રોજ બનતા અકસ્માતના બનાવોમાં પરિવારના ઘણાં સભ્યોના મોત થવાના મામલાઓ સામે આવતા હોય છે. અકસ્માતમાં થતું મોત ખૂબ જ દર્દનાક હોય છે. તેમજ પરિવારના અન્ય સભ્યોને કાયમ માટે યાદ રહેતું હોય છે. કારણ કે હસતા ખેલતા પરિવારને અકસ્માત માં માત્ર ગણતરીની મિનિટો ની અંદર જ મોતનો સામનો કરવો પડે છે..
હાલ કચ્છના નખત્રાણા પાસે આવેલા અંગે ફાટક રોડ પર ઇન્કમટેકસ મા સર્જાયો છે અકસ્માતમાં કુલ ત્રણ લોકોના દર્દીના મૃત્યુ થયા છે. હકીકતમાં રાત્રિના સમયે કચ્છના બસમાંથી ખાનગી કંપનીની એક બોલેરો જીપ નખત્રાણા તરફ આવી રહી હતી. એ સમય દરમ્યાન નાના અંગિયા ગામની ફાટક પાસે બોલેરો જીપ પહોંચી હતી..
એ વખતે સામેની બાજુથી એક ટ્રક મીઠું ભરીને જઈ રહ્યો હતો. બોલેરો જીપ અને ટ્રક વચ્ચે ખુબ જ જોરદાર અથડામણ થઈ હતી. ટ્રકના ટ્રેલરનુ વજન ખૂબ જ વધારે હોવાથી અથડામણ થતાની સાથે જ જીપનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જીપની અંદર સવાર ખાનગી કંપનીના પાંચ કર્મચારીઓ જીપની સાથે સાથે પડીકું વળી ગયા હતા..
જેમાં બે કર્મચારીઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. આ અકસ્માત સર્જાતાની સાથે જ હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયું હતું. કારણકે જીપનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. ટ્રક રસ્તા પર પલટી મારી ગયો હતો. અકસ્માત રાત્રિના સમયે બન્યો હતો. એટલા માટે હાઈવે પર વાહનોની અવરજવર ખુબ જ ઓછી હતી..
જેના પગલે જીપની અંદર સવાર અન્ય કર્મચારીઓને બચાવવા માટે આસપાસના લોકો પણ હાજર હતા નહીં આ અકસ્માતમાં જીપમાં બેઠેલા ૬૦ વર્ષના અજયસિંહ સોઢા ઉપરાંત દિનેશ ગોર ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા તેમજ વિવેક, પિયુષ અને અનિલને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા..
જ્યાં સારવાર દરમિયાન વિવેકે જીવ ગુમાવી દીધો હતો. આ અકસ્માત ખૂબ જ ગંભીર હતો. કારણકે અકસ્માતના દ્રશ્યો જોતાં લાગી રહ્યું છે કે ટ્રક અને જીપ વચ્ચે ખૂબ જ ધડાકાભેર અથડાતાં થઈ હતી. અને જીપ ની હાલત જોતા શરીરમાંથી રુંવાડા બેઠા થઈ જાય છે. જીપ દબાઈ ને સાવ પડીકું વળી ગઇ હતી.
જેના પગલે જીપમાં સવાર ત્રણ કર્મચારીઓ ના મૃત્યુ થયા છે. જ્યારે બે કર્મચારીઓની હાલત ખુબ જ ગંભીર છે. આકસ્માત કયા કારણોસર સર્જાયો તેનું ચોક્કસ કરણ હજુ જાણવા મળ્યું નથી. પરતું આ અકસ્માત માં મૃત્યુ પામનાર 3ણેય લોકોના પરિવારજનોને દુઃખ સહન કરવાનો વાર આવ્યો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]