Breaking News

કાર પલટી મારતા જ ડ્રાઈવર લોહીલુહાણ હાલતમાં ભાગવા લાગ્યો, પોલીસે કારની તલાશી લેતા જ જે મળ્યું તે જોઈને પોલીસ પણ ભાગવા લાગી..! વાંચો..

કહેવાય છે કે જે વ્યક્તિ ખોટું કામ કરે છે. તેઓને પર્દાફાસ આજે નહીં તો આવતીકાલે થાય જ છે. જે લોકો ખોટા કામ કરે છે. તેઓની કાળી કરતૂતો એકને એક દિવસે જરૂર બહાર આવે છે. એટલા માટે જ દરેક લોકોએ સત્ય સાથે ચાલવું જોઈએ અને મહેનતના પૈસા કમાવવા જોઈએ. છેલ્લા ત્રણ મહિનાની અંદર અંદર ગુજરાતમાં કરોડો રૂપિયાની પ્રતિબંધિત વસ્તુઓ પકડાઇ ચૂકી છે..

તેમજ ગોરખધંધા કરનારને પોલીસ પકડી પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેતી હોય છે. છતાં પણ બે નંબરના કાળા ધંધા કરનારા લોકોની હિમ્મત ઓછી થતી નથી અને તેઓ દિન-પ્રતિદિન પોતાના ગોરખધંધા વધારતા જાય છે. અમદાવાદના વિરમગામમાં ખુબ જ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.

વિરમગામ વિસ્તારમાં પોપટ ચોકડી થી પાઠક તરફ જવાના રસ્તા ઉપર જગદીશ મગનભાઈ નામના વ્યક્તિનું ફરમ હાઉસ છે. તેની સામેના રસ્તા પર એક કાર અચાનક જ પલટી મારી ગઇ હતી. કાર ડ્રાઈવરે સુમસામ રસ્તા ઉપર આ કાર પલટી મારી જતાં ધડાકાભેર અવાજ આવ્યો હતો. જેના કારણે આસપાસના વિસ્તારમાં હાજર તમામ લોકો ત્યાં દોડી ગયા હતા..

ત્યાં જોયું તો ડ્રાઈવરની હાલત ખૂબ જ ખરાબ હતી. અને તે લોહીલુહાણ થઇ ગયો હતો. પરંતુ તેને કારમાંથી બહાર કાઢી તેની સાથે તે ભાગવા લાગ્યો હતો. તેને બચાવવા વ્યક્તિઓનો કહેવું છે કે, અમે લોકો તેને હોસ્પિટલ લઈ જવા માટે 108 બોલાવી રહ્યા હતા. પરંતુ તે ઘરમાંથી બહાર નીકળતાની સાથે જ ભાગવા લાગ્યો હતો.

અમે પણ ખૂબ જ આશ્ચર્ય ચકિત થયા કે તેથી શા માટે ભાગી રહ્યો છે. એટલા માટે તેઓએ વિરમગામ ટાઉન પોલીસને આ બાબતની જાણ કરી હતી. ટાઉન પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે હાજર થઈ હતી અને આ પલટી મારેલી કાર કોની છે. તેમજ આ કાર ક્યાંથી આવી રહી છે. આ તમામ બાબતોની જાણ મેળવવાની શરૂ કરી દીધી હતી..

આ કારણે સીધી કર્યા બાદ તેની તલાશી પણ લેવામાં આવી હતી. જ્યારે આ કારની પાછળની ડીકી ખોલવામાં આવી ત્યારે જે દ્રશ્ય જોયું તે દ્રશ્ય જોઇને પોલીસના પણ હોશ ઉડી ગયા હતા અને તે પણ ભાગી ગયેલા કાર ચાલકની પાછળ ભાગવા લાગ્યા હતા. આ દ્રશ્ય જોતાની સાથે જ ત્યાં ઉભેલા તમામ લોકો ખૂબ જ આચાર્ય પામ્યા હતા. અને વિચારવા પર મજબૂર બન્યા કે,

પહેલા લોહીલુહાણ આ હાલતમાં કારડ્રાઇવર ભાગવા લાગ્યો હતો. અને તેની પાછળ પોલીસ પણ ભાગવા લાગી છે. હકીકતમાં કારની અંદર એવું તો શું હશે કે જેને જોતા જ પોલીસ એ ડ્રાઇવરને પકડવા માટે દોડી રહી છે. વ્યક્તિઓએ જ્યારે કારની ડીકી ખોલીને જોયું તો તેની અંદરથી કુલ 395 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.

જેની કુલ કિંમત ₹3,58,000 છે. આટલી મોટી કિંમતનો વિદેશી દારૂ જોતા જ પોલીસ કાર ચાલકને પકડવા માટે દોડી રહી હતી. અને તેને પકડીને વિદેશી દારૂનો મોટો જથ્થો તે ત્યાં પહોંચાડી રહ્યા હતા. તેમજ ક્યાંથી લાવી રહ્યા હતા તેની જાણ મેળવી રહી છે. આ પ્રકારનો જ એક બનાવ માત્ર ત્રણ દિવસ પહેલા વલસાડમાંથી સામે આવ્યો હતો..

જ્યાં રાતના સમયે મહારાષ્ટ્ર બોર્ડર પાસેથી એક લાલ રંગની સ્વીફ્ટ કાર પસાર થઇ રહી હતી. એ દિવસે રાત્રે વરસાદ ખૂબ વધારે માત્રામાં વરસ્યો હોવાથી રસ્તા પર કાદવ કીચડ ભરાઈ ગયો હતો. જેમાં આ કાર ફસાઈ ગઈ હતી. કાર ફસાતા જ કારચાલક કારને ત્યાં ને ત્યાં જ મૂકીને ભાગી ગયા હતા.

આસપાસના રહીશોએ જ્યારે આવીને જોયું તો આ કારની અંદરથી ત્રણ વાછરડા મળી આવ્યા હતા. આરોપીઓ ગૌ તસ્કરો હતા. અને એક જગ્યાએથી બીજી જગ્યાએ વાછરડા અને ગાયોની હેરાફેરી કરી રહ્યા હતા. આવા લોકોને પકડી પકડીને જેલ ભેગા કરી દેવા જોઈએ જેથી કરીને આવા કારનામાં કરતા પહેલા સો વાર વિચાર કરે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *