ખેતી એક એવો વ્યવસાય છે કે જેમાં ડગલેને પગલે જીવને ખૂબ જ જોખમ રહેલું હોય છે. કારણ કે ખેતી કરનાર દરેક વ્યક્તિઓને કોઈપણ સમયે ખેતરે જવું પડતું હોય છે. કેટલીક વખત રાતના સમયે ખેતરે જવાથી વન્ય પ્રાણીઓ તેમજ ઝેરી જીવ જંતુઓના ડંખનો ડર રહે છે. આ સાથે સાથે વરસાદી સિઝનમાં નદી નાળા પાર કરીને ખેતરે જવામાં જીવને જોખમ રહેલું હોય છે..
આ ઉપરાંત ભારે વરસાદમાં વીજળી ત્રાટકવાની કારણે તેમજ કોઈ ચીજ વસ્તુઓના કરંટ લાગવાને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. હકીકતમાં આપણા દેશના ખેડૂતોને સલામ છે કે, તેઓ ઘણી બધી મુશ્કેલીઓ સહન કરીને સમગ્ર દેશને અન્ન પૂરું પાડે છે. જુદા જુદા જીલ્લાઓમાંથી મેઘરાજાના આગમનની સાથે વીજળી પડવાના તેમજ ખેતરમાં પાણી ભરાઈ જવાના અને વરસાદી પાણીના ભરાવાથી જળાશયો તેમજ નદી-નાળામાં ડૂબી જવાના બનાવો સામે આવી ચુક્યા છે.
અને હવે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વાળા ડુંગરા ગામમાંથી અન્ય ખેડૂતોના કરંટ લાગવાને કારણે મૃત્યુ થયાના બનાવ સામે આવ્યો છે. વાળા ડુંગરા ગામમાં છાપરવાડી ડેમ પાસે એક વાડી આવેલી છે. આ વાડીમાં વિપુલભાઈ કનુભાઈ સરવૈયા અને રીકીન ભાઈ મકવાણા નામના બંને ખેડૂતો બોરવેલમા પાણીની મોટર ઉતારવા માટે ગયા હતા..
વિપુલ ભાઇની વાડીએ મોટર ઉતારવામાં આવતી હતી. જેમાં રીકીનભાઇ વિપુલભાઈને મદદરૂપ બન્યા હતા. બંને મિત્રો મોટર ઉતારી રહ્યા હતા. એવામાં અચાનક જ વરસાદી પાણી અડકવાને કારણે વીજ કરંટ લાગ્યો હતો. અને માત્ર બે મિનિટની અંદર જ બંને વ્યક્તિઓના મૃત્યુ થયા હતા.
આ સમાચાર સામે આવતા જ વાળા ડુંગરા ગામમાં અરેરાટી મચી ગઇ હતી. કારણ કે આ બંને યુવાનોના લગ્ન થયા એના માત્ર એક જ વર્ષ પૂર્ણ થયું હતું. આ બન્ને યુવકોના ઘરે શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારના દરેક લોકોના ચોધાર આંસુએ રડી રહ્યા હતા. તેમજ તેમની પત્ની અને તેના માતા-પિતાઓનું હૈયાફાટ રૂદન જોવા મળ્યું હતું..
હકીકતમાં ખેડૂતોને ડગલેને પગલે ખૂબ જ સાવચેતી રાખવી પડતી હોય છે. વરસાદી સિઝનમાં કોઈપણ ઈલેક્ટ્રીક વસ્તુને અડકતા પહેલા તેની સો વખત ખાતરી કરી લેવી જોઇએ કે તેને અડકવાથી કરંટ તો નહિ લાગે ને..? કામ કરવામાં ભલે થોડી ઘણી વાર લાગે પરંતુ જીવને જોખમ ન રહે એ પ્રકારે ખેતરમાં કામ કરવું જોઈએ. જેથી કરીને આ પ્રકારના બનાવો સામે ન આવે.
હકીકતતમાં આજથી બે વર્ષ પહેલાં પણ રાજકોટ જીલ્લાની અંદર જ આ પ્રકારનો એક બનાવ બન્યો હતો. જેમાં રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર સ્વામી વિવેકાનંદ પ્રતિમા પાસે એ પંજાબી ધાબો આવેલો છે. જેમાં ઉત્તર પ્રદેશનો એક યુવાન કામ કરતો હતો. જેનું નામ ઓમકાર યાદવ હતું. તે ગોડાઉન રોડ ઉપર એક રૂમ રાખીને તેના મોટાભાઈ અને અન્ય લોકો સાથે ભાડે રહેતો હતો..
પંજાબી ઢાબામાં સવારે પાણી ભરાયું હોવાને કારણે મોટર મૂકીને આ પાણી તેઓ બહાર કાઢી રહ્યા હતા. જેમાં વીજકરંટ લાગતાં માત્ર 25 વર્ષની ઉંમરમાં જ મૃત્યુ થયું હતું. સાથે સાથે વરસાદી સિઝનમાં ઝટકા મશીનના ઝટકાને બદલે કરંટ શરૂ થઈ ગયો હતો. અને ડાયરેક્ટ કરંટ લાગતાં જ અન્ય ત્રણ ખેડૂતોના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]