હાલના સમયમાં અકસ્માતના બનાવો બનતા હોય છે. પરંતુ અકસ્માતના કેટલાક બનાવો ખૂબ જ આશ્ચર્ય પમાડે તેવા હોય છે. આવો જ એક અનોખા અકસ્માતનો બનાવ હાલ જોવા મળ્યો છે. જેમાં એક યુવક શરૂ બસ એ ગુટખા થુંકવા જતા તેનું બસમાંથી નીચે પડી જતા તેનું મૃત્યુ થયું છે.
સુરત શહેરમાં દાંડી રોડ પાસે અકસ્માતના બનાવ બન્યો હતો દાંડી રોડ પર આવેલા અભેંટા ગામ પાસે જાનૈયાને લઈને જતી એક બસમાંથી અચાનક જ એક યુવક નીચે પડી જતા મૃત્યુ થયું હોવાની માહિતી મળી આવે છે. આ વિશે મળતી માહિતી મુજબ ઓલપાડ વિસ્તારના સેગવા ગામમાં એક લગ્નનું આયોજન થયું હતું..
ભુપેન્દ્ર સુરતી નામનો યુવક પોતાના ગામેથી બસ બાંધીને પોતાના પરિવાર સાથે આ લગ્નમાં ગયો હતો. પરંતુ લગ્ન પૂરા થતાં તે લોકો પોતાના ગામ પરત આવી રહ્યા હતા તે સમયે દાંડી રોડ પર આ ઘટના બની હતી. ભુપેન્દ્ર ની પહેલેથી જ ગુટકા ખાવાની ટેવ હતી તે શરૂ થશે ગુટખા ખાઇ રહ્યો હતો.
પરંતુ જ્યારે તે ચાલુ બસે દરવાજો ખોલીને થુંકવા માટે જઈ રહ્યો હતો. ત્યારે અચાનક જ ભુપેન્દ્ર નું સંતુલન ખોરવાઈ ગયું અને તે ચાલુ બસમાંથી નીચે પડી ગયો ભુપેન્દ્ર ના નીચે પડતાની સાથે જ બસમાં લોકો બુમાબુમ કરવા લાગ્યા છે. જેથી બસચાલકે ત્યાં જ બસ રોકી દીધી ઉપેન્દ્રના પરિવારજનો દ્વારા નજીકના હોસ્પિટલમાં ફોન કરીને 108 બોલાવી લેવાઇ હતી.
108 આવ્યા બાદ તેને સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ટૂંકી સારવાર બાદ જ ડોક્ટર દ્વારા ભુપેન્દ્ર અને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ભુપેન્દ્ર ના ભાઈએ જણાવ્યું હતું કે ભુપેન્દ્ર લુમ્સ ના કારખાનામાં કામ કરતો હતો.
તેમજ તે જ પોતાના પરિવારનું ગુજરાત ચલાવતો હતો ભૂપેન્દ્ર ની મોત ના આ સમાચાર સાંભળીને તેમના પરિવારજનોને ખૂબ જ ઊંડો આઘાત લાગ્યો હતો. સામાન્ય રીતે જાહેર સ્થળો પાન મસાલા તેમજ ગુટખા ખાઇને આ રીતે થુંકવું ગેરકાયદેસર છે.
કારણ કે લોકોની આ હરકત ને કારણે ખૂબ જ ગંદકી ફેલાય છે પરંતુ કેટલાક લોકો આ માનવા માટે તૈયાર નથી તેઓ વારંવાર ગુટખા તેમજ પાન-મસાલા ખાઈને જાહેર સ્થળો પર રોકે છે જેથી સ્થળો પર ગંદકી ફેલાય છે સરકાર દ્વારા પણ આવા જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા માટે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે.
પરંતુ કેટલાક લોકો તેનું પાલન કરતા નથી ભુપેન્દ્ર ની આ બેદરકારીને કારણે જ તેને પોતાનો જીવ ગુમાવો પડ્યો.આ સમાચાર સાંભળીને લોકો કઅ બાબત ની અવશ્ય ઘ્યાન રાખશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]