Breaking News

‘કેન્સરની દવા કરાવવા પૈસા જોઈએ છે’ કહીને રૂપાળી જુવાન યુવતીએ ભલભલાને ખંખેરી નાખ્યા, રૂપ જોઈને પીગળશો તો પછતાશો.. જાણો..!

અત્યારના સમયમાં પૈસા કમાવાની કરતાં પૈસાને સાચવવા વધુ અઘરા છે, કારણ કે ઘણી બધી વાર પારિવારિક સંબંધોને કારણે આપણે કોઈ વ્યક્તિને મજબૂર થઈને પૈસા આપવા પડતા હોય છે, કોઈ વ્યક્તિને વધારે આપેલા પૈસા આપણને ક્યારે પરત મળે તેનું કશું નક્કી કરી શકાતું નથી..

અત્યારના સમયની અંદર તો છેતરપિંડીના બનાવો ખૂબ જ વધવા લાગ્યા છે, ડગલેને પગલે રૂપિયા વાપરવામાં પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે અને પહેલેથી જ અંદાજો મેળવી લેવો પડે છે કે, કયા વ્યક્તિ સાથે વ્યવહાર રાખવાને કારણે આપણે નુકસાન થશે કે નહીં.? તેની પણ માહિતી મેળવવી પડતી હોય છે..

હાલ ખૂબ જ ચોંકાવનારો બનાવો ધર્મરાજ સર્કલ પાસેથી સામે આવ્યો છે, આ સર્કલની નજીક ઈશ્વર નામનો યુવક એક ખૂબ જ મોટી છેતરપિંડીનો ભોગ બની ગયો હતો, ઈશ્વર બે માળના મકાનમાં તેની પત્ની હીના તેમજ તેના માતા પિતા અને એક નાનકડા દીકરાની સાથે જીવન ગુજારતો હતો..

ઈશ્વર વેપાર ધંધા સાથે જોડાયેલો માણસ હોવાને કારણે તેની પાસે ઘણા બધા રૂપિયાની મૂડી હતી, તેના ઘરના પાછળના ભાગે આવેલી કોલોનીમાં થોડા દિવસ પહેલા જ કૃપાલી નામની એક જુવાન જોધ રૂપાળી યુવતી રહેવા માટે આવી હતી, આ યુવતી કોલેજનો અભ્યાસ કરતી હોય તેવું લાગતું હતું..

તે ઈશ્વરભાઈના પાછળની કોલોનીમાં આવેલા મકાનમાં રહીને જીવન ગુજારતી હતી, ઈશ્વરભાઈ જ્યારે હવા ખાવા માટે પોતાની અગાસી ઉપર જતા હતા ત્યારે તેઓની નજર જતી તો તેમની પાછળની કોલોનીમાં આ યુવતી તેમની સામે જોઈને હસ્તી હતી. ઇશ્વરભાઇને ખૂબ જ અજુગતું લાગ્યું હતું કે, જુવાન ઉંમરની આ યુવતી શા માટે એકલવાયું જીવન જીવતી હશે..

તો બીજી બાજુ આ યુવતીએ પણ ઈશ્વરભાઈ સાથે વાતચીત કરવાની કોશિશ કરવાની હિંમત કરી લીધી હતી, તે ઈશ્વરભાઈના અગાસી સુધી પહોંચી આવી અને તેની સાથે વાતચીત કરવાની શરૂ કરી હતી, ધીમે ધીમે બંને વ્યક્તિએ એકબીજાને સોશિયલ મીડિયામાં પણ વાતચીત કરવાનું શરૂ કર્યું હતું..

ત્યારબાદ તેઓ એકબીજા સાથે ફોનમાં પણ લાંબી લાંબી વાતો કરવા લાગ્યા હતા, ઈશ્વરભાઈ આ જુવાન યુવતીનું રૂપ જોઈને તેને મોહી ગયા હતા અને તેની સાથે વાત કરવા માટે તે પોતાનો વેપાર ધંધો પણ બાજુ પર મૂકી દેવા લાગ્યા હતા, તો બીજી બાજુ 22 વર્ષની કૃપાલી નામની આ યુવતી ઈશ્વરભાઈને પોતાના ચહેરાના હાવ ભાવથી એવી રીતે નચાવતી હતી કે ઈશ્વરભાઈ પીગળીને તેની જાળાની અંદર ફસાઈ ગયા હતા..

તેમનો પ્રેમ પ્રકરણ અંદાજે ત્રણ મહિના સુધી ચાલ્યું આ ત્રણ મહિનાની અંદર કૃપાલીને ઇશ્વરભાઇ હિલ સ્ટેશન ઉપર ફરવા માટે પણ લઈ જતા અને ત્યાં તેની સાથે બે થી ત્રણ દિવસ સુધીનો સમય પણ વિતાવતા હતા, એક દિવસ કૃપાલીએ ઈશ્વરભાઈને જણાવ્યું કે, કૃપાલીના માતા-પિતાને કેન્સર ની ગંભીર બીમારી છે..

અને તેની દવા માટે તેની પાસે હવે પૈસા નથી, એટલા માટે અંદાજે ₹4,00,000 ની જરૂર છે, ઈશ્વરભાઈ એક પણ વાર અન્ય કોઈ બાબતની તપાસ કર્યા વગર કૃપાલીને ₹4,00,000 રોકડા આપી દીધા હતા અને કહ્યું કે, તું તારી માતા પિતા ની સારવાર કરાવી શકે છે. કૃપાલીએ જણાવ્યું કે, ₹4,00,000ની આ રકમ આપીને તેવો ખૂબ જ મોટો ઉપકાર કરી રહ્યા છે..

આ ઉપકારને તે ક્યારેય પણ ભૂલશે નહીં અને હંમેશા આખી જિંદગી ઈશ્વરભાઈની સાથે પ્રેમ પ્રકરણ ચલાવી રાખશે, કૃપાલીએ જણાવ્યું કે, તે માત્ર બે દિવસની અંદર વતનએ રહેલા તેના માતા પિતાની સારવાર કરાવીને પરત તેમની પાસે રહેવા માટે આવી જશે અને ત્યારબાદ તેઓ ફરવા માટે પણ જવાના છે..

તેનો પણ પ્લાન નક્કી કરી નાખ્યો હતો. ચાર લાખની રકમ લઈને કૃપાલી ઘર મૂકીને નીકળી પડી હતી. બીજી બાજુ ઈશ્વરભાઈ બે દિવસ પછી કૃપાલીની રાહ જોઈને બેઠા હતા, પરંતુ કૃપાલીએ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું અને તેના ઘરને પણ તાળું મારીને તે જતી રહી હતી, જ્યારે આસપાસના વિસ્તારમાંથી તેઓએ માહિતી મેળવી તો ખબર પડી કે કૃપાલીએ આ ઘર ખાલી કરી નાખ્યું છે..

તેનો કોઈ પણ અતોપતો પણ મળી આવ્યો નહીં, ત્યારે ઈશ્વરભાઈને ખબર પડી કે, કૃપાલી નામની 22 વર્ષની આ દેખાવડી અને જુવાન યુવતી તેને ચુનો ચોપડીને જતી રહી છે, ત્યારે તેઓના હોશ છૂટી ગયા હતા, પોતાના પરિવાર અને પોતાના નાનકડા દીકરાની ચિંતા કર્યા વગર ઈશ્વરભાઈ પોતાનું કામ ધંધો પડતો મૂકીને જુવાન યુવતીના રૂપને મોહી ગયા હતા..

રૂપ જોઈને પીગળી ગયેલા ઈશ્વરભાઈને અત્યારે પહોંચવાનો વારો આવ્યો હતો, તેની સાથે કુલ ચાર લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી તેઓ સાંભળતો પોલીસ સ્ટેશનને પહોંચી ગયા અને ત્યાં જઈને તેઓ ફરિયાદ નોંધાવી દીધી કે, કૃપાલી નામની એક જુવાન યુવતી તેની સાથે ₹4,00,000 ની છેતરપિંડી કરીને જતી રહી છે..

કૃપાલી ઈશ્વરભાઈને પ્રેમ જાળાની અંદર એવી રીતે ફસાવી દીધા હતા કે, ઈશ્વરભાઈએ કોઈપણ વાતની પૂછપરછ કરી નહીં અને ચાર લાખ રૂપિયા જેટલી મોટી રકમ વિશ્વાસ ઉપર આપી દીધી હતી અને બીજી બાજુ કૃપા લઈએ ખૂબ જ મોટી છેતરપિંડી કરી નાખતા ચારેકોર ઈશ્વરભાઈ સાથે થયેલી આ છેતરપિંડીની ચર્ચા વિચારણા થવા લાગી હતી..

ઈશ્વરભાઈ ના પરિવારને પણ જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓએ તો ઈશ્વરભાઈને ખખડાવી નાખ્યા હતા કારણ કે, પરિવારને પડતો મૂકીને તે માત્ર 22 વર્ષની એક યુવતીને પ્રેમ કરવા લાગ્યો હતો. કૃપાલીએ ઇશ્વરભાઇને એવી રીતે જાળની અંદર ફસાવ્યા હતા કે, પૈસા જેવી કિંમતી ચીજ વસ્તુઓનું પણ ઇશ્વરભાઇએ ધ્યાન રાખ્યું નહીં..

અને કૃપાલી ને આપી દીધા હતા, આજકાલના સમયમાં ખૂણે ખૂણે આ પ્રકારના મામલાઓ આપણે નજર સામે જોઈએ છીએ, એટલા માટે હર હંમેશા ડગલેને પગલે ધ્યાન રાખીને જીવન જીવવું જોઈએ. આ પ્રકારની ઘણી બધી છેતરપીંડીમાં શહેરના સારા સારા લોકો જાળમાં ફસાઈ ચુક્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *