શહેરોમાંથી આજકાલ મહિલાઓ સાથે અત્યાચાર, .દુ.ષ્ક.ર્મ અને શારીરિક અડપલાના બનાવ ખૂબ જ વધવા લાગ્યા છે. નરાધમ યુવકોના મનમાં ભરેલા વાસનાને કારણે તેઓ ન કરવાના કારનામુ કરી બેસે છે. અને અંતે પસ્તાવાનો વારો આવતો હોય છે. હાલ સુરતના મોરા ગામમાં ચકચાર મચાવતો બનાવ બન્યો છે..
મોરા ગામની રિલાયન્સ કંપની પાસે મૂળ રાજસ્થાનનો એક યુવક પોતાની પત્ની સાથે ચા નાસ્તાની લારી ચલાવતો હતો. અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ લારીની બાજુમાં એક પંચરવાળો વર્ષોથી પંચરની દુકાન ચલાવે છે. અને ત્યાંથી પસાર થતા વાહનો ના પંચર બનાવી આપે છે.
પંચરવાળા યુવક અને ચા નાસ્તાની લારી ચલાવતા યુવક વચ્ચે સારી મિત્રતા હોવાને કારણે તેઓ વચ્ચે ગાઢ સંબંધ બંધાઈ ગયા હતા. પરંતુ પંચરવાળા યુવકે અંતે પોતાની કાળી હરકતો બતાવીને બંને વચ્ચેના મિત્રતાની ઉપર કાળો કલર લગાવી દીધો છે. એક દિવસ રાત્રી ના ૧૧ વાગ્યા આસપાસ આ યુવક પોતાની ચા-નાસ્તાની હોટલ બંધ કરીને ગામમાં જમવાનું લેવા માટે ગયો હતો..
ત્યારે તેની પત્ની ઝંખના ચા-નાસ્તાની હોટલની અંદર આવેલા રસોડામાં ગેસ ઉપર બટેકા બાફવા માટે જતી હતી. એવામાં પંચરની દુકાન ચલાવતો યુવક તેમના હોટલમાં આવ્યો હતો અને જણાવ્યું કે તેને ફ્રીજમાંથી પાણીની બોટલ જોતી છે. ઝંખના એ કહ્યું કે ફ્રીજ ખોલીને તમે જાતે જ બોટલ લઇ લ્યો.
આ યુવકનું નામ મહેંદી હસન હતું. જેની ઉંમર ૨૧ વર્ષની છે. તે પાણીની બોટલ લેવા માટે હોટલની અંદર ઘુસી ગયો હતો. અને ફ્રીજમાંથી બોટલ લીધા બાદ તે રસોડામાં આવી પહોંચ્યો હતો. જ્યાં ઝંખના ગેસ ઉપર બટાકા બાફવા મૂકી રહી હતી. આ મોકો જોઈને મહેંદી હસન નામના નરાધમ યુવકે ઝંખનાનો હાથ પકડી લીધો હતો અને તેમજ તેની કમરના ભાગે પકડીને તેની છાતીના ભાગે હાથ ફેરવવા લાગ્યો હતો..
અને ત્યારબાદ તેને ચુંબન પણ કરી લીધું હતું. હવે તે બ્લાઉઝ પણ ખોલવા લાગ્યો હતો. અને ઝંખના ખૂબ જ ગભરાઈ ગઈ હતી. એટલા માટે તે યુવકની પકડમાંથી છૂટવાની કોશિશ કરવા લાગી અને તે બુમાબુમ કરવા લાગી હતી. બૂમાબૂમ કરતાની સાથે જ આ નરાધમ યુવક ત્યાંથી ભાગી ગયો હતો અને જ્યારે ઝંખનાનો પતિ તેના માટે જમવાનું લઈને પોતાની હોટલ પરત આવ્યા ત્યારે ઝંખનાએ તમામ પ્રકારના હરકતોની જાણ તેને કરી દીધી હતી..
આ યુવક તેની પત્ની સાથે ઇચ્છાપોર પોલીસ ગયો હતો. અને પંચર ની દુકાન ચલાવનાર સામે છેડતીનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવાની કામગીરી પોલીસે શરૂ કરી દીધી છે. રોજ જુદા જુદા વિસ્તારોમાંથી આવા ઘણા બધા બનાવો સામે આવે છે. હકીકતમાં આવા બનાવો ત્યારે ઊભા રહેશે એ વિચારવા સૌ કોઈ લોકો મજબૂર બન્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]