કેનેડા ભણવા ગયેલા વડોદરાના રાહુલનું ઠંડા પાણીમાં ડૂબવાએ લીધે મોત.. પરિવારને સમાચાર મળતા જ ડોળા ચડી ગયા..

ભારતમાંથી કેટલાય બાળકો ભણતર માટે વિદેશ જતા હોય છે. જ્યાં તેઓ મા-બાપથી વિખૂટાં પડીને અલગ જ રહીને પોતાનું ભણતર પૂરું કરતા હોય છે. એવા સમયે દરેક મા-બાપનો જીવ પણ પોતાના બાળક પાસે હોય છે કે, મારો બાળક ત્યાં ખુશ તો હશેને.. વગેરે જેવી અનેક ચિંતાઓ સતાવતી હોય છે.

વડોદરાના ઘડિયાળી પોળમાં કપડાની દુકાન ધરાવતા સુનિલભાઈ માખીજા ના એક ના એક પુત્ર રાહુલ માખીજા કેનેડા ખાતે પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરવા માટે ગયો હતો. તેનો અભ્યાસ પૂર્ણ થતાં તેણે નોકરી માટે અરજી કરી હતી. તેમાં અભ્યાસ પૂર્ણ થવાની ખુશીમાં તે મિત્રો સાથે ટોરેન્ટો થી ૩૦૦ કિલોમીટર દૂર ટોબલમરી ખાતે ફરવા ગયો હતો..

ત્યાં તેઓ પર્વત પરથી ઠંડા પાણીના તળાવમાં કૂદકા મારીને આનંદ લઇ રહ્યા હતા. તેઓ વારંવાર આ પ્રકારની રમત રમતા હતા. વારાફરતી વારો એક પછી એક મિત્ર ઠંડા પાણીમાં ડૂબકી મારતા હતા. એ વખતે તેનો મિત્ર યસ કોટડીયા ઠંડા પાણીમાં કૂદકો માર્યો ત્યારે તેના હાથમાં પથ્થર આવી જતાં તેનો જીવ બચી ગયો હતો.

જ્યારે રાહુલે ઠેકડો માર્યો ત્યારે તે ઠંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયું હતું. આ સમાચાર જ્યારે વડોદરામાં રહેલા તેના પરિવારે સાંભળ્યા ત્યારે પરિવારમાં શોકનો માહોલ પેદા થયો હતો. રાહુલના પિતા સુનિલ ભાઈ તેમજ તેની માતા પૂજાબેન જમવાનું પણ છોડી દીધું હતું.

કેનેડાથી કાર્ગો પ્લેન દ્વારા રાહુલના મૃતદેહને વડોદરા ખાતે લાવવામાં આવ્યો હતો. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે પરિવારને દિકરાનો મૃતદેહ જલ્દીથી જલ્દી મળી જાય તે માટેના તમામ પ્રયાસો કર્યા છે. કારણકે મૃતદેહને વડોદરા લાવ્યા બાદ તેની તપાસ કરવામાં ઘણો સમય લાગી જતો હોય છે.

દીકરાના મોતના સમાચાર સાંભળતા પરિવારમાં આફતના વાદળો ઘેરાઈ ગયા છે. ખરેખર દીકરાના મોત બાદ પરિવાર સાવ ભાંગી પડ્યો છે અને સૌ કોઈ તેના દુઃખઅ ડૂબી ગયા છે. ભગવાન તેના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને રાહુલની આત્માને શાંતિ આપે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment