Breaking News

હવામાન વિભાગે કરી અતિભારે વરસાદની આગાહી, આ વિસ્તારો ચક્રવાતના ઘેરાવામાં આવી જશે… વાંચો..!

છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે ધોધમાર વરસાદ દેખાઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી વખત એક મોટી આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં અરબી સમુદ્રના લો પ્રેશરના કારણે અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. તેમજ વરસાદની આ સ્થિતિ હજુ પણ આવતા ત્રણથી ચાર દિવસો માટે યથાવત રહેશે.

સવારમાં વાતાવરણ એકદમ ઠંડુ હશે. તો બપોર પછી અચાનક જ વાદળો બંધાય છે. અને ધોધમાર વરસાદ વરસવા લાગશે. તેમજ 30 થી 40 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાશે. અને ત્યાર પછી કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા, બનાસકાંઠા, દાહોદ, ગીર-સોમનાથ, દ્વારકા, ભાવનગર અને સુરેન્દ્રનગર માં મોટા માવઠાની આગાહી છે.

ગઈકાલે ગુજરાત રાજ્યના 94 કરતા વધારે તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. અને ત્યાર પછી ૬૦ કરતાં વધુ તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગઇકાલની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં ભરપૂર વરસાદ વરસ્યો હતો. વરસાદ જોતા એવું લાગે કે આ વરસાદ ચોમાસામાં પણ ક્યારેય પડ્યો નથી.

વલસાડ જિલ્લામાં દોઢ કલાકમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ વરસી ગયો હતો, સુરતમાં માત્ર એક કલાકમાં બે ઈંચ વરસાદ વરસતા સુરતના કતારગામ, વરાછા, ધનમોરા, એલ.પી.સવાણી સર્કલ તેમજ હરીદર્શન ના ખાડામાં વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાઇ ગયા હતા.

ચીખલી પંથકમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. તો વાંસદામાં વીસ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો હતો. તો પાલનપુરમાં પોણા બે થી ત્રણ ઇંચ અને વાપી તાલુકામાં બે ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી જ પાણી થઇ ગયું હતું. દિવાળી પછીના સમયમાં મગફળીનો પાક લગભગ તૈયાર થઈ ગયો હોય છે..

અને ખેતરમાં અચાનક જ કમોસમી વરસાદ વરસતાં મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ સાથે સાથે કપાસ અને એરંડા ના પાકમાં પણ ભારે નુકસાની જોવા મળી છે. સપ્ટેમ્બર અને ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદને લીધે ખેડૂતોને ભારે નુકસાનીનો ભોગ બનવું પડ્યું હતું.

ચોમાસાની સિઝન ગઈ છતાં પણ વરસાદ થવાનું નામ જ નથી લેતો કારણકે અરબી સમુદ્રમાં તેમજ બંગાળની ખાડીમાં તો ક્યારેક ક્યારેક લક્ષ્મી પાસેના સાગરમાં પણ હળવું થી ભારે લો પ્રેશર જાય છે જેના કારણે ગુજરાત પર અવારનવાર વરસાદી માવઠાથી શહેર મચાવે છે

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *