આપણને સૌને ખ્યાલ છે તે પ્રમાણે ઉનાળો હવે ધીમે ધીમે ઓછો થવા લાગ્યો છે જ્યારે ઉનાળામાં લોકોએ ફળોના રાજા ની ખૂબ જ રાહ જોઈ હતી એટલે કે કેરીની રાહ લોકોએ ખૂબ જ જોઈ હતી પરંતુ ઉનાળા દરમિયાન કેરી મળવી ખૂબ જ અશક્ય હતી જ્યારે કેરીઓ મળતી હતી પરંતુ તેના ભાવ બહુ વધારે હતા અને જે કેરી સસ્તી હતી તે કેરી માં કંઈ ગુણવત્તા હતી નહીં જ્યારે હવે આગાહી દ્વારા ચોમાસાનું આગમન થઈ રહ્યું છે.
ત્યારે દરેક કેરીના વેપારીઓએ કેરીનો સ્ટોક જલ્દીથી ને જલ્દી થી કાઢવા માટે પ્રયત્ન કર્યો છે અને એનો ભાવ પણ એકદમ સસ્તો થઈ રહ્યો છે. ત્યારે અમરેલીના ગીર પંથકમાં આંબાવાડી નું વાવેતર વધારે જોવા મળે છે પણ ગત વર્ષે આવેલા વાવાઝોડાના કારણે કેસર કેરીની આવકમાં ખૂબ જ મોટી અસર પડી છે અને કેરીનો પાક ખુબ જ ઓછો ઉતર્યો હતો.
જ્યારે સારો પાક આવતો હતો તેને પણ સારા ભાવ મળવાના કારણે ડાયરેક્ટ વિદેશમાં મોકલી દેવામાં આવતો હતો અને નબળી ગુણવત્તાવાળા કેરીના પાકને અહીં રાખવામાં આવતો હતો અહીં ગત વર્ષ સ્થાનિક કેસર કેરીની મબલખ આવક થઇ રહી હતી અને પ્રતિ કિલોના રૃપિયા 25 થી 70 સુધીનો ભાવ રહ્યો હતો પરંતુ અત્યારે સ્થાનિક કેરીની સાથે સાથે તાલાલા, કચ્છ, વલસાડ પંથકમાંથી પણ કેસર કેરીની મબલખ આવક થઈ રહી છે.
હાલ માર્કેટમાં 5000 બોક્સની આવક આવી રહી છે અમરેલીમાં ફ્રુટ માર્કેટમાં કેરી ના વેપારી અમિન ભાઈ નાગાણી એ જણાવ્યું હતું કે અત્યારે તાલાલા, કચ્છ અને વલસાડ પંથકમાં પણ કેસર કેરીની આવક થઈ રહી છે તો ગત વર્ષ વાવાઝોડાના કારણે આંબાવાડીમાં અવસાન થયું હતું જેના કારણે ચાલુ વર્ષે સ્થાનિક કેસર કેરીની આવકમાં ઘટાડો થયો છે જોકે અત્યારે માર્કેટમાં દરરોજ ના ચાર હજારથી પાંચ હજાર કેસર કેરીના બોક્સ ની આવક થઈ રહી છે.
અહીંથી ગ્રામ્ય વિસ્તારમાં પણ કેસર કેરીના વેચાણ માટે રિટેલર કેરીની ખરીદી કરી રહ્યા છે ત્યારે માર્કેટમાં કેસર કેરીની આવક થઈ રહી છે અમરેલી પંથકમાં અન્ય કેરીની ખરીદી ઓછી છે જેના કારણે અન્ય કેરીની આવક પણ થતી નથી ત્યારે પ્રતિ કિલોના રૂપિયા ૫૦ થી 90 સુધી કેસર કેરીનું વેચાણ થઈ રહ્યું છે જે ગત વર્ષ પ્રતિ કિલોના ભાવ 25 થી 70 રહ્યો હતો તો અત્યારે રિટેલર માં પાકેલી કેસર કેરીનો પ્રતિ કિલો રુપિયા ૧૨૦ થી ૧૫૦ સુધી વેચાઇ રહી છે.
માર્કેટમાં ઓર્ગેનિક કેસર કેરીનું વેચાણ કરતા હરેશભાઈ શિંગાળાએ જણાવ્યું હતું કે ઓર્ગેનિક કેરી પાકવામાં એક સપ્તાહ જેટલો સમય લાગે છે અને કોઈ પણ કેમિકલ કે દવાનો ઉપયોગ કર્યા વગર ઓર્ગેનિક કેસર કેરી ને તૈયાર કરી કચ્છ પંથકમાંથી ઓર્ગેનિક કેરીની આવક થઈ રહી છે અમરેલી માર્કેટ માં જેમ પાકેલી કેસર કેરીનું વેચાણ થઈ રહ્યું છે તેમ અથાણા માટે કેરીનું વેચાણ પણ વધ્યું છે અહીં કાચી કેરી માર્કેટમાં પ્રતિ કિલોએ રૃપિયા ૫૦ થી ૧૦૦ સુધી વેચાઇ રહી છે.
તો રાજાપુરી કેરી પ્રતિ કિલો 50માં વેચાઈ રહી છે તેના માટેની કાચી કેરીના ભાવ પણ વધુ હોવાથી લોકોના અથાણાં વગર જ દાંત ખાટા થઈ ગયા છે માર્કેટમાં ૬૦ ક્લિન્ટન કેસર કેરીની આવક નોંધાઇ હતી અહીં એક મણ કેરી ના રૂપિયા 2000 થી લઈને 2400 સુધી ભાવ થઈ ચૂક્યો છે તો સરેરાશ ખેડૂતોને રૂપિયા 2200નો ભાવ મળ્યો છે અને હવે ખેડૂત મિત્રો દ્વારા આ કેરીના પાકને વહેલી તકે ખાલી કરવામાં આવી રહ્યો છે કારણ કે ચોમાસા ના આગમન બાદ કેરી વેચાવી અશક્ય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]