ચકડોળમાં બેસવાની હઠ પકડેલા દીકરાની જીદ પૂરી કરવા પરિવાર મેળામાં ફરવા ગયો, અડધી રાત્રે પરત ઘરે આવીને જોયું તો પતિ-પત્નીની રાડો ફાટી ગઈ.. જાણો..!

નાના બાળકો કોઈ ચીજ વસ્તુને જુએ છે, તો તેને મેળવવાની ખૂબ જ તલાવેલી તેમનામાં જોવા મળતી હોય છે. હંમેશા તેઓ કોઈ સારી ચીજ વસ્તુને જોતાની સાથે જ તેને ખરીદવાની જીત પકડી લે છે. આ પ્રકારની પરિવારના એક નાનકડા દીકરા પકડી હતી કે, મમ્મી અને પપ્પા તમે બંને મને મેળો જોવા માટે લઈ જાઓ..

આ બનાવો આગ્રાના ફતેહબાદનો છે. અહીં જમુના ગલ્લી પાસે મુકેશભાઈ લોહિયા નામના એક કોસ્મેટિક વેપારી રહે છે. તેઓ તેમના પરિવારમાં ખૂબ જ ખુશખુશાલ રહેતા હતા. તેમની પત્ની અને તેમનો નાનકડો આઠ વર્ષનો દીકરો રીધમ ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવતા હતા. રીધમ જ્યારે ટ્યુશન જતો હતો..

ત્યારે તેને તેના મિત્રએ જણાવ્યું હતું કે, શહેરમાં લાગેલો મેળો ખૂબ જ સારો છે. બસ આ વાક્ય આ દીકરાના મનમાં ચડી ગયું હતું અને સાંજે જ્યારે મુકેશભાઈ પોતાના કોસ્મેટિકના દુકાનેથી પરત આવ્યા ત્યારે તે તેના પિતાને જણાવવા લાગ્યો હતો કે, મારે મેળો જોવો છે. તમે મને મેળામાં ચગડોળમાં બેસાડવા માટે લઈ જાવ..

આ દીકરાએ મેળાની એટલી બધી હઠ પકડી લીધી હતી કે, પોતાના દીકરાની જીદ પૂરી કરવા માટે માતા-પિતા બંને સાંજે ભોજન કર્યા બાદ મેળામાં જવા માટે નીકળી પડ્યા હતા. ઘરના દરવાજા બંધ કરીને તેઓ મેળામાં તો પહોંચી ગયા અને ત્યાં પોતાના દીકરાની જીદ પુરી કરી પરિવાર ખૂબ જ મોજશોખથી હરી ફરીને સાંજના અઢી વાગે આસપાસ તેઓ ઘરે આવ્યા હતા..

જ્યારે તેઓ પોતાને ઘરે પહોંચ્યા ત્યારે એવી ઘટના સામે આવી ચૂકી હતી કે, તેને જોઈને પતિ અને પત્ની બંને અડધી રાત્રે ચીસા ચીસ કરવા લાગ્યા હતા. તેઓ જ્યારે પોતાના ઘરે પહોંચ્યા અને ઘરનો દરવાજો ખોલવાની કોશિશ કરી તો દરવાજો અંદરથી લોક હોય તેવું લાગતું હતું. કારણ કે વારંવાર દરવાજા ને ધક્કો મારવા છતાં પણ દરવાજો ખુલતો હતો નહીં.

આ ઉપરાંત તેઓએ રસોડાની બારીમાંથી જોવાની કોશિશ કરી તો અંદર બે વ્યક્તિ તેમના કબાટની તિજોરી ઊંચકીને બહારના ભાગે જતા હોય તેવું લાગતું હતું. એટલા માટે આ બંને પતિ પત્ની ચીસા ચીસ કરવા લાગ્યા હતા અને તેમની ચીસો સાંભળીને અંદર રહેલા ચોર લૂંટારાઓને જાણકારી મળી ગઈ કે, ઘરના પરિવારજનો આવી પહોંચ્યા છે..

એટલા માટે તેઓ તિજોરી અને ચોરી કરેલી તમામ સામાન જેને ત્યાં જ પડતો મૂકીને ભાગવા લાગ્યા હતા. તેઓ પાછળના રૂમની બાલકનીમાંથી નીચે કૂદીને ભાગી ગયા હતા. આસપાસના વ્યક્તિઓ અડધી રાત્રે જાગીને ત્યાં પહોંચીયા હતા. અને આ પરિવાર શા માટે ચીસા ચીસ કરી રહ્યો છે, તે પૂછવા લાગ્યા હતા..

ત્યારે તેઓએ જણાવ્યું કે, તેઓ જ્યારે રાત્રે મેળામાંથી ફરીને પોતાના ઘરે પરત આવ્યા ત્યારે અંદરથી દરવાજો લોક હતો અને તેઓએ જોયું તો અંદર રહેલા બે વ્યક્તિ તેમના ઘરનો કીમતી સામાન ચોરી કરી રહ્યા હતા. તેઓએ જ્યારે ચીસા ચીસ કરી દીધી, ત્યારે આ બંને ચોર લુટારા પાછળની બાલકની કૂદીને ભાગી ગયા છે..

થોડા વ્યક્તિ આ ચોર લૂંટારાની પાછળ પાછળ જવાની પણ કોશિશ કરી હતી. પરંતુ આ બંને વ્યક્તિ સોસાયટીના રહીશોને ચકમો આપીને ત્યાંથી ભાગી ગયા હતા. મુકેશભાઈના ઘરે અડધી રાત્રે ચોરી થતા થતા અટકી ગઈ હતી. તેઓ તાત્કાલિક ધોરણે નજીકના પોલીસ સ્ટેશનને હાજર થયા હતા.

અને ત્યાં ફરજ પરના ઇન્સ્પેક્ટર આલોકભાઈ ને પોતાના ઘરે બનેલી તમામ ઘટના જણાવી હતી. આલોક કુમાર સિંહ નામના ઇન્સ્પેક્ટર પાસે તેઓએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને અત્યારે સીસીટીવી કેમેરાની મદદથી આ ચોર લુટારાની ભાળ મેળવવી રહી છે. આ ચોર લુંટારા મુકેશભાઈના ઘરેથી કોઈ પણ ચીજવસ્તુની ચોરી કરી શક્યા નથી..

પરંતુ તેઓ અન્ય કોઈ જગ્યાએ ચોરી કે લૂંટફાટ ન કરે એટલા માટે તેમને પકડવા ખૂબ જ જરૂરી છે. હાલ પોલીસ આ મામલે ખૂબ જ કડકાઈથી કાર્યવાહી કરી રહી છે. કારણ કે અત્યારના સમયમાં ચોરી અને લુંટફાટ કરનાર ટોળકીઓને તંત્ર અને અધિકારીઓનો સહેજ પણ ડર રહ્યો નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment