Breaking News

કેરટેકર મહિલાએ આઠ મહિનાના બાળકને હવામાં ઉછાળ્યો, તમાચા માર્યા, પલંગ પર પટક્યો.. ઘટનાનો વિડીયો થયો વાયરલ..!

સૌથી ગતિશીલ શહેર તરીકે ઓળખાતા સુરતમાં આજે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. હાલ પતિ અને પત્ની બંને નોકરી ધંધો કરતા હોવાથી મોટાભાગના પરિવારોમાં બાળકો ની સાર સંભાળ વડીલ દાદા-દાદી અથવા તો કેરટેકર રાખતી હોય છે. જ્યારે માતા અને પિતા પોતાના નોકરી અથવા ધંધે જતા હોય છે.

ત્યારે તેઓ બાળકનું મોઢું જોઈને જાય છે. પરંતુ તે રાત્રે આવે ત્યાં સુધીમાં બાળક સાથે આખા દિવસ દરમ્યાન શું વીત્યું હશે. તેની તેઓને જાણ રહેતી નથી. સુરતના રાંદેર વિસ્તારમાં એક એવો કિસ્સો બન્યો છે. જે દરેક માતા પિતાઓએ જાણી લેવા જોઈએ. રાંદેર પાલનપુર પાટિયા વિસ્તારમાં જલારામ જ્યોત એપાર્ટમેન્ટ આવેલું છે…

ત્યાં મિતેશ પટેલ અને તેનો પરિવાર વસવાટ કરે છે. મિતેશ પટેલ એક શાળામાં સ્પોર્ટ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેની પત્ની પણ અન્ય કોઇ જગ્યાએ નોકરી કરે છે. પતિ અને પત્ની બંને નોકરી કરતાં હોવાથી તેઓના બાળકોનું ધ્યાન રાખવા માટે એક કેરેક્ટરના રાખવામાં આવી હતી. આ ઉપરાંત મિતેશ પટેલ ને બે જોડિયા બાળકો છે..

તેથી તેની સાર-સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. મિતેશ પટેલના બાજુના ફ્લેટમાં જ તેના માતા-પિતા રહે છે. તેથી અવારનવાર તેઓ પણ આ બાળકની સારસંભાળ રાખવા આવે છે. એક દિવસ મિતેશ પટેલ ની માતા ને આ નાના બાળકને રડવાનો અવાજ આવતા જ તેણે તપાસ કરી હતી…

તો તેને એવી શંકા ગઈ હતી કે કેરટેકર કોમલ આ બાળકોને ટોર્ચર કરી રહી છે. તેમ જ મારી રહી છે. તેથી તેણે આ વાતને તેના દીકરા મિતેશ ને જણાવી હતી. માતાની વાતને માનીને મિતેશે પોતાના ઘરમાં ચોરીછૂપી સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા. જેથી કરીને જો આ મહિલા બાળક સાથે કંઈક દુર્વ્યવહાર કરે તો તેની જાણ થઈ શકે.

સીસીટીવી કેમેરા લગાવવાના ૧૦ કલાકમા જ કેરટેકર કોમલની એ કાળી કરતૂતો સામે આવી છે. જે જોઈને સૌ કોઈ લોકો દંગ રહી ગયા છે. સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે પલંગ ઉપર બે બાળકો છે. જેમાંથી એક બાળકને પકડીને કેરટેકર કોમલ ઉછળી રહી છે. અને ત્યારબાદ તે બાળકને જોરજોરથી તમાચા મારી રહી છે.

તેમજ તે બાળકને વારંવાર ઊંચકીને ભટકે છે. સાવ નાની ઉંમરના ફૂલ જેવા બાળકોને આ પ્રકારની સજા તે શા માટે આપતી હશે.. અને આ બાળકોએ તેનું એવું તો શું બગાડ્યું છે કે તેને મારી નાખવા સમાન હરકતો કરવા પર મજબુર બની ગઈ..  આ બાબતે બાળકનાં દાદી એ જણાવ્યું છે કે, બાળકોની સારસંભાળ રાખવા આવતી મહિલા કોમલને કોઈ બાળક નથી એટલા માટે તે અન્ય વ્યક્તિના બાળકોને જોઈને ખૂબ જ રોષે ભરાય છે.

તે બાળકોને જ્યારે મારતી હતી ત્યારે બાળક માર ખાઈને રડવા લાગ્યું હતું અને પરિણામે મિતેશ પટેલ ની માતા બાજુમાંથી દોડી આવી હતી. અને ત્યારબાદ તેણે તરત જ કોલ કરીને જાણ કરી હતી. મિતેશ તરત જ ઘર જવા માટે નીકળી ગયો હતો અને સીસીટીવી ફૂટેજ જોયા તો મિતેશ તેમજ તેની પત્નીના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી…

સીસીટીવી ફુટેજમાં બાળકને નિર્દય રીતે માર મારતા આ મહિલાનો વીડિયો કેદ થઈ ગયો હતો. પતિ પત્નીએ જોયું તો તેના બાળકની હાલત ખુબ જ ગંભીર હતી તે વારંવાર રડ્યા કરતું હતું તેમ જ તેનું શરીર સાવ સુન્ન પડી ગઈ હોય તેવું લાગ્યું જેના કારણે તેઓ એ તરત જ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દોડી ગયા હતા. ત્યાં તપાસ બાદ ડોક્ટરોએ જણાવ્યું છે કે, બાળક હાલ જીવન અને મરણની સીમા વચ્ચે લડી રહ્યું છે…

બાળકને બ્રેન હેમરેજ થયું છે તેથી આ બાળકનો જીવ બચી પણ જાય અથવા તો ન પણ બચે કશું જ કહી શકાય નહીં. આ પ્રકારનો બનાવ સામે આવતા જ આસપાસના વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. સહુ કોઈ લોકો કેરટેકર મહિલા કોમલ ચાદલેકરને કડકમાં કડક સજા આપવાની માંગ કરી રહ્યા છે…

કારણ કે ડોક્ટરોએ જણાવ્યું છે કે, ભારત માટે આગામી 48 કલાક મહત્વના છે. બીજી બાજુ આ ઘટનાની જાણ પતિ-પત્નીએ રાંદેર પોલીસ સ્ટેશનમાં કરતાં જ પોલીસે ગુનો નોંધીને આ મહિલાની અટકાયત કરી લીધી છે. તેમજ આગામી પગલાં હાથ ધરાયા છે.  બાળકની દાદીએ જણાવ્યું હતું કે તમારે કોઈ પણ જરૂરી કામ હોય છતાં પણ તમારે તમારા બાળકોને કોઈ કેરટેકર પાસે છોડવા ન જોઈએ…

બાળકોને હંમેશા આપણે પોતે જ સાચવવા જોઈએ અને સંસ્કારો આપીને ઉછેર કરવો જોઈએ… તેથી અમે પણ ગુજરાત પોસ્ટ ના માધ્યમથી અપીલ કરીએ છીએ કે તમે તમારા બાળકની સારસંભાળ જાતે જ રાખો.. આ કિસ્સો સામે આવ્યા બાદ હાલ સોશિયલ મીડિયામાં પણ રોષે ભરાયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *