Breaking News

આ વિસ્તારમાં 4 માળની ઈમારત ધરાશાયી થતા ઢગલાબંધ લોકો દટાયા.. વાંચો વિગતવાર એહવાલ..

એક તરફ દિલ્હીમાં વરસાદ પોતાની મનમાની કરી રહ્યો છે. ત્યારે એક ઘટના એવી બની છે જેથી લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટના બનતા જ લોકોમાં ચકચાર મચી ગયો હતો. તેમજ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.

દેશની રાજધાની દિલ્હીના શાક માર્કેટ વિસ્તારમાં એક ચાર માળની ઈમારત ધરાશાઈ થઈ હતી. આ ઇમારત પડતા મોટી સંખ્યામાં જાન-માલનું નુકસાન થવાની આશંકાઓ છે. વધુ માહિતી તો તપાસ કર્યા બાદ જ ખબર પડશે. અત્યારે દિલ્હી પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે.

આ બનાવ બનતા જ દિલ્હી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. દિલ્હી પોલીસને નિવેદન આપ્યું હતું કે, અત્યારે ઇમારત ધરાશાયી થતાં તેની નીચે દટાયેલા લોકોને રાહત અને બચાવ માટે કામ કરી રહ્યું છે. તરત જ એકબીજા સમાચાર આવી રહ્યા છે કે દટાયેલા લોકોમાંથી ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જેમાંથી બે નાના બાળકો છે. જ્યારે એક વ્યકિતને માથામાં ઇજા થઇ છે. ઈજા થયેલ વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ ઘટના અંગે દિલ્હી પોલીસના જોઈન્ટ સિપી જણાવ્યું હતું કે, એનડીઆરએફ અને એમસીડી ની ટીમ ઘટનાસ્થળે હાજર થઈ ગઈ છે. હાલમાં આ ઇમારત નીચે કેટલા લોકો ફસાયેલા છે તેનો કોઈ ચોક્કસ આંકડો બહાર આવ્યો નથી. માત્ર એક વ્યક્તિને માથામાં ઈજા થયેલી હતી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ત્યાંના લોકોના જણાવ્યા અનુસાર તે બિલ્ડીંગની નીચે દુકાન હતી અને ઉપરના માળ પર લોકો રહેતા હતા. બિલ્ડિંગ ધરાશાયી થઇ એટલે તરત જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. અત્યારે દિલ્હી પોલીસ અને સરકારના મોટા મોટા અધિકારીઓ ત્યાં હાજર છે. આ ઉપરાંત ઘટનાસ્થળે ફાયર વિભાગની પણ ગાડીઓ પહોંચી ગઈ છે.

ઉત્તર દિલ્હી નગર પાલિકાના મેયર રાજા ઈકબાલ સિંહે એ જણાવ્યું છે કે દિલ્હી પોલીસ અને એમસીડી ના લોકો રેસ્ક્યુ માટે ખસી મેહનત કરી રહ્યા છે.આ ઇમારત જે શાક માર્કેટ વિસ્તારમાં છે તે માર્કેટ આશરે સોથી દોઢસો વર્ષ જૂની છે. અચાનક જ ભારે વરસાદ પડતા આ કારણે દુર્ઘટના થઈ હોવાનું અનુમાન છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *