Breaking News

ફોનમાં કીધું કે, “બેટા હું જલદી જ ઘરે આવું છું” પણ 10 કલાક સુધી માતા ઘરે ન આવતા શોધવા નીકળેલા દીકરાને પોતાની માં એવી હાલતમાં મળી કે જાણીને હચમચી જશો..!

સવાર પડતાની સાથે જ લોકો પોતાના નોકરી કે ધંધો કરનાર સ્થળ પર ચાલ્યા જતા હોય છે. આખો દિવસ ત્યાં તેઓ તનતોડ મહેનત કરે છે. અને ત્યારબાદ રાત્રે તેઓ પરત ફરતા હોય છે. પરિવારના પુરુષો નોકરી ધંધા ઉપર વ્યવસ્થિત ધ્યાન આપી શકે છે. પરંતુ પરિવારની મહિલાઓ જો નોકરી ધંધો કરતી હોય તો તેઓ બરાબર ધ્યાન આપી શકતી નથી.

કારણ કે તેઓને આ નોકરી ધંધાની સાથે સાથે પોતાના ઘરના સભ્યોને સાચવવાની તેમ જ ભોજન બનાવવાની સહિત અન્ય ઘણી બધી પણ કામગીરી સંભાળવી પડતી હોય છે. અત્યારની મહિલાઓ કે જે નોકરી ધંધો પણ કરે છે. અને સાથે સાથે ઘરના તમામ કામકાજ અને ઘરના પરિવારના સભ્યોને પણ ખૂબ જ સારી રીતે સાચવે છે..

તેમને સો સો સલામ કરવા જોઈએ રાજસ્થાનના ભરતપુરના ઊંચા નાગલા ચોકી પાસે એ ખૂબ જ હચમચાવી દેતી ઘટના બની ગઈ છે. ભરતપુરના જવાહાનગર કોલોનીમાં અંજુ નામની એક મહિલા રહેતી હતી. તે સીતાઓ વિસ્તાર પાસે આવેલી એક સરકારી શાળામાં ટીચર હતી. તે સવારના સમયે જ પોતાને ઘરેથી નીકળીને આ શાળાએ બાળકોને ભણાવવા માટે આવતી હતી..

અંજુ પોતે બે બાળકોની માતા છે. જેમાં મોટો બાળક ધોરણ 10માં અભ્યાસ કરે છે. જ્યારે નાનો બાળક ધોરણ ત્રણમાં અભ્યાસ કરે છે. અંજુના પતિ એક ખાનગી કંપનીમાં ખૂબ જ સારા પગારદાર તરીકે નોકરી કરે છે. અંજુ સવારના સમયે તેના બંને બાળકો માટે ભોજન બનાવીને આવી હતી.

પરંતુ જ્યારે આ બંને બાળકો પોતાની શાળાએથી પરત આવી ગયા ત્યારે ઘરે પોતાની માતાને ન જોઈ ત્યારે મોટા દીકરાને તેની માતાને ફોન કર્યો હતો કે, મમ્મી તું ક્યાં છે..? અને ઘરે તું ઘરે પાછી આવીશ..? ત્યારે અંજુએ તેના બાળકને ફોન ઉપર જણાવ્યું હતું કે, બેટા હું જલ્દી જ ઘરે આવું છું..

આ બંને બાળકો તેની માતાની રાહ જોતા રહ્યા અને ભૂખ્યા તરસ્યા તેની માતા ક્યારેય ઘરે પરત આવશે તેની સામે નજર માંડીને બેઠા હતા. તો બીજી બાજુ અંજુનો પતિ પણ કંપનીનું કામ હોવાથી ઘરે આવ્યા વગર જ સીધો કંપનીએ થી બીજા શહેરમાં જતો રહ્યો હતો. આ બંને બાળકો બિચારા ઘરે એકલા હતા..

અંદાજે 10 કલાક સુધી પણ અંજુ ઘરે ન આવી એટલા માટે આ બંને બાળકોને ખૂબ જ ટેન્શન થવા લાગ્યું બંને બાળકો ભૂખ્યા તરસ્યા હતા. જેમાંથી મોટા બાળકે તેની મમ્મીને શોધવા માટે તેની શાળાએ જવાનું નક્કી કર્યું હતું. જ્યારે તે તેની માતાને શોધતા શોધતા સરકારી શાળા સુધી પહોંચ્યો ત્યારે તેણે જોયું તો એક સુમસાન રસ્તા ઉપર એક ટ્રક પડ્યો હતો.

અને આ ટ્રકના ટાયર નીચે તેની માતા પણ લોહી લુહાણ હાલતમાં ઢળેલી પડી હતી. આ દ્રશ્ય જોઈને દસમા ધોરણમાં ભણનાર આ બાળક સમજી ગયો કે, તેની માતાને ટ્રકે કચડી નાખી છે. અને ટ્રક ચાલક ટ્રક મૂકીને ભાગી ગયો છે. તે વિચારવા લાગ્યો કે, શું તેની માતાને કોઈપણ વ્યક્તિએ બચાવી નહીં હોય કારણ કે આ ઘટના તો દિવસના સમયે બની હતી..

પરંતુ અત્યારે રાત્રે પણ અહીં કોઈ વ્યક્તિ દેખાઈ આવ્યું નથી. તેને તાત્કાલિક તેના પિતાને ફોન કર્યો અને જણાવ્યું કે, તેની માતા લોહી લુહાણ હાલતમાં મળી આવી છે. તાબડતો કંપનીનું કામ મૂકીને તેના પિતા પણ ત્યાં આવી પહોંચ્યા ત્યારબાદ ઘટનાની જાણકારી પોલીસને પણ આપવામાં આવી હતી..

અંજુને લાશને પોસ્ટમોર્ટમ માટે પોલીસે નજીકની હોસ્પિટલમાં મોકલી આપી છે. બિચારા બાળકો તેની માતાની રાહ જોતા રહ્યા પરંતુ તેમને શું ખબર કે તેની માતાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે ધોરણ 10 માં ભણતો આ બાળક પોતાની માતાને શોધવા માટે ગયો ત્યારે તેને આ બાબતની જાણકારી મળી હતી..

અત્યારે આ બંને બાળકોએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. જ્યારે એક પતિ પણ અત્યારે ધરાઇ ધરાઈને પસ્તાઈ રહ્યો છે. અને તે વિચારવા લાગ્યો કે, કદાચ એ દિવસે તે પોતાના ઘરે આવ્યો હોત અને ત્યારબાદ પોતાની કંપનીનું કામ પૂર્ણ કરવા માટે ગયો હોત તો કદાચ આ ઘટનાની જાણકારી તેને ખૂબ જ વહેલા મળી ગઈ હોત.

અંજુના પિયરમાં મૃત્યુના સમાચાર પહોંચતા પિયરમાં પણ રોકકળ મચી ગયો હતો, તો અંજુના સાસરીયે પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. બિચારા બંને દીકરા હજુ પણ મમ્મી તેમ બોલતી નથી તેમ કહીને કર કરી રહ્યા છે. પરંતુ તેમને શું ખબર કે તેમની માતાનું હવે મૃત્યુ થઈ ગયું છે અને હવે તે ક્યારેય પણ બોલી શકશે નહીં..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *