ગમાં બાળકોને ભણાવી રહ્યા હતા. એવામાં તાત્કાલિક તેમનું બ્લડપ્રેશર લો થઈ ગયું હતું. અને તેઓ બાળકોને ભણાવતા ભણાવતા જ વર્ગખંડની અંદર ઢળી પડ્યા હતા. આ દ્રશ્ય જોતાની સાથે તમામ બાળકો ડઘાઈ ગયા હતા. અને સૌ કોઈ લોકો સુનમૂન થઈ ગયા હતા. ક્લાસના એક વિદ્યાર્થીએ અન્ય શિક્ષકોને બોલાવ્યા હતા અને જણાવ્યું કે અમારા ક્લાસમાં ટીચર ઢળી પડ્યા છે..
અન્ય શિક્ષકો અને સ્ટાફ આ વર્ગખંડમાં આવી પહોંચ્યો હતો. અને ચાર્મીબેન દેસાણીને તાત્કાલિક એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેની તબિયત ઘડીકે ને ઘડીકે બગડતી જતી હતી. અને હોસ્પિટલ પહોંચતાની સાથે જ તેઓએ જીવ ગુમાવી દીધો હતો. ચાર્મીબેન દેસાઈ સંગીત ક્ષેત્રે ખૂબ જ મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે..
તેમનો મધુર સૂર આટલો બધો પ્રખ્યાત હતો કે તેઓ દેશ-વિદેશની નવરાત્રીઓમાં પણ ગરબા ગાવા માટે જતા હતા. આ ઉપરાંત તેમના મધુર અવાજને લઈને અનેક કેસટો પણ લોન્ચ કરવામાં આવી હતી. તેમના ઘણા બધા ચાહકો પણ છે. આ તમામ ચાહકો ચાર્મી બેન દેસાણી મૃત્યુને લઈને ખૂબ જ દુખના માહોલમાં ચાલ્યા ગયા છે..
ચાર્મીબેન દેસાણીના બીજા લગ્ન શિવભાઈ દેસાણી સાથે થયા હતા. આ પહેલા ચાર્મીબહેનના લગ્ન એક વખત તૂટી ગયા હતા. છતાં પણ તેઓએ જીવનમાં કોઈપણ પ્રકારની હિંમત હારી હતી નહી. અને ખડે પગે મહેનત કરીને સંગીત ક્ષેત્રે પોતાનું નામ રોશન કર્યું હતું. જ્યારે ચાર્મી બેન ના પિતા વિષ્ણુપ્રસાદ પંડ્યાને જાણ થઈ કે તેમની બંને દીકરી પૈકી મોટી દીકરી ચાર્મીનું મૃત્યુ થયું છે..
ત્યારે તેઓ એક શોખમાં ગરકાવ થઈ ગયા હતા કારણ કે, તેમની મોટી દીકરી ખૂબ જ સમજણી હતી. અને પોતાની ઉપર ઘણી બધી મુસીબતો આવી પડી છતાં પણ તે ક્યારેય હાર માનતી હતી નહીં. અને હંમેશા પરિવારના અન્ય સભ્યોને હિંમત અને સાહસના પાઠો શીખવતી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]