Breaking News

કેનેડા ગયેલા દીકરા સાથે બની એવી ઘટના કે હજારો કિલોમીટર દુર રહેલા માં-બાપના કાળજા ફફડી ઉઠ્યા, બાળકોને વિદેશ મોકલતા લોકો ખાસ વાંચે..!

પહેલાના સમયના વડીલો કહેતા કે કદાચ એક સમયે બટકું રોટલો ઓછો ખાવા મળે તો ચલાવી લેવામાં આવે પરંતુ ક્યારેય પણ પરિવારથી દૂર રહીને એકલવાઈ જિંદગી જીવવી એ બરાબર કહેવાય નહીં, ભગવાને પરિવારની સાથે રહેવા માટે કુલ કુટુંબની અંદર જન્મ આપ્યો હોય છે પરંતુ અત્યારે ભણેલ ગણેલ યુવકો વિદેશ જઈને વસવાટ કરવા માટે ખૂબ જ આકર્ષાયા છે..

જેના ઘણા બધા ચોકાવનારા કિસ્સાઓ અવારનવાર આપણી નજર સામે આવતા હોય છે અને અત્યારે વધુ એક કિસ્સો સામે આવી જતા દરેક માતા-પિતાએ આ કિસ્સાને જાણ્યા બાદ ચેતવું જોઈએ અને કિસ્સામાંથી શીખ મેળવીને પોતાના બાળકોને પણ સમજાવવા જોઈએ અત્યારે ધોરણ 12 તેમજ કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આગળનો અભ્યાસ કરવા માટે..

દિકરા કે દીકરીઓ કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ તેમજ અન્ય ઘણા બધા કન્ટ્રીની અંદર અભ્યાસ માટે જ ઇચ્છતા હોય છે. મધ્યમ વર્ગીય પરિવારનો મોભી તેના દીકરાના કે દીકરીને વિદેશ મોકલવા માટે રૂપિયા વ્યાજે લઈને તનતોડ મહેનત કરી બધી જ પ્રોસેસ પૂર્ણ કરી તેમના દીકરા કે દીકરીને વિદેશ મોકલે છે..

પરંતુ વિદેશ ગયા બાદ તેમનો દીકરો કે, દીકરી કઈ હાલતમાં જીવન જીવે છે. તેમજ ત્યાં તેઓ શું કામકાજ કરી રહ્યા છે, તેના વિશે માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જે દીકરા કે દીકરીને તેઓએ પોતાની સાથે રહેતી વખતે જે સારા સંસ્કારો આપ્યા હોય તે સંસ્કારો કદાચ તેઓ ત્યાં જઈને ભૂલી પણ જતા હોય છે..

અત્યારે એક માતા પિતાએ તેના દીકરાને કેનેડા મોકલ્યો હતો. પરંતુ કેનેડા પહોંચતાની સાથે જ તેના દીકરા સાથે એવી ઘટના બની ગઈ હતી કે હજારો કિલોમીટર દૂર રહેલા તેના માતા-પિતાના કાળજા ફફડી ઊઠ્યા હતા, જે લોકો બાળકોને વિદેશ મોકલવાના હોય તેવા લોકો માટે આ કિસ્સો ખૂબ જ જાણી લેવો જોઈએ..

ઉમેશભાઈ નામના વ્યક્તિએ તેના 22 વર્ષના દીકરા પ્રતીકને કેનેડા મોકલવાની તૈયારીઓ કરી હતી, કારણ કે તેમનો દીકરો કેનેડા જઈને આગળનો અભ્યાસ કરવા માંગતો હતો. તેમનો દીકરો કેનેડા પહોંચી ચૂક્યો હતો અને ત્યાં થોડા દિવસના વસવાટ બાદ તેની સાથે રહેલા તેના મિત્રોએ તેને લૂંટી લેવાનો પ્રયાસ કર્યો હતો..

પ્રતિક ત્યાં ગૌતમ, ધીરજ અને મૌલિક નામના ત્રણ મિત્રોની સાથે એક જ રૂમમાં વસવાટ કરતો હતો. આ ત્રણેય મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી કેનેડામાં રહેતા હતા, જ્યારે પ્રતીક માત્ર થોડા દિવસ પહેલા જ તેમની સાથે રહેવા લાગ્યો હતો. આ ત્રણેય વ્યક્તિઓને પૈસાની ખૂબ જ જરૂર હોવાને કારણે તેઓએ પ્રતિક પાસેથી રૂપિયા પડાવી લેવા માટે તેમને ડરાવા ધમકાવવાનું શરૂ કર્યું હતું..

જો તે રૂપિયા નહીં આપે તો તેને જાનથી મારી નાખશે તેવી ધમકીઓ પણ આપી દીધી હતી, આ વાતની જાણકારી જો તેના માતા-પિતા સુધી પહોંચી તો તારો ખેલ અહીં જ ખતમ કરી દેવામાં આવશે તેવું જણાવ્યું હતું, પ્રતિક સ્વભાવનો ખૂબ જ ભોળો વ્યક્તિ હોવાને કારણે તે તેના રૂમમાં રહેતા અન્ય ત્રણ મિત્રોથી ખૂબ જ ડરી ગયો હતો..

અને શું કરવું તે સમજાયું નહીં તેની પાસે રહેલી તમામ રોકડ રૂપિયાની મૂડી તેઓને આ ત્રણેય મિત્રોને આપી દીધી હતી અને ત્યારબાદ આ ત્રણેય મિત્રોએ પ્રતિકને કપડાની સાથે ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો હતો. આવા સમયે ત્યાં જવું અને ક્યાં રહેવું તેમજ શું ખાવું તેવું કોઈ પણ વાત તેને સમજાય નહીં..

તેને અન્ય કોઈ વ્યક્તિની મદદ લઈને તેના માતા-પિતાને આ વાત મોબાઈલ પર જણાવી હતી કે, તેની સાથે ખૂબ જ મોટી છેતરપિંડી થઈ છે અને તેના મિત્રોએ તેની પાસે રહેલી તમામ મૂડી અને રોકડ રૂપિયા પડાવી લઈ તેને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે. જ્યારે આ સમાચાર વતન એ રહેલા ઉમેશભાઈ અને તેમની પત્ની દીપીકાબેન એ સાંભળ્યા ત્યારે તેમના કાળજુ ફફડી ઉઠ્યું હતું..

કારણ કે, તેઓને તેમની દીકરાની ચિંતા સતત સત્તાવા લાગી હતી, હાલ મોટાભાગના દિકરા કે દીકરીઓ વિદેશ ભણવા માટે જતા હોય છે. તો તેઓ રહેવાની તેમજ ખાવા પીવાની સુવિધાઓ પોતાના વતનથી જ કરીને જતા હોય છે, પરંતુ ત્યાં જઈને તેઓને ઘણી બધી વાર છેતરપિંડીનો ભોગ પણ બનવું પડતું હોય છે..

એટલા માટે ડગલેને પગલે દરેક ચીજ વસ્તુઓનું ધ્યાન રાખીને કોઈપણ કામગીરીઓ કરવી જોઈએ આ બનાવને લઈ માતા-પિતાના તો હોશ ઉડી ગયા હતા. આ ઘટનાને દરેક લોકો સુધી પહોચાડવી ખુબ જ જરૂરી છે જેથી કરીને આવનારા સમયમાં અન્ય કોઈ વ્યક્તિ આવી છેતરપીંડીનો ભોગ ન બને સુખ શાંતિથી વિદેશમાં રહી શકે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *