કહેવાય છે કે નસીબમાં મોત લખી હોય તો ખુદ ભગવાન પણ જે તે વ્યક્તિને બચાવી શકતા નથી. હકીકતમાં હાલ બોર્ડની પરીક્ષાઓનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. જેમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ ની પરીક્ષાઓ પૂર્ણ થઇ ગઇ છે. પરંતુ જામનગરના જામજોધપુર સેન્ટરમાં એક વિદ્યાર્થી છેલ્લું પેપર આપીને બાઈક ઉપર પોતાના ઘરે હસતા ખેલતા જઈ રહ્યા હતા..
કારણ કે વેકેશન પડવાની ખુશી તેઓના ચહેરા ઉપર દેખાઈ આવતી હતી. ત્રણ વિદ્યાર્થીઓ વડા અને નરમાણા ગામ વચ્ચે પહોંચ્યા ત્યારે એક ટ્રકચાલકે બાઈકને ટક્કર મારી દીધી હતી. જેના પગલે ત્રણેય વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી બે વિદ્યાર્થીઓને ખૂબ ગંભીર ઈજા પહોંચી હતી..
જ્યારે એક વિદ્યાર્થીને સામાન્ય ઇજા થઇ હતી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ ટ્રકની આ ટક્કરમાં બનતા અકસ્માતથી તો બચી ગયા હતા પરંતુ તેઓને વધુ સારવાર માટે ૧૦૮માં જામનગરની હોસ્પિટલમાં ખસેડવા જઈ રહ્યા હતા. એ સમય દરમ્યાન એમ્બ્યુલન્સનું પણ અકસ્માત થતાં અંતે આ વિદ્યાર્થી નું મૃત્યુ થયું છે.
જામજોધપુરના સરોદર ગામમાં કિશન દેવભાઈ મોઢવા તેમજ તેનો મિત્ર નવનીત ભીમજીભાઇ ચારોલા બોર્ડની પરીક્ષા આપવા માટે ગયા હતા. પરીક્ષા આપીને તેનું ઘર તરફ પરત આવી રહ્યા હતા. ત્યારે તેમને એક અકસ્માત નડ્યો હતો. સારવાર માટે એમ્બ્યુલન્સમાં તેઓ હોસ્પિટલ જઈ રહ્યા હતા.
એ સમય દરમિયાન એમ્બ્યુલન્સને પણ ત્રિપલ અકસ્માત નડતા કિશન દેવભાઈ મોઢવા નામના 15 વર્ષના વિદ્યાર્થી નું મૃત્યુ થયું છે. સારવાર માટે તેઓને જીજી હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા. ત્યારે એમ્બ્યુલન્સ કાર અને રિક્ષા સાથે અથડાઈ હતી જેના કારણે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો..
ત્રીપલ અકસ્માતને પગલે હાઇવે ઉપર ચક્કાજામ થઈ ગયો હતો. અને લોકોના ટોળે ટોળા પણ એકઠા થઇ ગયા હતા. જોતાની અંદર અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો હતો. અને ઘટના સ્થળે પોલીસ પણ દોડી આવી હતી. બંને વિધાર્થીઓ સાથેનાં ગંભીર અકસ્માતમાં તો બચી ગયા હતા પરંતુ એમ્બ્યુલન્સ સાથે થયેલા ત્રિપલ અકસ્માતમાં એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે..
જેના કારણે કિશનના પરિવાર પણ આફત આવી પડી છે. કિશનના પરિવારમાં કુલ પાંચ સભ્યો હતા. જેમાંથી કિસન પરિવારનો સૌથી નાનો અને લાડકો દીકરો હતો. જ્યારે કિશનને એક મોટો ભાઈ તેમજ એક મોટી બહેન પણ છે. છેલ્લું પેપર આપીને ઘરે આવતાની સાથે કિશન ઉપર કાળ ત્રાટકી પડ્યો હતો. હાલ કિશનનો પરિવાર ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યો ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]