આજકાલ ઘરેલું કંકાસમાં હિંસાઓ ખુબ જ વધી ગઈ છે. પછી તે નાનો પરિવાર હોઈ કે મોટો..! હાલ રોજ બરોજ રહસ્યમય બનતી હોઈ છે. જેમાં બોરસદ શહેરની રહસ્યમય ઘટના ખુબ જ ચર્ચામાં ચાલી રહી છે. હકીકતમાં બોરસદમા મોટા પરિવારની વહુની લાશ ઘરના જ બાથરૂમમાં મળતા ચકચાર મચી ગયો છે.
બોરસદમાં ઠક્કર ખમણ હાઉસ નામની દુકાનના વેપારીનું જીવન જાહોજલાલી વાળું છે. ખુબ મોટો ધંધો ધરાવતા પરિવારની વહુનુ બપોરના સમયે બાથરૂમમાં રહસ્યમય રીતે મોત થતા જ ચકચાર મચી ગયો છે. આ બનાવ સંદર્ભે પરિણીતાના સાસરે જાણ થતાં તેઓ બોરસદ આવી પહોંચ્યા હતા.
ઘટનાસ્થળે પરણિતાના મોત બાબતે અંજુગતુ થયું હોવાનું જણાતાં પરિવાર દ્વારા બોરસદ શહેર પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. બોરસદના પ્રતિષ્ઠિત પરિવારની પરિણીતાનુ મોત મામલે સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. બોરસદ શહેર પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
તેમજ મૃતક પરિણીતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવાની કામગીરી પુર્ણ કરવામાં આવી હતી. આજરોજ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવી જતાં શહેર પોલીસે દ્વારા પરણિતના મોત મામલે કડક કાર્યવાહી કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મુજબ, મૃતક પરિણીતાના ગરદનના ભાગે ગંભીર ઈજાથી મોત થયું હોવાનું ખુલવા પામ્યું છે. બાથરૂમમાંથી લાશ મળતાં અને ત્યારબાદ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જણાવાયેલ હકીકતના કારણે ઠક્કર ખમણ હાઉસ નામે ધંધો ધરાવતો સમગ્ર પરિવાર શંકાના દાયરામાં આવી ગયેલ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]