અત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ ભરપુર માત્રામાં મહેનત કરીને પરીક્ષા આપવા માટે જતા હોય છે. પરીક્ષા શરૂ થતાની પહેલા જ દિવસે એક વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ હાર્ટએટેક આવી જતાં તેનું મોત નીપજ્યું હતું..
જ્યારે વધુ એક બનાવ વડોદરાના ગણપતપુરા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં એક વિદ્યાર્થી ડૂબી જવાથી મોત નિપજતા બન્યો છે. ગણપતપુરા ગામમાં રેહતો લલિત મહેન્દ્ર ભાઈ પરમાર પરીક્ષા આપવા માટે ગયો હતો. તેણે ગયા વર્ષે પણ ધોરણ 10ની પરીક્ષા આપી હતી પરંતુ તે પરીક્ષામાં નાપાસ થયો હતો. એટલા માટે તેણે આ વર્ષે ફરી એક વાર ધોરણ 10 ની પરીક્ષા માટેનું ફોર્મ ભર્યું હતું..
અને પરીક્ષા શરૂ થતાની સાથે જ તે હોલ ટિકિટ લઈને ઘરેથી નીકળ્યો હતો. અને કહ્યું હતું કે હું પરીક્ષા આપવા માટે જવું છું. રિક્ષામાં બેસીને ઘરેથી નીકળી ગયો હતો. બાવીસ વર્ષનો લલિત લાંબા સમય સુધી ઘરે પરત ન આવતાં પરિવારજનોને ખૂબ જ ચિંતા થવા લાગી હતી..
લલિત ઓટો રિક્ષા ચલાવવાનું પણ કામકાજ કરતો હતો. પરિવારજનોએ લલિતના મિત્રોને પણ સંપર્ક કર્યો હતો. જેથી કરીને લલિત વિશે કોઈ સમાચાર મળી શકે. પરંતુ મિત્રોને લલિત વિશે કોઈપણ પ્રકારની માહિતી ન હતી. એટલા માટે પરિવાર તાત્કાલિક ધોરણે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચી ગયો હતો..
બીજા દિવસે ગણપતપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં લલિત ની રીક્ષા મળી આવી હતી. આ બનાવની જાણ થતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અને ઓટો રીક્ષા ને કબજે કરી લીધી હતી. પોલીસે રિક્ષાની અંદર તપાસ કરીએ તો તેની અંદર ધોરણ 10 ના પરીક્ષા ની હોલ ટિકિટ હતી તેમજ મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો..
હોલ ટિકિટમાં લલિત પરમારનું નામ લખ્યું હતું એટલા માટે પરિવારજનોને પોલીસે જાણ કરી હતી. અને કેનાલમાં ફાયર બ્રિગેડના જવાનોની મદદથી લલિત ની શોધ કરવાની શરૂ કરી દીધી હતી. મહામહેનત બાદ બપોરના સમયે કેનાલમાંથી લલિતની લાશ મળી આવતા પરિવારજનો પર આફત આવી પડી હતી.
લલિત એ આપઘાત કર્યો હશે કે પછી તેની હત્યા કરવામાં આવી હશે આ બાબતને લઇને હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે. પરંતુ પરિવારના આશાસ્પદ દીકરાના મૃત્યુથી પરિવાર હચમચી ઉઠયો છે. લલિત ના માતા અને પિતા બંને ની હાલત ખુબ જ ગંભીર છે. કારણ કે તેઓ તેમનો દીકરો ખોયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]