Breaking News

હાઈવે ઉપર કારને ઉભી રખાવીને ચેકિંગ કરતા ચોરખાનું મળ્યું, ખાનાની અંદરથી મળ્યું એવું કે જોતા જ મગજના તાર હલબલી ગયા..!

પોલીસ તંત્રના અધિકારી શહેરના નાગરિકોને સલામતી અને સુખાકારી પૂરી પાડવા માટે રાત દિવસ મહેનત કરે છે. અને તેમના ખબરીઓ પાસેથી જે માહિતી મળે એ માહિતી અનુસાર એક્શન લઈ શહેરની અંદર થતા કાળા કારના મને પહેલેથી જ રોકી દેવામાં આવતા હોય છે. હકીકતમાં તંત્રના આવા અધિકારીઓને સલામ છે કે, તેઓ તેમનું પારિવારક જીવન ભૂલી જઈ લોકોની સેવા કરે છે..

અત્યારે વલસાડ રૂરલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એટલી મોટી સફળતા મેળવી છે, જેને જાણ્યા બાદ તમે પણ સલામ કરી બેસશો. વલસાડ રૂરલ પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન એક કાર ઉપર શંકા ગઈ હતી. અને આ કારણે રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કારનો ડ્રાઇવર એટલો બધો ગભરાઈ ગયો હતો કે, તે પોલીસને જોતાની સાથે જ ફુલ સ્પીડે કારને ચલાવવા લાગ્યો અને ત્યાંથી ભાગી ગયો હતો..

બસ આ દ્રશ્ય જોતાની સાથે જ પોલીસની ટીમ સમજી ગઈ કે, નક્કી આ કારની અંદર કોઈ કાળા કારનામાં ચાલી રહ્યા હશે. અથવા કોઈ એવી ચીજ વસ્તુઓની હેરાફેરી થવા જઈ રહી હશે કે, જે ગેરકાયદેસર છે. તાત્કાલિક ધોરણે પોલીસે પણ ફિલ્મી ડબે આ કારનો પીછો કર્યો હતો અને ત્યાં જમડાજી રામદેવ ધાબા પાસેથી આકારને ઉભી રખાવીને કારનું ચેકિંગ પણ શરૂ કર્યું હતું..

ચેકિંગ કરતાની સાથે જ પોલીસને તપાસ દરમિયાન એવી ચીજ વસ્તુઓ મળી આવી કે, તે જોતાં જ સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા. પોલીસને બાતમી મળી હતી કે, કોલ્હાપુર થી ઉદયપુર તરફ દાગીના લઈ જવામાં આવ્યા છે. જ્યારે આ કારની પાછળની સીટને નીચે પાડીને જોવામાં આવ્યું તો ત્યાંથી એક ચોર ખાનું મળી આવ્યું હતું..

આ ચોર ખાનાની અંદરથી કુલ 46 જેટલી પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી. જેમાં કુલ 173 કિલો ચાંદીના પાયલનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. જેની કુલ કિંમત અંદાજે એક કરોડ રૂપિયા કરતા પણ વધારે છે, જ્યારે પોલીસે ડ્રાઇવર અને અન્ય બે વ્યક્તિઓ પાસે આ તમામ સામાન નું બિલ માંગ્યું ત્યારે તેઓ બિલ દેખાડી શક્યા નહીં..

એટલા માટે વલસાડ પોલીસે શંકાના આધારે આ તમામ જથ્થો કબજે કરી લીધો હતો અને કારમાં બેઠેલા વિજય રામચંદ્ર પાટીલ, સંતોષ ગણપતિ અને સતીશ ગણપતિ નામના કુલ ત્રણેય વ્યક્તિઓની અટકાયત કરી લેવામાં આવી છે. હાલ તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે..

શહેરની અંદર પોલીસ અધિકારીઓ ની દરેક ખૂણામાં નજર હોય છે. જો કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર ચીજ વસ્તુઓનો વ્યાપાર થતો નજરે ચડે તો તાત્કાલિક ધોરણે તેને અટકાવવામાં આવે છે. અને શહેરના નાગરિકો સુરક્ષિત અને શાંતિથી જીવન જીવે એ માટે તાત્કાલિક ધોરણે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *