Breaking News

બ્રહ્માણી માતાના મંદિરના પુજારીએ મંદિર ખોલતા જ લોકોના ડોળા ફાટી ગયા, એક જ રાતમાં 5 જગ્યાએ બન્યો આ બનાવ..!

સાંજે સુતા બાદ સવારે શું થાય તેનું નક્કી હોતું નથી. છેલ્લા કેટલાક સમયથી જ્યારે શહેરના લોકો ઘસઘસાટ ઊંઘમાં સુતા હોય ત્યારે હળવા પગે ચોર લૂંટારાઓ શહેરમાં સક્રિય થાય છે અને જુદા જુદા વિસ્તારોમાં ચોરી કરી પોતાનો બદ ઇરાદો સાબિત કરી દીધો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં છેલ્લા કેટલાક દિવસથી ચોરલૂંટારાઓએ તંત્રની ઊંઘ હરામ કરી દીધી છે..

છેલ્લા એક અઠવાડિયાની અંદર અંદર કેટલીક સોસાયટીઓના મકાનોના તૂટ્યા છે. તો હવે ચોર લૂંટારાઓએ મંદિર જેવા પવિત્ર ધામને પણ બાકી મૂક્યા નથી. બળદા ગામમાં બ્રહ્માણી માતાનું મંદિર આવેલું છે. જ્યાં રોજ ઘણા બધા ભક્તો દર્શન માટે આવી પહોંચે છે. આ મંદિરના પૂજારી રાત્રે પૂજા આરતી કર્યા બાદ મંદિર બંધ કરી સવારમાં જ્યારે પૂજા આરતી કરવા મંદિર ખોલ્યું ત્યારે પૂજારીની સાથે સાથે રહેલા અન્ય ગામના લોકો પણ ચોકી ઉઠ્યા હતા..

કારણકે મંદિરમાંથી ચોરીનો મામલો સામે આવ્યો હતો. મંદિરની અંદરથી ચાંદીના બે મુંગટ એક કિલો ચાંદીના આભૂષણ તેમજ દાનપેટી માંથી 2000 રૂપિયાની રોકડા આ સાથે સાથે 50000 રૂપિયાના દાગીનાઓની ચોરી કરી લીધી હતી. આ પહેલા પણ ખેરાલુ શહેરના બે મંદિરમાં ચોરીની બનાવો સામે આવી ગયો હતો..

આ બનાવવામાં પોલીસને કોઈ પણ માહિતી હજુ મળી હતી નહીં, એવામાં તો વધુ એક બનાવ સામે આવી જતા તંત્રમાં ફફડાટ મચી ગયો છે. બળદ ગામમાં મંદિરનો તાળું તૂટ્યું એ પછી કુલ પાંચ મંદિરના તાળા તૂટી ચુક્યા છે. જેમાં દરેક મંદિરોમાંથી જુદી જુદી રકમની ચોરી થઈ છે. ચામુંડા માતાના મંદિરમાંથી છતર, કટાર તેમજ લીમ્બાચીયાવાસમાં આવેલા પીપળીયા વીર મહારાજના મંદિરમાંથી ચાંદીના ઘોડા..

અને રબારીવાસમાં ગોગા મહારાજના મંદિરમાંથી ચાંદીના નાગની નાની મૂર્તિઓ ચોરી થઈ ગઈ છે. જુદા જુદા મંદિરમાં થી ચોરી કરીને પોતાનું પેટ ભરનાર ચોર લૂંટારાઓની ટોળકીનું આ કામ હોવાનું સામે આવ્યું છે. જે વ્યક્તિ મંદિર જેવા પવિત્ર સ્થાનોને પણ ચોર કરવામાં બાકી મુક્ત ન હોય તેવા લોકો જિંદગીમાં ક્યારેય સુખી થતા નથી.

ભગવાનના ધામમાં માથું ઝુકાવીને પ્રાર્થના કરવાને બદલે આ ચોર લુટારાઓ મંદિરના તાળા તોડીને અંદરથી કીમતી ચીજ વસ્તુઓની ચોરી કરવા લાગ્યા છે. તેમની આ કામગીરીના કારણે સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે, તેમની પેઢી પણ ક્યારેય સુખી નહીં થાય. લોકો આ ચોર લૂંટારાની ગેંગ સામે ખૂબ જ રોશ ઠાલવી રહ્યા છે..

જૈન દેરાસરમાં પણ દરવાજાનો નકુચો તોડીને ચોરી થઈ હતી. જ્યારે ગામના લોકોને જાણ થઈ કે, આસપાસના તમામ ગામમાં મંદિરોમાં ચોરી કરવામાં આવે છે. ત્યારે ગામના સૌ કોઈ લોકો એકઠા થઈને મોટી ચોરીનો ગુનો નોંધાવ્યો છે. પોલીસ પણ લુટારાઓ કોણ છે.? અને તેઓ શા માટે મંદિરને જ નિશાને બનાવીને ચોરી કરી રહ્યા છે, તેની તપાસ મેળવવા માંથામણ કરે છે..

તો બીજી બાજુ પાટણના સાંતલપુરના ગામમાં આવેલા લુણેશ્વર મહાદેવ માંથી પણ જો લૂંટારાઓ દાનપેટી ઉઠાવીને ભાગી ગયા છે. જેની અંદર કુલ ૮૦ હજાર રૂપિયાની રકમ હતી. આ રકમને બહાર કાઢીને દાન પેટીને તેઓએ ખુલ્લા રણમાં ફેંકી દીધી છે. આ બનાવને લઈને સૌ કોઈ લોકો કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *