ફોન કરીને કીધું કે, “હું મરવા જાઉં છું” અને ચાલતા ચાલતા સામે આવતી ટ્રેન નીચે કુદી ગયો યુવક, શરીરનો છૂંદો થઈ જતા થયું મોત..!

રામપુર વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આરક્ષક તરીકે ફરજ બજાવતા ૩૮ વર્ષીય ધરમદાસ પાલએ ગઈકાલે રાત્રે ટ્રેન નીચે કપાઈને પોતાનું જીવન ટુકાવ્યું છે. તેણે પોતાના આપઘાત પહેલા અન્ય સહપોલીસકર્મી મિત્રને ફોન કરીને આ બાબતની જાણ કરી હતી. હકીકતમાં આ ઘટના ખૂબ જ ચોંકાવનારી હતી.

પરંતુ તેનો સહપોલીસકર્મી મિત્ર કંઈક પગલું ભરે તે પહેલા ધરમદાસએ આપઘાત કરી લીધો હતો. ધરમદાસ પાલ વિદિશા જિલ્લાનો મૂળ રહેવાશી હતો. તે ૧ વર્ષ પહેલા રામપુર પોલીસ સ્ટેશનમાં આરક્ષક તરીકે ભરતી થયો હતો. તે પોતાની સાથે કામ કરતા અન્ય પોલીસકર્મીઓ સાથે પોલીસસ્ટેશન નજીક રહેલા સરકારી આવાસમાં રહેતો હતો.

ધરમદાસ પોતાના પરિવારથી દુર આરક્ષકની નોકરી કરીને પોતાની પત્ની અને પરિવારનું ભરણ પોષણ કરતો હતો. પરંતુ થોડા સમય પહેલા શરૂ ડ્યુટીએ પોલીસ સ્ટેશનના વોચ ટાવર પર દારૂ પીવાના કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જેનાથી તે ખૂબ જ તણાવ અને મૂંઝવણમાં રહેતો હતો.

જેથી ગઈકાલે રાત્રે 11:30 એ તેને પોતાના સહપોલિસકર્મીને મોબોઈલ દ્વારા આ બાબતની જાણ કરીને આપઘાત કરવાનું નક્કી કર્યું હતું. તે પોતાના આવાસથી નીકળીને થોડા અંતર દૂર આવેલા રેલ્વે ટ્રેક પરથી પસાર થતા પુલ પર પહોંચ્યો હતો. ત્યાંથી તેણે રેલ્વે ટ્રેક પર કૂદકો માર્યો હતો.

જેથી તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ ત્યાંથી પસાર થતી ટ્રેન નીચે કપાઈને પોતાનું જીવન ટૂંકું હતું. આ બાબતની જાણ થતા સિવિલ લાઈન ટીઆઈ સંગીતા સિંહ તેમજ સુબેદાર પ્રિયંકા બોરસી ઘટના પહોંચ્યા હતા. તેમજ ધરમદાસ પાલના પરિવારને પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી.

ધરમદાસના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. ધર્મદાસની મોતની ખબર પોલીસ સ્ટેશનમાં તથા તેના સહપોલીસકર્મી આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેમના કહેવા પ્રમાણે ધરમદાસ ખૂબ જ સારા સ્વભાવનો વ્યક્તિ હતો .પરંતુ થોડા સમય પહેલા દારૂને બાબતમાં સસ્પેન્ડ થવાને કારણે તે ખૂબ જ મુજવણમાં રહેતો હતો.

જેથી તેણે આ ગંભીર પગલું ભર્યું હતું. ધર્મદાસ પાલના આપઘાતને  કારણે તેની પત્ની તેમજ અન્ય પરિવારજનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે મૃતદેહ ના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેના પરિવારજનો ને સોપવાની સ્પસ્ટતા કરી છે. આ ઉપરાંત ઘટનાસ્થળે પહોચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment