Breaking News

કેનેડા જઈને દીકરો તેના માં-બાપને ભૂલી ગયો, ફોનમાં કેહવા લાગ્યો એવું કે સાંભળીને માં-બાપ ચક્કર ખાઈને ઢળી પડ્યા, ખાસ ચેતજો…!

અત્યારના દરેક યુવક યુવતીઓમાં એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે, જેના માટે તેઓ ભણતર અને આવનારૂ ભવિષ્ય જીવવા માટે ભારત દેશ છોડીને વિદેશમાં જવા લાગ્યા છે, દિન પ્રતિ દિન યુવાન વર્ગમાં વિદેશ જઈને ભણવું તેમજ સ્થાયી થવાનો ટ્રેન્ડ ખૂબ જ આગળ વધી રહ્યો છે. ભારતનું યુવા ધન ભારતમાં જ માતા પિતા સાથે રહી દેશને આગળ વધારવા માટે કામકાજ કરતાને બદલે વિદેશ જઈને વધુ પૈસા કમાવવાની રેસમાં દોડી રહ્યા છે..

આવા બનાવોની અંદર દરેક લોકોની વિચારધારા જુદી-જુદી હોય છે. કોઈ વ્યક્તિ માત્ર નજીવા પૈસા કમાઈને પોતાના માતા-પિતા અને પરિવાર સાથે સુખમય જિંદગી જીવવા ભારતમાં રહેવાનું પસંદ કરે છે. તો આજકાલના નવ જુવાનિયામાંથી કેટલાક લોકો વધુ પૈસા કમાઈને મોજ શોખ અને વિદેશી સંસ્કૃતિમાં જીવન જીવવા માટે ભારત મૂકીને વિદેશ જવા લાગ્યા છે..

દરેક લોકોની વિચારધારા જુદી-જુદી હોય છે. પરંતુ આ વિચારધારા કોઈક વખત એવી સાબિત થઈ જતી હોય છે કે, જેમાંથી દરેક વ્યક્તિએ શીખ લેવી જરૂરી છે. અત્યારે એક એવો જ બનાવ સામે આવી ગયો છે. નાના બનીડા ગામમાં રહેતા અશ્વિનભાઈ નામના વ્યક્તિએ તેમના 22 વર્ષના યુવાન દીકરા અંકિતને અભ્યાસ કરવા માટે કેનેડા મોકલ્યો હતો..

તેમનો દીકરો કેનેડા પહોંચીને સારી રીતે અભ્યાસ કરવા લાગ્યો હતો. પરંતુ ધીમે-ધીમે દીકરો અને મા બાપ બંને વચ્ચેનું અંતર વધતું ગયું કોઈ વખત તેનો દીકરો તેમને ફોન કરવાનું ટાળતો હતો, જ્યારે જ્યારે મા બાપ તેના દીકરાને ફોન કરવાની કોશિશ કરતા ત્યારે તેમનો દીકરો ફોન પણ ઉચકવાનું બંધ કરી દીધું હતું..

તે તેમના દીકરાને આજથી ત્રણ વર્ષ પહેલા કેનેડા મોકલ્યો હતો. પરંતુ હવે તેમનો દીકરો તેના સગા મા-બાપને મળવા માટે પણ રાજી ન હતો બિચારા મા-બાપ તેના દીકરાનો હસતો ખેલતો ચહેરો જોવા માટે તેનો સંપર્ક કરતા રહ્યા અને તેનો દીકરો સંપર્ક વિહોણો બની ગયો હતો. એક દિવસ સામેથી દીકરાનો ફોન આવ્યો અને આ ફોનની અંદર તેણે પોતાના મા બાપને એવું કહી નાખ્યું છે કે, જે સાંભળીને અશ્વિનભાઈ અને તેમની પત્ની બંને ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા..

અંકિતે અશ્વિનભાઈને ફોન ઉપર જણાવી દીધું કે, હવે તે ક્યારેય પણ ભારત આવવા માંગતો નથી અને તેમની સાથે રહેવા પણ માંગતો નથી. હવે તે પોતાની જિંદગી જીવી લેશે. તેણે કેનેડાની એક યુવતી સાથે લગ્ન પણ કરી લીધા છે અને હવે તે ત્યાં જ સુખી લગ્નજીવન વિતાવવા માંગે છે..

આ ઉપરાંત તેણે ફોન કટ કરતી વખતે પોતાના મા બાપને જણાવી દીધું કે, હવે તે તેના મા બાપને આખી જિંદગી પર ક્યારેય પણ મળવા માંગતો નથી. કારણ કે કેનેડા આવવાનું તેનું શોખ નથી અને પોતાના દમ ઉપર ઊભું કર્યું છે. જેમાં તેના માતા પિતાએ ક્યારેય પણ તેને સાથ સહકાર આપ્યો નથી..

એટલા માટે હવે તે ક્યારેય પણ તેના મા-બાપને પોતાનો ચહેરો દેખાડશે નહીં. આ શબ્દો સાંભળતાની સાથે જ બંને મા-બાપ ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા. ઘટનાની આ જાણકારી તેમના કુટુંબના અન્ય સભ્ય સુધી પહોંચી ત્યારે તેઓ પણ ઉઠ્યા છે કે, આખરે તેમના જ કુટુંબ નો દીકરો તેમનાથી દૂર થઈ ગયો અને ભારતીય સંસ્કૃતિથી વીખોટો પડીને વિદેશમાં ચાલ્યા ગયા બાદ..

એવી વિચારધારામાં પરિવર્તન પામી ગયો છે કે, હવે તેને તેનો પરિવાર જ પારકો લાગવા લાગ્યો છે. અને પરિવાર સાથે તમામ સંબંધો પણ તોડી નાખ્યા છે. આવનારા સમયમાં કદાચ આવી ઘટના અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ બની શકે છે. જે અત્યારે દરેક સમાજ માટે ખૂબ જ આવનારા પ્રશ્નો છે..

જો આવા પ્રશ્નોને અત્યારથી જ ડામ દેવામાં નહીં આવે તો આગળ જતા ખૂબ મોટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. એટલા માટે દરેક મા બાપને અમે અમારા ન્યુઝ પોર્ટલ “ગુજરાત પોસ્ટ્સ” માધ્યમથી અપીલ કરીએ છીએ કે, બાળકો સાથે વધુમાં વધુ સમય પસાર કરવામાં આવે તેમની સાથે ભવિષ્યને લઈને તમામ બાબતોની ચર્ચા વિચારણા કરવી તેમજ તેમના જીવનમાં રહેલા દરેક વાતો ખુલ્લા મનથી કરવી જોઈએ..

જેથી કરીને માતા પિતા અને બાળકો સાથેનો સંપર્ક હંમેશા માટે ગાઢ બનેલો રહે, અશ્વિનભાઈ અને તેમની પત્ની બંને તેના દીકરાનો સંપર્ક કરવા માટે દરેક કોશિશ કરી રહ્યા છે. પરંતુ તેમનો દીકરો હવે તેમના કહ્યામાં રહ્યો નથી, અશ્વિનભાઈ દરેક લોકોને સમજાવી રહ્યા છે કે પોતાના બાળકોને પોતાથી દૂર મોકલતા પહેલા તેમની સાથે સારી રીતે સમજણ થાય એટલા માટે સમય પસાર કરવો જોઈએ.

પૈસા તો આજે છે ને આવતીકાલે નથી, પરંતુ જો પરિવાર સાથે નહીં હોય તો આ જિંદગી એકદમ નકામી છે. પૈસાથી માત્ર સુખના સાધનો વિકસાવી શકાય છે પરતું સાંજ પડતા જ ખભે હાથ મુકવા વાળા પિતા અને ખોળામાં માથું નાખીને સુવા વાળી માતા તેમજ અવાજ ખળભળાટ કરતા નાનકડા દીકરા કે દીકરી સાથે નહી હોઈ તો આ જિંદગી નકામી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *