Breaking News

બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં ધોરણ 10 ની વિદ્યાર્થીનીએ એસીડ ગટગટાવી લીધું, પરીક્ષા પહેલા જ માં-બાપ થયા દોડતા..!

આજકાલના વિદ્યાર્થીઓ પરીક્ષાના ડરથી એટલા બધા ડરી જતા હોય છે કે, અંતે તેઓ આપઘાતનું પગલું ભરવા માટે તૈયાર થઈ જાય છે. શિક્ષકો અને માતા-પિતાના લાખ સમજાવ્યા બાદ પણ બાળકોના મનમાંથી પરીક્ષાનો ડર ન નીકળવાને કારણે બાળકો ખૂબ મૂંઝાઈ જાય છે.

એમાં પણ બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર વધારે પડતો હોય છે. જેમ બોર્ડની પરીક્ષાઓ નજીક આવતી જતી હોય છે તેમ તેમ વિદ્યાર્થીઓમાં ટેન્શન અને મુંઝવણ વધતો જતો હોય છે. મોટાભાગના વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર જોવા મળતો નથી. આ ડર માત્ર અમુક વિદ્યાર્થીઓમાં જોવા મળે છે.

વડોદરાના ડભોઇ રોડ પર સમા તળાવ વિસ્તાર પાસે 16 વરસની દીકરી જે ધોરણ 10માં અભ્યાસ કરે છે. તે પરીક્ષાને લઇને ખૂબ જ ટેન્શનમાં આવી ગઈ હતી. ધોરણ 10 ની પરીક્ષા ખૂબ જ નજીક છે. જેના કારણે તે ખુબજ ડરી ગઈ હતી. અને પોતાના ઘરે વહેલી સવારે એસિડ ગટગટાવી લીધું હતું..

એસિડ પીતાની સાથે જ અસર ચાલુ થઈ ગઈ હતી. વિદ્યાર્થીની બેભાન થઈને ઢળી પડી હતી. પરિવારને આ બાબતની જાણ થતાની સાથે જ તેઓએ તાત્કાલિક ધોરણે 108 ને કોલ કરીને બોલાવી લીધી હતી. તેને સારવાર માટે શહેરની સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી..

ડોક્ટરે તપાસમાં જણાવ્યું હતું કે આ દિકરીની હાલત ખુબ જ ગંભીર છે. આ સાથે સાથે પોલીસે પણ આ બાબતને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બોર્ડની પરીક્ષા નજીક આવતાની સાથે જ ઘણા ખરા વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ચિંતામાં આવી ગયા છે કે તેમનું બાળક સારી રીતે પરીક્ષા આપી શકશે કે નહીં..?

તેઓને સારા માર્ક્સ આવશે કે નહીં..? આ સાથે સાથે બાળકોને પણ ખૂબ જ ડર છે કે તેઓએ વાંચેલ અભ્યાસક્રમ પરીક્ષા સમય સુધી યાદ રહેશે કે નહીં..? આવી બધી મૂંઝવણમાં ગુજરાત બોડૅ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે. જેથી કરીને પરીક્ષાર્થીઓને કોઈ પણ પ્રશ્ન હોય તો તેઓ વગર સંકોચે હેલ્પ લાઈન નંબર પર કોલ કરીને પૂછી શકે છે..

છતાં પણ બોર્ડની પરીક્ષાઓ જેમ જેમ નજીક આવવા લાગી છે તેમ તેમ રાજ્યમાં આપઘાતના બનાવો શરૂ થવા લાગ્યા છે. સૌ કોઈ શિક્ષકો તેમના વિદ્યાર્થીઓને પરીક્ષાના ડરમાથી મુક્ત કરીને ખુલ્લા મનથી પરીક્ષા આપવાનું જણાવતા હોઈ છે છતાં પણ બાળકોમાં ભય નીકળતો નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *